November 22, 2018

ભારતની પ્રથમ લોકસભા ચૂંટણી અને બાબા સાહેબ આંબેડકર

By Vijay Makwana  || 1 July 2017 



ભારતની પ્રથમ લોકસભા ચૂંટણી હતી. બાબાસાહેબે પોતાની રચેલી પાર્ટી શિડ્યુઅલ કાસ્ટ ફેડરેશન તરફથી બોમ્બે નોર્થ મતવિસ્તારમાંથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું. કોંગ્રેસે બાબાસાહેબ સામે એક દલિત ફેરીયાને ઉભો રાખ્યો નામ એનું નારાયણ કાજરોલકર. એ વખતે બાબાસાહેબ સામે બીજો પણ એક ઉમેદવાર પણ ઉભો રહેલો તે કોમ્યુનિસ્ટ પાર્ટી તરફથી ઉમેદવાર હતો. કોમ્યુનિસ્ટ પાર્ટી ના સ્થાપક હતા શ્રીપદ અમૃત ડાંગે. બન્ને પાર્ટીના ઉમેદવારોએ મળીને બાબાસાહેબ વિરુદ્ધ પુષ્કળ પ્રચાર કરેલો. બાબાસાહેબને 'રાષ્ટ્ર દ્રોહી' કહેલાં. તેમણે પત્રિકાઓ છાપી પ્રચાર કરેલો કે, ભારત-પાકિસ્તાનના ભાગલાની તરફેણ કરનાર આંબેડકર દેશનું વિભાજન ઇચ્છતા હતાં..તેઓ કાશ્મિરના વિભાજનની પણ તરફેણ કરે છે..વિગેરે..વિગેરે..

આમ કોંગ્રેસ-સીપીઆઈના સહિયારા જબરદસ્ત ચૂંટણી પ્રચારના કારણે બાબાસાહેબ હારી ગયાં. અને 'રાષ્ટ્રવાદી' 'દેશભક્ત' કાજરોલકર જીતી ગયો! પાછળથી આ કાજરોલકરને પદ્મભૂષણ નામનું ઇનામ પણ અપાયું..

પણ મુદ્દાની વાત એ છે કે, આજે કોંગ્રેસ-સીપીઆઈ સ્વયં પોતાની પ્રસરાવેલી 'રાષ્ટ્રદ્રોહી' 'રાષ્ટ્રવાદી' વાળી થીયરીથી ગુંગળાઇને મરી રહી છે. તેમના બન્ને રાષ્ટ્રવાદી ઉમેદવાર 'ગૂગલ' સર્ચ કરો તોય માંડ માંડ મળે છે.

જય આંબેડકર દોસ્તો!

No comments:

Post a Comment