May 08, 2017

દલિતો શિક્ષિત થયાં પણ તર્કની ધાર બુઠ્ઠી બનાવતા જાય છે : વિજય મકવાણા



મેં મારી નજરે મારી દાદીને 'કડવા ચોથ' નું વ્રત કરતાં નથી જોઇ, ન તો મારી નાની ને ચાળણીમાં ચાંદલીયો જોતાં જોયાં. મારી માઁએ પણ આખો દિવસ તરસી રહી ક્યારેય તે વ્રત નથી કર્યું.. પચ્ચીસ-ત્રીસ વર્ષ પહેલાં કોઇપણ દલિત મહિલા આવા ટોટકાઓમાં નહોતી માનતી..તમે સરવે કરવો હોય તો કરી લો! મને ખોટો સાબિત નહી કરી શકો! દલિતો શિક્ષિત થયાં પણ તર્કની ધાર બુઠ્ઠી બનાવતા રહ્યાં. એ લોકો શા માટે, કયા કારણોસર અભણ દલિતને ભરમાવી ન શક્યાં??  તેના કારણો શોધવા રહ્યાં. મેં આ પહેલાં પણ કહેલું કે તમારા પૂર્વજોની જીવનશૈલી બહું તાર્કિક હતી. તેઓ પોતાના વિસ્તારમાં બ્રાહ્મણી પરંપરાને કે દેવીદેવતાઓને ઘુસવા ન દેતાં હતાં. દલિતોની પોતાની અલગ સંસ્કૃતિ છે એ હું દ્રઢપણે માનતો આવ્યો છું. તમારા પૂર્વજોએ અશિક્ષિત રહીને પણ તર્કનો સહારો છોડ્યો નહોતો..અને તમે??

-વિજય મકવાણા
















Facebook Post : -

No comments:

Post a Comment