August 21, 2017

પોતાની ધાર્મીક માન્યતાઓ ને બુદ્ધિ નો ઉપયોગ કરી વાસ્તવિકતા સાથે સરખાવો

By  || 26 June 2017 at 11:39

હિન્દુ ધર્મમાં ઊંચ નીચ ના ભેદભાવ, સ્ત્રીઓ ને પગ ની જૂતી સમજી એના અધિકારો થી વંચિત રાખવી, ધર્મ ના નામ પર નીચી જાતિ કે ગરીબ લોકો ઉપર શોષણ કરવું કે એમને મારી નાખવા... અને હજુ કેટલાય અત્યાચાર આ 21મી સદી માં પણ ચાલુ જ છે... પણ હવે શિક્ષણના લીધે લોકો જાગૃત બન્યા છે અને આ ધર્મ ના દંભ માંથી બહાર નીકળી રહ્યા છે.. અને એવો ધર્મ અપનાઈ રહ્યા છે... જેમાં કોઈ જ ઊંચ - નીચ ના ભેદભાવ નથી, સ્ત્રી - પુરુષ ના ભેદભાવ નથી, સ્ત્રીઓ ને તેના અધિકાર થી વંચિત નથી રાખવામાં આવતી... અને ખાસ તો માણસ ને માણસ સમજવામાં આવે છે... દેશ ની આ હાલત ના જવાબદાર વર્ષો થી ચાલી આવતી અમાનવીય પ્રથા... પણ આજે શિક્ષિત બનીને પણ ફર્ક શું પડ્યો????? શિક્ષણ શીખવે છે કે પોતાની બુદ્ધિ વાપરવી... પણ જ્યારે જાતિવાદ આવે ત્યારે લોકો જાનવર કેમ બની જાય છે????? શું આ હિન્દૂ ધર્મ શીખવે છે???? મનુસ્મૃતિ માં તો જાતિવાદ જ ભર્યો છે... તો શું આ ધર્મ માનવીય ધર્મ છે કે અમાનવીય???? શું માણસ ને જીવવા માટે ધર્મ ની જરૂર છે???? માણસ ફક્ત માણસ બની ને ના જીવી શકે??? જેનો ધર્મ હોય માત્ર "માનવતા ધર્મ" અને એ છે "બૌધ્ધ ધર્મ".. અને બૌદ્ધ ધર્મ ના અપનાવો તોય માણસ તો બનાય જ.....
લિ.
વંદના ચાવડા જાદવ

વધારે માહિતી માટે બધા ધર્મ ની પુસ્તકો વાંચો અને એને પોતાની બુદ્ધિ નો ઉપયોગ કરી વાસ્તવિકતા સાથે સરખાવો..
આ વીડિયો ખાસ જુવો...

No comments:

Post a Comment