July 26, 2017

ભારતીય સંવિધાન અને મહિલાઓ

By Kirit Parmar  || 25 July 2017 at 21:00


અમે અમસ્તા  જ સંવિધાન ના ગુણગાન નથી ગાતા
જાતિવાદ
મનુવાદ
અને લિંગભેદ થી ગ્રસિત આ દેશ માં મહિલાઓ ની પરિસ્થિત કયારેય સારી ન હતી
આઝાદી પછી પણ સારી ન જ હોત જો આંબેડકર નૂ બંધારણ અસ્તિત્વ માં ન હોત .
અહીં મર્દ હોવાનો ખોટો ગર્વ લેવામાં આવી રહ્યો છે.

મહિલાઓ છોકરા પેદા કરવાં ,ચૂલો કરવો ,કુટુંબ ને સાચવવુ જેવાં અનેક કામો ના હાસિયા માથી બહાર નીકળી ને વિવધ ક્ષેત્રો માં  સફળતા શિખરો સર કરી રહી છે તે પણ ઘણા પુરુષવાદી દંભી માનસિકતા ધરાવતાં લોકો જોઈ શકતા નહી હોય .

આવાં નર્યા ભેદભાવ વખતે ભારતનું સંવિધાન જ એમનાં માનવીય હકો નૂ રક્ષણ કરી રહ્યું છે .માનવ હોવાનું ગર્વ અપાવી રહ્યું છે .પુરુષ સમોવડિ થવાની તક આપી રહ્યું છે .લિંગ ના ભેદ ને કારણે એમની સાથે કોઈ ભેદભાવ નહી થાય એની ખાતરી આપી રહ્યું છે .ફક્ત જરૂર છે પોતાના એ હકો ને જાણવાની અને એનાં માટે લડવાનિ.

એક પુરુષ કોઈ ક્ષેત્રમાં સફળ થાય તો એનાં માટે બધી શક્યતાઓ ના દરવાજા ખુલી જાય છે અને મહિલાઓ માટે આવી કોઈ યોજના નથી એવું માત્ર આપણા આ મહાન દેશમાં જ થઈ શકે !

મહિલાઓ ના વિકાસમાં સંવિધાન જેટલો મહત્વનો ભાગ કોઈ ભજવી શકે એમ નથી .પણ આ મહિલાઓ ના સંઘર્ષ માં મદદ કરનાર માતા પિતા ભાઇ બહેન કે પતિ કે કોઈ પણ જે સમાજ ની રૂઢિ ની અવગણના કર્યા વિના stand by રહેનારા દરેક જણ અભિનંદન ને પાત્ર છે .
બસ મહિલાઓ ભારતીય બંધારણે આપેલ હકો નૂ મહત્વ સમજી બંધારણને બિરદાવવૂ રહ્યું .જ્યા સુધી આંબેડકર નૂ સંવિધાન અસ્તિત્વમાં છે ત્યાં સુધી મહિલાઓ ,શોષિતો ,પીડિતો ના હકો પર કોઈ તરાપ નહી મારી શકે એની મને ખાતરી છે

જય ભીમ

જય સંવિધાન

કિરીટ પરમાર







No comments:

Post a Comment