June 20, 2017

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ના કવરેજ મા ચીત્રલેખા એ ૨૦૧૬ નો ફોટો પોતાની વેબસાઈટ પર મુકી દિધો

By Blue Diary Bureau

૧૯૫૦ થી પ્રકાશીત થઈ રહ્યા ચીત્રલેખા વિકલી મેગેઝીન ની વેબસાઈટ પર  ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૧/૦૬/૨૦૧૭ ના અનુસંધાને સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયને રોશનીથી શણગારવામાં આવ્યું એવા ન્યુઝ પોતાની સાઈટ પર મુક્યા.
પણ સાઈટ પર ના ન્યુઝ મા એક મોટો છબરડો કરી નાખ્યો ચીત્રલેખા ની ટીમ એ.

સમાચાર તો અનુપમ ખેર અને  સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીન ની ટ્વીટ નો આધાર લઈને બનાવવામા આવ્યા હતા પરંતુ તેમા સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય નો ફોટો સૈયદ અકબરુદ્દીન ની ૨૦૧૬ ની ટ્વીટ નો મુકવામા આવ્યો હતો.
જે અહી નીચે આપેલ લીંક્સ મા આપ સ્પષ્ટપણે જોઇ શકો છો.
સૈયદ અકબરુદ્દીન` ની ૨૦૧૬ ની ટ્વીટ કે જે ફોટો ચીત્રલેખા દ્વારા અત્યારે ૨૦૧૭ ના સમાચાર મા વાપરેલ છે.


સૈયદ અકબરુદ્દીન ની ૨૦૧૭ યોગા દીવસ માટે ની ટ્વીટ


અનુપમ ખેર ની ટ્વીટ



હમણા જ ગૃહ મંત્રાલય ની સાઈટ પર પણ એક આવો જ છબરડો સામે આવ્યો હતો જેમા ભારત પાકીસ્તાન ની બોર્ડર જણાવી ને સ્પેન અને મોરોક્કો વચ્ચે ની સરહદ નો ફોટો મુકવા મા આવ્યો હતો.

ગુજરાત ના પ્રતીષ્ઠીત મેગેઝીન દ્વારા કરવા મા આવેલી આ ભુલ વિસ્મય જનક લાગે છે.
આપણા દેશ મા સરકાર નુ મીડિયા પર દબાણ વધી રહ્યું છે. આવા દબાણ ના કારણે સમાચાર ની ગુણવત્તા પર ગંભીર અસરો પડે છે એ અહી દેખાઈ રહ્યુ છે.

શું ચીત્રલેખા ને પણ યોગ દિવસ નુ કવરેજ કરવાનુ એટલુ પ્રેશર હશે કે ઉતાવળ મા આ રીત ની ભુલ થયેલ છે એ જ વિચારવુ રહ્યું.

No comments:

Post a Comment