May 08, 2017

ભારતીય બંધારણ અને જાતી નિર્મુલન : વિજય જાદવ

શુ ભારતીય બંધારણમાં એવી કોઇ વ્યવસ્થા કરાયેલી છે જેના દ્વારા જાતી નિર્મુલન શક્ય બને? 

થોડુ વિગતવાર ચકીસી લઇએ. 

ડો. બાબાસાહેબે ભારતીય બંધારણમાં દરેક નાગરીકને નીચે મુજબના હકો આપેલ છે. 

૧. સમાનતાનો અધિકાર (અનુચ્છેદ ૧૪થી૧૮)
૨. સ્વતંત્રતાનો અધિકાર (અનુચ્છેદ ૧૯થી૨૨)
૩. શોષણ વિરુદ્ધ અધિકાર (અનુચ્છેદ ૨૩થી૨૪)
૪. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર (અનુચ્છેદ ૨૫થી૨૮)
૫. સાંસ્કૃતિક અને શિક્ષણવિષયક અધિકાર (લઘુમતી અધિકાર) (અનુચ્છેદ ૨૯થી૩૦)

હવે તેમા અનુચ્છેદ 14 થી 17 પ્રમાણે

*અનુચ્છેદ ૧૪  :કાયદા સમક્ષ સમાનતા. મુજબ બંધારણમાં જણાવ્યું છે કે કાયદા સમક્ષ સૌ સમાન છે અને કાયદાનું સૌઍ સમાન રક્ષણ કરવું જોઇઍ ઍમા કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન હોવો  જોઇઍ.

*અનુચ્છેદ ૧૫ સામાજીક સમાનતા અને જાહેર સ્થળો પર સમાનતા.

જે મુજબ બંધારણમાં જણાવ્યું છે કે ફક્ત જાતિ, જ્ઞાતિ, ધર્મ, લિંગ અને જન્મ સ્થળનાં આધારે ભેદભાવ રાખી શકાય નહિ. તેમજ દરેક વ્યક્તિને જાહેર સ્થળો પર જવાનો અધિકાર છે.
ઉ.દા. જાહેર બગીચા, સંગ્રહાલય, મંદિર, પાણીનાં કુવા.

*અનુચ્છેદ ૧૬ જે મુજબ બંધારણમાં જણાવ્યું છે કે સરકારી નોકરીઓમાં સૌને સમાન તક મળવી જોઇઍ. તેમજ ઍમ પણ જણાવ્યું છે કે દરેક રાજ્યે પછાત વર્ગો માટે અમુક જગ્યા અનામત રાખવી તેમજ જો કોઈ ધાર્મિક સંસ્થા હોય તો તેનો કારોભાર પણ તે જ ધર્મનાં કોઈ વ્યક્તિને આપવો.

*અનુચ્છેદ ૧૭ અસ્પૃશ્યતા નિવારણ. જે કોઈ પણ વ્યક્તિ અસ્પૃશ્યતાનું આચરણ કરતુ હોય તે કાયદા નો ભંગ છે જે મુજબ કાયદા દ્વારા સજા પણ મળે છે. પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ ઍક્ટ ૧૯૭૬ અંતર્ગત કોઈ પણ વ્યક્તિ ને પાણીની ટાંકી કે કુવામાંથી પાણી ભરતા રોકવુ તે સજાને પાત્ર છે,

અનુચ્છેદ 24 મુજબ તમે જે નોકરી/ધંધો કરો તમારુ શોષણ ના કરી શકાય. માથે મેલુ ઉપાડવુ કે મરેલ ઢોરના નિકાલની તમને ફરજ ના પાડી શકાય. 

*ધાર્મિક_સ્વતંત્રતાનો અધિકાર (અનુચ્છેદ 25-28)અનુચ્છેદ : અંતઃકરણપૂર્વક ધર્મની માન્યતા, આચરણ અને પ્રચાર કરવાની માન્યતા
અનુચ્છેદ  : ધાર્મિક બાબતોનો વહીવટ કરવાની માન્યતા
અનુચ્છેદ : ધર્મની ઉન્નતિ માટે કરસંબંધી રક્ષણ
અનુચ્છેદ :  ધાર્મિક ઉપાસનામાં હાજરી અંગેની સ્વતંત્રતા

ઉપર મુજબના અનુચ્છેદ 25 પ્રમાણે કોઇપણ વ્યક્તિ પોતાને ઉચિત લાગતો કોઇપણ ધર્મ પાળી શકે છે. અને તે ધર્મનો પ્રચાર પણ પોતાની રીતે કરી શકો છો, ના નથી પરંતુ કોઇને બળજબરી ના કરી શકો. 
તમારી ઇચ્છા મુજબની અટક રાખી શકો છો. 

હવે આ મુજબ નુ અર્થઘટન કરીએ તો બાબાસાહેબે તમામ હકો પ્રમાણે જાતિવીહીન સમાજની રચના કરવા તમામ પ્રબંધ કરેલ છે. હવે એ તમારે માનવુ ના માનવુ તમારી મરજીની વાત છે.  સમાનતા સ્થપાય એટલે જાતિનુ મહત્વ રહેતુ નથી. મતલબ જાતિવિહીન સમાજની રચના એ બાબાસાહેબનુ સ્વપ્ન હતુ. એ એમણે લેખિતમાં કરી બતાવ્યુ છે.

-- વિજય જાદવ 







No comments:

Post a Comment