November 21, 2018

વધુ એક બ્રાહ્મણ વડાપ્રધાન મોરારજી દેસાઈ અને બિનસવર્ણ વર્ગ

By Kiritkumar Pravasi ||  Written on 18 Nov 2018


કનૈયાકુમાર નામના બિહારી બ્રાહ્મણથી પ્રભાવિત લોકોએ આ પોસ્ટ ખાસ વાંચવી. આવા જ એક બિહારી બ્રાહ્મણ હતા જયપ્રકાશ નારાયણ. જયપ્રકાશ નારાયણે 15 જૂન 1975ના રોજ પટનાના ગાંધી મેદાનમાં વિદ્યાર્થીઓના વિશાળ સમૂહ સામે "સંપૂર્ણ ક્રાંતિ"ની જરૂર છે એવી ઘોષણા કરી.અત્યારે કનૈયો ક્રાંતિ કરી નાખશે એવું ઘણાને લાગે છે તેમ આ બીજા ગાંધી જયપ્રકાશ પણ ક્રાંતિ લાવી દેશે એમ લોકોને લાગેલું ! ત્યાર બાદ ઈન્દીરાની સરકારે કટોકટી લાદી, કટોકટી બાદ જનતા પક્ષને બહુમતી મળી. તે સમયે શૂદ્ર જાટ જાતિના ચૌધરી ચરણસિંહ અને અનુસૂચિત જાતિના બાબુ જગજીવન રામ વડાપ્રધાન બનવા માટેની રેસમાં હતા, પણ પ્રથમ ગાંધીની જેમ જ આ બીજા ગાંધી જયપ્રકાશ નારાયણે વડાપ્રધાન બનાવવા માટે પોતાની પસંદગી બ્રાહ્મણ જાતિના ગુજરાતના મોરારજી દેસાઈ ઉપર ઉતારી મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા, ત્યારે તેમની ઉંમર 81 વર્ષની હતી. 24 માર્ચ 1977ના રોજ મોરારજીભાઈ વડાપ્રધાન બન્યા અને 28 જુલાઈ 1979 સુધી વડાપ્રધાન રહયા ગાંધીવાદી અને પૂર્વ કોંગ્રેસી એવા મોરારજી દેસાઈ પણ ઈન્દિરાના માર્ગે જ ચાલ્યા અને 9 રાજ્યોમાં કોંગ્રેસી સરકારો હતી તેને બરખાસ્ત કરી નવેસરથી ચૂંટણી કરાવી, જે તેમનું લોકશાહી વિરોધી વલણ હતું તેમને એક એ રીતે પણ યાદ રાખી શકાય છે કે તેમણે પણ મોદીની જેમ નોટબંદી કરાવી હતી.100 રૂપિયાથી વધુ કિંમતની નોટો તેમણે રદ કરી નાખી નાખી હતી. જનતાપક્ષમાં જનસંઘ (હાલનું ભાજપ ) સામેલ હતો તો સાથે સાથે પછાત વર્ગના નેતાઓ પણ તેમાં મોટા પ્રમાણમાં હતા.જનતાપક્ષે ચૂંટણી ઢંઢેરામાં ઓબીસી માટે કાલેલકર આયોગ લાગુ કરવાનું વચન આપ્યું હતું જનતાપક્ષમાં રહેલા પછાત વર્ગના નેતાઓ મોરારજીભાઈ ઉપર કાલેલકર આયોગ લાગુ કરવા માટે દબાણ કરવા લાગ્યા જ્યારે ખૂબ જ પ્રેશર વધી ગયું ત્યારે મોરારજીભાઈએ વાત ટાળવા માટે કહ્યું કે કાલેલકરનો રિપોર્ટ ખૂબ જૂનો થઇ ગયો છે માટે નવું આયોગ બનાવીએ. 20 ડિસેમ્બર 1978ના રોજ મંડલ આયોગ બનાવવામાં આવ્યું મંડલ આયોગે પોતાનો રિપોર્ટ 12 ડિસેમ્બર 1980ના રોજ કેન્દ્ર સરકારને સોંપ્યો ત્યારે મોરારજી સરકાર વિદાય લઇ ચૂકી હતી અને ઈન્દીરાની સરકાર સત્તામાં આવી ચૂકી હતી.
આમ, મોરારજી દેસાઈની સરકારે ઓબીસીને કોઈ જ વાસ્તવિક લાભ થાય એવું કોઈ પગલું ભર્યું નહિ. અનુસૂચિત જાતિ/જનજાતિની કેન્દ્ર સરકારની નોકરીઓમાં રહેલી જગ્યાઓ ભરાય તે માટે પણ કોઈ કાળજી લીધી નહિ.દલિત ખ્રિસ્તી અને દલિત મુસ્લિમને માન્યતા માટેનો પ્રશ્ન તેમની સરકારમાં પણ ઉકલી શક્યો નહિ.અગાઉના બ્રાહ્મણવાદી વડાપ્રધાનોની જેમ જ આ બ્રાહ્મણ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈએ શાસન કર્યું અને તેઓ પણ બહુમતિ બિનસવર્ણ વર્ગના હિતોની વિરુદ્ધમાં હતા.

Read this too : 


Facebook Post : 

No comments:

Post a Comment