March 12, 2020

ભેદભાવ વિનાની દુનિયા જોવા હજી કેટલે દૂર જવું પડશે??

By Vijay Makwana  || 02 Oct 2019

Image result for kepler star

તમને એ ખબર છે કે, પ્રકાશ એક વર્ષમાં જેટલા કિલોમીટર ચાલે તેટલાં અંતરને એક પ્રકાશવર્ષ કહે છે. આ સામાન્ય વાત થઈ! તમને એ પણ જાણ છે કે કોઈપણ વસ્તુ કે ચીજ પર પ્રકાશ ના કિરણો પડે અને તે કિરણો પરાવર્તિત થઈ આપણી આંખની કીકી સુધી પહોંચે એટલે જે તે ચીજને આપણે જોઈ શકીએ છીએ..મતલબ કે આપણી આંખ અને જે તે ચીજ વસ્તુની વચ્ચે રહેલું અંતર પ્રકાશ કાપે છે..સરળ અર્થમાં સફર કરે છે. જો તે ચીજ એક પ્રકાશવર્ષ દૂર હોય તો? સ્વાભાવિક છે કે તે એક વર્ષ આપણી આંખને મોડી દેખાશે!

તસવીરમાં દેખાતો કેપ્લર નામનો તારો આપણી પૃથ્વીથી 5000 પ્રકાશવર્ષ દૂર છે. જે સૂર્ય કરતા બે ગણો મોટો છે.

તમે કલ્પના કરી લો! તમે કેપ્લર ની આસપાસ ફરતા કોઈ ગ્રહ પર બેઠા છો અને આપણી પૃથ્વી તરફ નજર કરો! પૃથ્વી પર સિંધુ સંસ્કૃતિના લોકો નહેરો ખોદી રહ્યાં છે, માટી ની ઈંટો બનાવી રહ્યાં છે. હાર બંધ મકાનો બનાવી રહ્યાં છે. ગોદામમાં માલ ભરી રહ્યાં છે, નાના ભૂલકાઓ માટીના ગાડાં થી રમી રહ્યા છે. વિશાળ સ્નાન ઘરોની આસપાસ આવેલાં કૂવાઓ પર પનિહારીઓ માટી ના ઘડાઓથી પાણી ભરી રહી છે..હવે બોલો કેટલું સુરમ્ય મનોહર જાતિ અને જાતિવાદ વિહીન દ્રશ્ય ચાલી રહ્યું છે??!! ભેદભાવ વિનાની દુનિયા જોવા હજી કેટલે દૂર જવું પડશે??

તમે તર્ક સાથે વિજ્ઞાન ને ભેળવી દો તો કેટલાય સુંદર દૃશ્યો જોવા મળે! બસ નજર હોવી જોઈએ! લવ યુ ઓલ! જય આંબેડકર!

No comments:

Post a Comment