By Jigar Shyamlan
આપણી તાકાત એટલે આપણી જનસંખ્યા અને આપણી કમજોરી એટલે આપણાંમાં પ્રવઁતી રહેલ જાતિ,પેટાજાતિના ભેદભાવ..
આપણી તાકાત એટલે આપણી જનસંખ્યા અને આપણી કમજોરી એટલે આપણાંમાં પ્રવઁતી રહેલ જાતિ,પેટાજાતિના ભેદભાવ..
વરૂ હંમેશા ટોળામાં એક ઝૂંડ બનાવીને જ રહે અને ઝૂંડ બનાવીને જ શિકાર કરે. વરુઓનું ઝૂંડ વ્યુહબાજ અને સવોઁત્તમ શિકારી ગણાય છે. બની શકે ત્યાં સુધી વરૂ પોતાના સમુહથી અળગા રહેવાનુ પસંદ કરતુ નથી. કારણ એ સારી રીતે જાણે છે કે વરૂઓનું ઝૂંડ એ દરેક વરૂની તાકાત છે, અને દરેક વરૂ પાસે ઝૂંડની તાકાત છે.
આપણી પાસે ટોળુ છે પણ સંગઠન નથી, નેતાઓ કે આગેવાનો છે પણ કાયઁકરો નથી. પાટીદાર આંદોલન પછી જેમ હાદિઁક પટેલ રાતોરાત હિરો બની ગયો તેવી રીતે કેટલાક રાજકીય મંશા ધરાવતા મિત્રો પણ આવા જ હિરોઈઝમ મેળવવા કંઈ કરવા લલચાઈ રહ્યા છે.
આપણે કેટલીય રેલીઓ કરી જોઈ, કેટલાય વિરોધ પ્રદશઁન કાયઁક્રમો કરી નાખ્યા, ધરણાઓ અને સંમેલનો યોજીને શક્તિ પ્રદઁશનો પણ કયાઁ પણ અંતે આપણને શું નક્કર પ્રાપ્ત થયું...??
આપણે કેટલીય રેલીઓ કરી જોઈ, કેટલાય વિરોધ પ્રદશઁન કાયઁક્રમો કરી નાખ્યા, ધરણાઓ અને સંમેલનો યોજીને શક્તિ પ્રદઁશનો પણ કયાઁ પણ અંતે આપણને શું નક્કર પ્રાપ્ત થયું...??
રેલીઓ, ધરણાઓ અને સંમેલનો કરીને શક્તિ પ્રદઁશનો કરવાથી કંઈ નહી વળે. આપણને જરુર છે એવા સંગઠનની જે તમામ પરિસ્થિતીઓમાં એકજૂટ રહી શકે.. ચુંટણીઓ સમયે તો ખાસ કારણ આપણે આપણા ઉમેદવારને નહી ચુંટી શકીએ ત્યાં સુધી આપણે આમ શક્તિ વિહીન જ રહીશું.
આપણું પહેલું લક્ષ્ય સમગ્ર અનુ.જાતિની એકતા હોવી જોઈયે. ના કોઈ વણકર, ના કોઈ રોહીત, ના કોઈ વાલ્મિકી. એવા આપસના કોઈ પણ ભેદ નહી વણકરથી લઈને વાલ્મિકી સુધીની એકતા.
આપણે અંદરો અંદરનો આ ભેદ મિટાવવો પડશે. છુટા છવાયા બની ગયેલા વરૂઓને ભેગા કરી એક ઝુંડ બનાવવું પડશે. તો જ આપણે દરેક વરુને ઝૂંડની તાકાત અને ઝૂંડને દરેગ વરૂની તાકાત આપી શકીશું.
- જિગર શ્યામલન

No comments:
Post a Comment