May 08, 2017

ક્રાંતિ યોગ્ય સમયે જ થાય છે : વિજય મકવાણા

અઢારેક વર્ષ થયાં એકવાર 14મી એપ્રિલ હતી. મેં પપ્પાને બે દિવસ અગાઉ કહ્યું 'પપ્પા 'ફલાણી પાર્ટી' છે તે આંબેડકર જયંતિ નિમિત્તે 'મફત' મુંબઇ લઇ જાય છે. ચૈત્યભુમિ જોવાની ઇચ્છા છે. જાઉં??'
પપ્પા: ત્યાં જઇને તમારે લુખ્ખાગીરી જ કરવાની ને?
હું: પણ, પપ્પા હું ક્યાં કદી..તોફાન..
પપ્પા: વિજુભાઇ ચૂપ રહો! તમારે જવું હોય તો આડા દિવસે તમારા બે ખાસ દોસ્ત લઇને જજો.'મફત' માં નહી આપણા પોતાના પૈસે..આ લોકો સાથે જશો તો ડંડા ખાશો..
હું: પણ પપ્પા આંબેડકર..
પપ્પા: શું આંબેડકર? ઘેટાં જેમ ગમે તેની પાછળ દોડ્યે જવાનું? દિશાવિહિન ટોળાંનો હિસ્સો બનવાનું? કોઇને તમારા ખભા પર પગ મુકી ખુરશી પર ચડાવી દેવાના? બેટા ભણ્યાં વિના, તર્ક કર્યા વિના કોઇ ક્રાંતિ સફળ નહી થાય..સૌથી અગત્યનું કંઇ હોય તો તે શૈક્ષણિક ક્રાંતિ છે. તમારી પાસે પોતાના વિચારો નહી હોય તો અન્ય લોકોના હાથા બની જશો. અહીં તમારી આસપાસ જેટલાં ભણવા માગે છે તેમને મદદ કરો. એ જ આંબેડકર બોલીને ગયાં છે. તમારી ઉંમર થશે, વિચારો પુખ્ત થશે, સાચી સમજણ આવશે તે દિવસે  તમને નહી રોકું.. ક્રાંતિ યોગ્ય સમયે જ થાય છે. ત્યાં સુધી તમારી આસપાસ એને બળ મળી રહે તેવો માહોલ બનાવો..તમે સબળ બનો બીજાને સબળ બનાવો..
~વિજય મકવાણા
#ફાધર્સ_ડે



















Facebook Post : -

No comments:

Post a Comment