March 12, 2020

કટ પેસ્ટ કરી શેયર કરવા જેવી મસ્ત મુદ્દાની વાત!

By Vijay Makwana  || 04 Oct 2019




આજે તમારા માટે કટ પેસ્ટ કરી શેયર કરવા જેવી મસ્ત મુદ્દાની વાત!

અંગ્રેજી બહુ સુંદર ભાષા છે. વાંચતા, લખતા અને બોલતાં તમે આરામથી, સરળતાથી શીખી જાઓ. પણ દરેક ભાષાનું પોતાનું આગવી બોલચાલની શૈલી હોય છે. ખરેખર સરળ શબ્દોમાં કહીએ ભાષાનું માધુર્ય તેના રૂઢિપ્રયોગો અને શબ્દસમૂહો હોય છે. તમે અંગ્રેજી શીખી જાઓ તમે લખવા બોલવાની માસ્ટરી કેળવી લો તોય તમે રૂઢિપ્રયોગો અને શબ્દસમૂહો નો યોગ્ય પ્રયોગ ન કરી શકો તો માસ્ટર નથી ગણાતા!
હવે મૂળ વાત.. બાબાસાહેબ નું અંગ્રેજી ભાષા પર તમામ બાબતે સંપૂર્ણ પ્રભુત્વ હતું. અને અંગ્રેજી ભાષામાં પ્રસ્થાપિત લેખક હતા. અને તે ભાષાના ઉત્તમ વક્તા હતા. તેમનું પોતાનું અંગત પુસ્તકાલય હતું જેમાં ૫૦૦૦૦ પુસ્તકો હતા. અને તમને જણાવી દઉં કે ૧૭ મી થી ૧૯ મી સદીના તમામ ખ્યાતનામ અંગ્રેજી લેખકોના જ 17000 થી વધારે પુસ્તકો તેમની પાસે મૌજુદ હતા! બાબાસાહેબે પોતાના તમામ વોલ્યુમ માત્ર ને માત્ર અંગ્રેજી ભાષામાં જ લખ્યા છે.

હવે બીજી વાત! સરકારે આ તમામ વોલ્યુમ નું જુદી જુદી ભાષાઓમાં ભાષાંતર કરાવ્યું છે. તમને બધાને એમ હશે કે સરકારે જેમને આ જવાબદારી સોંપી તે અંગ્રેજીમાં વિદ્વાન અને પારંગત હશે ! તો જવાબ છે ના! એ લોકો માત્ર અગ્રેજી લખી, બોલી, વાંચી શકતા જ લોકો છે.. વિદ્વાન નહિ! કે પારંગત પણ નહિ!

તે વિદ્વાન હોત તો અહી નીચે જણાવેલ વિગત વાંચો!

ડૉ ભીમ રાવ આંબેડકરનો એક સુપ્રસીદ્ધ ગ્રંથ છે “WHO WERE THE SHUDRAS?” કે જે ૧૯૪૭ મા પ્રકાશીત થયેલ હતો. તેની પ્રસ્તાવનામા નીચે પ્રમાણે તેમણે બે વાક્યો લખેલ છે આજે તેના પર ચર્ચા કરીએ.
- બાબા સાહેબે અંગ્રેજીમા લખેલુ મુળ લખાણ :

It may well turn out that this attempt of mine is only an illustration of the proverbial fool rushing in where the angels fear to tread. But I take refuge in the belief that even the fool has a duty to perform, namely, to do his bit if the angel has gone to sleep or is unwilling to proclaim the truth. This is my justification for entering the prohibited field.

- બાબા સાહેબના આ મુળ વાક્ય નો અર્થ હિંદી ભાષાંતર કરનાર કમીટી એ નીચે મુજબ કર્યો છે. :
इस प्रकार इस विषय पर मेरी मान्यता है कि मेरा यह प्रयास कुछ इस प्रकार का है कि इस विषय को छूने में देवदूत तक घबरा जाते हैं उसको मैं स्पर्श करुं. मैं यह मान कर संतोष करता हूं कि अनधिकारी का भी परम कर्तव्य है कि जब देवदूत सो जाएं या सत्य की उद्धोषणा से बचें वह अपना प्रयास जारी रखें. इस निषिद्ध क्षेत्र में मेरे प्रवेश का यही औचित्य हैं.

- હવે આ જ વાક્યો નો ગુજરાતી અનુવાદ કરનાર કમીટીએ જે અનુવાદ કર્યો છે તે જોઇએ. :
જો કે એવું લાગે છે કે , “ જયાં દેવદૂતો જતાં ડરે છે એવા ક્ષેત્રમાં મૂર્ખાઓ ધસી જાય છે ”
એવી કહેવત તો છે જ છતાંય મને લાગે છે કે મુર્ખ માણસે પણ પોતાનું કર્તવ્ય બજાવવાનું હોય છે . જો દેવદૂતો પોતાની ફરજ ન બજાવતા હોય તો સત્ય શોધવા માટે મૂર્ખ માણસે તો એમાં ચંચુપાત કરવો જ જોઈએ . પ્રતિબંધિત ક્ષેત્રમાં પ્રવેશ અંગે મારે આટલું જ કહેવું છે.

પરંતુ મારા મામાશ્રી વિશાલ સોનારાના મત મુજબ તેનો યોગ્ય ભાવાનુવાદ નીચે મુજબ છે... ભાવાનુવાદ વાંચો!
"એમ કહિ શકાય કે આવા મુદ્દાઓ (જાતિને લગતા) ઉપર જ્યારે હોંશીયાર લોકો પણ બચીને ચાલતા હોય ત્યારે મારો આ પ્રયત્ન થોડો બીન અનુભવી અથવા ઉતાવળીયો લાગી શકે છે. પણ જ્યારે પ્રખર વિદ્વાનો પણ જ્યારે ઘોર તંદ્રામાં હોય અથવા સત્ય કહેવા માટે તૈયાર ન હોય ત્યારે સામાન્ય વ્યક્તિઓની એ ફરજ બની જાય છે કે સત્યને ઉજાગર કરવા માટે પ્રયત્નો કરવા જ જોઇએ. જે ક્ષેત્રમાં પ્રવેશવા પર અધોષીત પ્રતિબંધો લાદવામા આવી રહ્યા છે તે બાબતો પર ટીપ્પણી કરવા માટે મારા માટે આટલી સમજણ પર્યાપ્ત છે."

વાંચી લીધું? હજી પણ તમને ગતાગમ ના પડી હોય તો મારા મામા શ્રી વિશાલ સોનારા તમને આ રીતે સમજાવે છે..

અંગ્રેજી ભાષામાં અઢારમી સદી ની શરૂઆતમાં એક વિદ્વાન કવિ થઈ ગયા. નામ એમનું એલેક્ઝાન્ડર પોપ! તેમણે ૧૭૧૧ ની સાલમાં તેમના કાવ્ય An essay on criticism માં એક શબ્દસમૂહ નો પ્રયોગ કરેલો! જે આખો શબ્દસમૂહ આ છે! Fools rush in where angels fear to tread..!

જેનો વાસ્તવિક અર્થ એ થાય છે કે, જ્યારે પ્રખર વિદ્વાનો પણ જ્યારે ઘોર તંદ્રામાં હોય અથવા સત્ય કહેવા માટે તૈયાર ન હોય ત્યારે સામાન્ય વ્યક્તિઓની એ ફરજ બની જાય છે કે સત્યને ઉજાગર કરવા માટે પ્રયત્નો કરવા જ જોઇએ!

તમે શબ્દસમૂહ નો વાસ્તવિક અર્થ ચકાસી શકો છો! મારી ના નથી.. પણ હું તમને કહી દઉં છું કે, My Darling Mamu was forced by me to burn the midnight oil to get this marvelous post!



- વિજય મકવાણા & વિશાલ સોનારા

1 comment: