November 21, 2018

બહુજનોના હક અને અધીકાર પ્રત્યે નહેરુનું વલણ

By Kiritkumar Pravasi ||  Written on 16 Nov 2018




એ સમયે એવો હતો કે મોટાભાગે દલિત-આદિવાસીને માટે જ અનામત ઉપલબ્ધ હતી. 54% જેટલી વસ્તી ધરાવનાર ઓબીસી સમાજને કેન્દ્ર સરકારની નોકરીઓમાં અનામત મળતી ન હતી.મોટા ભાગના રાજ્યોમાં પણ ઓબીસી માટે આયોગ બન્યા ન હોવાથી રાજ્ય સરકારની નોકરીઓમાં પણ અનામત મળતી નહોતી આવા સમયે 27 જૂન 1961ના રોજ નહેરુ કોંગ્રેસી મુખ્યમંત્રીઓને ગુપ્ત પત્ર લખીને જણાવે છે અનામતનો અમલ કરવો નહિ, અનામતથી બેવડી નાગરિકતા પેદા થાય છે.(ધર્માન્તરથી બેવડી નાગરિકતા પેદા થાય છે,એવા હિન્દુત્વવાદીઓના મત જેવું જ !)




ડૉ. આંબેડકરે નહેરુના મંત્રીમંડળમાંથી રાજીનામુ આપ્યું તેમાં પ્રમુખ બે કારણ હતા.એક તો ઓબીસીને અનામત મળે તે માટે નહેરુ ગંભીર નહોતા અને બીજું કે હિન્દૂ મહિલાઓની મુક્તિ માટેનું હિન્દૂ કોડ બિલ નહેરુએ રૂઢિવાદીઓના દબાણમાં આવીને પડતું મૂક્યું હતું...!!! આંબેડકરના રાજીનામાથી દબાણમાં આવી જઈને નહેરુએ ઓબીસીને કેન્દ્ર સરકારની નોકરીઓમાં અનામત મળે તે માટે કાલેલકર આયોગ જરૂર બનાવ્યું પણ તેની ભલામણોનો અમલ ક્યારેય કર્યો નહિ, તેને અભરાઈ પર ચડાવી દેવામાં આવ્યું...!!! સન 1950 પહેલા દલિત મુસ્લિમ અને દલિત ખ્રિસ્તીઓને મળતી અનુસૂચિત જાતિ માટેની અનામત પણ નહેરુએ રાષ્ટ્રપતિ દ્વારા એક ઓર્ડર બહાર પડાવી રદ કરી.અલબત્ત આધુનિક ભારતના ઘડતરમાં રેશનાલિસ્ટ જેવા લાગતા નહેરુનો ફાળો કમ નથી પણ બહુમતી બિનસવર્ણ પ્રજાના બંધારણીય અધિકારોના પણ તેઓ વિરોધી હતા એ પણ સત્ય છે !



Facebook Post :-
 

No comments:

Post a Comment