By Rushang Borisa
પતંજલિ યોગ :-
પતંજલિ નામ સાંભળતા જ આપણને મગજમાં યોગ અને યોગાસનોના વિચારો આવે. યોગાસનો એ મૂળભૂત રીતે લયબદ્ધ મુદ્રાઓ છે. જે નિયમિત રીતે કરવામાં આવે તો સ્નાયુઓને જરૂરી લચીલાપણું મળી શકે. અલબત્ત યોગ-આસનોના નામે જે રીતે પ્રચાર કરાય છે તે જોતા આંખો બંધ કરીને આડેધડ યોગાસનો કરવાથી લાભ કરતા નુકસાન વધુ થઇ શકે. એટલે બેઝિક-હળવા આસનોને બાદ કરતા જાણકારી-માર્ગદર્શન મુજબ આગળ વધવું જોઈએ.
હાલમાં મૂળભૂત ૮૦ જેટલા યોગાસનો છે.બાકીના આસનો મુખ્ય આસનોનું નહિવત વેરિએશન હોય શકે.આ તમામ યોગાસનોને આપણે પ્રચંડ પ્રચારથી અંજાઈને સીધા 'ઋષિ પતંજલિ' સાથે સાંકળી પતંજલિને આસનોના રચયિતા માનીયે છીએે પરંતુ,. જો ઊંડી જાણકારી મેળવીયે તો આ ભ્રમ પત્તાની માફક પડી ભાંગે.
યોગાસનો એ પતંજલિની દેન નથી. ઋષિ પતંજલિ આશરે ૩જી સદી બાદ થઇ ગયા હોય; 'પતંજલિ યોગ સૂત્ર' ત્રીજી અને ચોથી સદીને અંદર લખાયેલ ગ્રંથ છે.મૂળ ગ્રંથે ૪ ભાગમાં વહેંચાયેલ છે. તે તમામ પ્રકરણો શારીરિક નહિ, પણ માનસિક સ્વાથ્યનો નિર્દેશ કરે છે. પંતજલિ યોગ સૂત્રોના કેન્દ્રમાં યોગાસનો નહિ ,પણ મેડિટેશન(ધ્યાન) છે.
વળી, પતંજલિ યોગ સૂત્રો બુદ્દિસ્મની ઉઠાંતરી છે. જે કોઈ એ ધમ્મપદ, ત્રિપિટક કે અન્ય બૌદ્ધ સાહિત્ય થોડું ઘણું વાંચ્યું હશે, તેઓ સરળતાથી બુદ્દિસમ અને પતંજલિ ની સમતાઓ પારખી શકે. બુદ્દિઝમ જે મારા (માયા) ના ત્યાગ અને નોન-અટેચમેન્ટના સિદ્ધાંતો દર્શાવે છે તેની નકલ પતંજલિ યોગ સૂત્રમાં દેખી શકાય. વળી, બુદ્દિઝમ માં જે રીતે સ્પષ્ટતાઓ જોવા મળે છે, તે હદ સુધી પતંજલિ પહોંચ્યા નથી લગતા.
ટૂંકમાં, પતંજલિ જે મૌર્યકાળના અંત બાદ થયેલ હોય, સત્તા પરિવર્તન પછી મળેલા એડવાન્ટેજનો લાભ ઉઠાવી તેમણે જે સૂત્રો રચ્યા તે પાછળ હકીકતે બુદ્ધિઝમની પ્રેરણા હતી. પતંજલિએ બુદ્દિઝમના ધ્યાન-યોગ શિક્ષાનું 'પ્લેજરીઝમ'(ઉઠાંતરી) કરેલ હોય તેવી સંભાવના પ્રબળ જણાય છે.
ચાલો ,યોગાસનોને પતંજલિ સાથે સંબંધ નથી તે સ્પષ્ટ છે. પરંતુ, અત્યારે પ્રચાર કરતા યોગાસનોના જનક કોણ? જવાબ છે -૨૦મી સદીમાં થયેલ 'આયંગર'. આ સમય દરમ્યાન આધુનિક મેડિકલ વિજ્ઞાન ઉભરતું હોય , યોગાસનોના ફાયદાઓ રજૂ થઇ શક્યા.
ફોટો : ઈસ્વીસન પૂર્વે ૨ જી સદી એ રચાયેલ(સંશોધકોનું અનુમાન) અને ૧૯૭૩માં ખનન દ્વારા ચીનમાં મળી આવેલ "તાઓ યીન" નામે જાણીતી તસ્વીર નું સ્પષ્ટીકરણ. યાદ રહે, ચીનમાં બૌદ્ધકાળ દરમ્યાન થયેલ 'સોન્ગ વંશ' (આશરે ૯૫૦-૧૨૩૦ દરમ્યાન) પૂર્વે પણ આ વ્યાયામના અવશેષો પ્રાપ્ત થયા હતા. ( https://goo.gl/na2Qx2 ) ....એટલે યોગાસનો ના મૂળ આયંગર નહીં, પણ બુદ્દિઝમ સાથે સંબંધ ધરાવે છે.
⇛ સૂચન : જે કોઈ સભ્ય યોગાસનો ની મજાક કરે છે, પહેલા હકીકતો જાણે....પોતાના ભવ્ય ઇતિહાસનું "હિન્દૂ સંસ્કૃતિ"ના નામે જે બ્રાહ્મણીકરણ થઇ રહ્યું છે તેનાથી વિચલિત ના બને. સંવિધાનથી જે હકો મળ્યા છે તેનો લાભ ઉઠાવી હકીકતો એક્સપોઝ કરવી રહી.મનુમીડિયાની માનસિક ગુલામી માંથી બહાર નીકળો અને બીજાને પણ નીકાળો.પોતાના મનગમતા યોગાસન વડે યોગ દિવસ જરૂરથી ઉજવજો.
No comments:
Post a Comment