May 08, 2017

સાંભળાજો મોહનલાલ : વિજય મકવાણા

મોહનલાલ..! મારી પાસે બહું નાનાં નાનાં સપનાં છે..આછી પાતળી આશાઓ..પૂરી થઈ જાય એટલે સંતુષ્ટ થઈ જઈશ!! માત્ર મારા-તમારા ગામમાં..
એક વાલ્મિકીની વણેલાં ગાંઠીયાની લારી હોય!
એક ચમારની ચાની કિટલી હોય!
એક વણકર વડાપાંઉ વેચતો હોય!
એક સેનવાની કરીયાણાંની દુકાન હોય!
એક તૂરીની દુધની દુકાન હોય..!
એક બારોટની શાકભાજીની રેંકડી હોય!
આ બધાંનો ધિકતો ધંધો હોય..ગામ આખાની ઘરાકી હોય..એટલે હું શાંત બેસી રહિશ..તમારી સાથે જનમોજનમની દોસ્તી..જાઓ મોહનલાલ વચન આપું છું!!
-વિજય મકવાણા














Facebook Post :-

No comments:

Post a Comment