July 26, 2017

સામાન્ય માણસ હિન્દુ મુસલમાન નથી હોતો

By Kirit Parmar  || 22 July 2017 at 15:59 


ગઈકાલે સાંજે ઓફિસ થી આવતો હતો
વરસાદી વાતાવરણ ને લીધે બસ માં જવાના બદલે રીક્ષા માં જવાનું નક્કી કર્યુઁ
લાલ દરવાજાએ થી એક રીક્ષા માં બેઠો .કાકા ની રીક્ષા જોઈ બહુ ગમ્મત સૂઝિ મને
એમ થયુ કે કોઈ ભક્ત કે ભુવાની રીક્ષામાં બેસી ગયો છુ
અંદર ની બન્ને સાઇડ ભગવાન માતાજી ના ફોટા હતાં
પાછળ જય શ્રી રામ લખેલ હતું
કાકાએ તિલક તથા હાથ માં માલા પહેરી હતી
મને એમ કે તેઓ ચુસ્ત હિન્દુ જ હશે .

રીક્ષા થોડી આગળ ગઇ
ગાયકવાડ હવેલી આવી ત્યા એમને અચાનક રીક્ષા રોકી
મને થયુ કે રીક્ષા બગડી
પણ જ્યા રીક્ષા ઊભી રાખી ત્યા જ એક બીજી રીક્ષા ઊભી હતી
જે બંધ પડી હતી

એ રીક્ષા ચાલક જુવાન છોકરો હતો 30-35 વર્ષ હશે કદાચ

એ રીક્ષા માં બીજા
એક મુસ્લિમ વ્રુદ્ધ કપલ્ હતું

મારી રીક્ષાવાલા કાકાએ પેલા યુવાનને કહ્યું #તુમ_બેઠ_જાઓ_મે_પિછે_સે_ધક્કા_દેતાં_હુ

અને રિક્ષા ચાલુ કરી ને એ જુવાનની રીક્ષા ને જમાલપુર દરવાજા સુધી લઈ ગયા !

પછી પેલા યુવાને #થેઁક્સ_ચાચા કહ્યું ને બદલામાં આ કાકાએ ખાલી સ્માઇલ જ આપી !

પછી આગળ જતાં મે પુછ્યુ

#કાકા તમારા મિત્ર હતા એ ભાઇ !

#ના :એમને કહ્યું

તો પણ તમે ઓટો ઊભી રાખી ને મદદ કરી ખૂબ સરસ કહેવાય

#હા કરવી જ પડે ને ! એક તો ધંધા ની રીતે જોવા જઇએ તો અમારી બીરાદરી નો થાય !ભાઇ થાય !

બીજું આ ચોમાસા ના વાતાવરણમાં કોઈ ની પણ ઓટો બગડે તો અમે ઓટો વાલા એક બીજાને મદદ કરીએ જ .અમારી એક જ પહેચાન ઓટોવાલા

અને ત્રીજુ એ ઓટો માં બે ઉંમરલાયક માણસ હતાં .એની ઓટો બગડી છતા એ બંને ને ઊતરી બીજી રીક્ષા લઈ લેવાનું ન કહ્યું ને વરસાદ માં એમને અંદર જ બેસાડી રાખ્યા .એટલે મને સમજાઇ ગયું કે એ છોકરો દયાભાવ ધરાવે છે .તો મારે પણ થોડી માનવતા બતાવવી પડે કે નહી? એમાં ધર્મ જાતિ એવું વધુ ન જોવાય .બધાય સરખા જ છે !

#બધાય સરખા જ છે એ વાત હ્રદય ને સ્પર્શી ગઇ

આટલી સરળ વાત સમજવામાં મોટા મોટાં ગ્રંથો ના જાનકારો,કોલેજો કરેલ ,phd કરેલ ,લોકો  નિષ્ફળ  નિવડ્યા છે !

મારો વિસ્તાર આવતાં હુ ઊતરી ગયો

મે ભાડું આપીને થેઁક યુ કહ્યું

જવાબ માં એમણે #જય_શ્રી_રામ કહ્યુ
મે પણ હસીને જય શ્રી રામ કહ્યું !
- Kiritkumar Manjulaben Vitthalbhai









No comments:

Post a Comment