May 08, 2017

ખોટું હોય તો મોહનલાલ ફટ્ટ કહેજો : વિજય મકવાણા

ખોટું હોય તો મોહનલાલ ફટ્ટ કહેજો!!

1947 આઝાદી પહેલાં સવર્ણો-દલિતો વચ્ચે જે ભાઇચારો હતો તેને નજર લાગી ગઇ! રોજ સાંજે સવર્ણો પોતાના ખેતરમાં ઉંચા મુલે કામ કરતાં દલિતોનો થાક ઉતારવા તેમના પગનું કળતર મટાડવા ગરમ પાણી લઇને જતાં..ચોળી ચોળીને માલિશ કરતાં..દલિત બહેનોએ 'વીર પસલી' ના રોજ બનાવેલી રાબના સવર્ણ ભાઇઓ સબડકાં ભરતાં..માહોલ એવો પ્રેમમય રહેતો કે દલિતો આંખમાં ઝળઝળીયાં લાવી કહેતાં કે બસ કરો! ગળે ડુમા આવે છે..! પણ સવર્ણપ્રેમ છલકાતો રહેતો..!! દલિતો ઉંચી મજુરીની લ્હાયમા પોતાના બાળકોને શિક્ષણ નહોતા લેવા દેતા..એથી દુખી થયેલાં સવર્ણોએ પરાણે દલિતોના બાળકોને આઠ-આઠ કિમી ખભે ઉપાડી ભણવા મુકવા જતાં..ન જાણે ક્યાંથી આંબેડકર આવ્યાં..અનામત લાવ્યા..અને સદીઓ પુરાણા, વાટકી વ્યવહારવાળા સ્નેહપૂર્ણ સંબંધની મેથી મારી દીધી...!!
-વિજય મકવાણા













Facebook Post :-

No comments:

Post a Comment