- મોલમાં આપણે કમિશન માંગતા નથી, શાકભાજી વાળા પાસે ડિસ્કાઉન્ટની સાથે ધાણા પણ માગીયે છે.
- લગભગ દરેક ભારતીય પાસે મોબાઇલ છે પરંતુ ૬૦ ટકાથી વધુ ના ઘરમા આજે પણ સંડાસ નથી.
- જાહેરમા કીસ કરવી ગુન્હો બને છે, પણ જાહેરમા પેશાબ કરવો તેને કોઇ શરમની વાત પણ કહેતું નથી.
- આપણી દેશદાઝ સોશિયલ મીડીયા પર દેખાય છે પરંતુ આપણી આસપાસ ગંદકીના ઓથાર ઉભા કરીયે છે.
- મારા ધર્મ વિશે એક પણ ખરાબ શબ્દ હુ સાંખી શકીશ નહી પરંતુ બીજાના ધર્મની ઠેકડી ઉડાદતો રહીશ.
- દીકરીના શિક્ષણ માટે મારી પાસે કઇ નથી પરંતુ તેના દહેજ માટે લાખોની રકમ ભેગી કરીશ.
- ખેલાડીઓ ભુલાતા જાય છે. પરંતુ તેમની ઉપર બનાવેલા ફિલ્મોના અભિનેતા કે અભિનેત્રીને આપણે યાદ રાખીયે છીએ
- દેવી માતાની પુજા કરીશું, પરંતુ બાળકીનો જન્મ થવા નહી દઇએ.
દિનેશ મકવાણા
મણીનગર અમદાવાદ
૨/૧૦/૨૦૧૭
No comments:
Post a Comment