March 03, 2018

જો બકા...! મારા સાહેબ એટલે બાબા સાહેબ..

By Jigar Shyamlan ||  2 March 2018 


માર્કસ ડાબેરી વિચારધારા સાથે સંકળાયેલ હતા. એમની વિચારધારા મુજબ જગતમા અમીર અને ગરીબ બે જ ભાગ છે. તથા અમીરો કે પુંજીપતિઓ ગરીબો એટલે કે કામદારોનુ શોષણ કરે છે.

હવે આ મહાનુભાવ ભારતમાં જન્મ્યો ન હોતા. હવે સ્વાભાવિક વાત છે ભારતમાં જન્મ્યા ન હોય એટલે ભારતની કંઈ ખબર ન હોય.

ભારતમાં આર્થિકતાને આધારે ગરીબ કે મજૂરોનુ જેટલુ શોષણ થાય છે તેના કરતા હજારગણુ શોષણ જાતિ આધારીત નીચ વર્ગના લોકોનુ થાય છે.

માર્કસ વર્ગવિહીન સમાજ રચનાની વાત કરતા હતા, પણ એને પોત પોતાના દેશ, કાળ અને પરિસ્થીતી મુજબ મોડીફાઈડ કરી લાગુ પાડવાની છૂટ નકારી ન હતી.
ભારતના સામ્યવાદીઓ અને પોતાને માર્કસવાદી કહેતા કોમરેડ. આ લોકો પાસે ઈન્કલાબ જિંદાબાદ, લાલ સલામ, સર્વહારા, બૂર્જવા, કેપીટાલિઝમ સિવાય કોઈ બીજા શબ્દો નથી. જે પણ હવે ચ્યૂંઈનગમ જેવા બની ગયા છે નથી થુકી શકાતુ કે નથી ગળી શકાતુ..!

આમ તો મને દલિત શબ્દ વાપરવો નથી ગમતો પણ આજે રજૂ કરવા અનિવાર્ય છે એટલે ન છૂટકે વાપરવો પડી રહ્યો છે.

દલિતોમાં પણ કેટલાય કોમ્યૂનિસ્ટો છે. એમને હુ કોમ્યુનિસ્ટ નહી કહુ પણ દલિત કોમ્યુનિસ્ટ જ કહીશ. 
કારણ ભારતના કોમ્યુનિસ્ટ મૂળ તો બ્રાહ્મણો જ. હવે બ્રાહ્મણની પાર્ટી હોય તો એમાં દલિતો દલિતો જ રહેવાના પછી ભલે કોમ્યુનિસ્ટ હોય કે અન્ય.

હવે આ દલિત કોમ્યુનીસ્ટોની વાત.. આ લોકો પાસે માર્કસ પાસે કેમ જવુ તેની સજ્જડ કોઈ દલિલ જ નથી. 
આ દલિત કોમ્યૂનિસ્ટો આર્થિક અને સામાજીક ભેદ સમજી શકવા અસમર્થ છે, તેમની પાસે એ ચિત્ર જોવા યોગ્ય નંબરના કોઈ સ્વતંત્ર કોઈ ચશ્મા જ નથી જે એમને સ્પષ્ટ ચિત્ર બતાવી શકે. એ લોકો આ સમસ્યાને હજીય પણ માર્કસના ચશ્મા પહેરીને જ જૂએ છે. એટલે એમને ધુંધળૂ દેખાય છે.પણ જો તે યોગ્ય નંબરના ચશ્મા લગાવે તો સ્પષ્ટ જોઈ શકશે.

હવે આ જાતિપ્રથા અને તેનો આવિષ્કાર કરનાર મુખ્ય પરિબળ પ્રત્યે આ લોકો લિબરલ રહેવા માંગે છે. મતલબ એ બાબતે ન કોઈ કથન ન કોઈ વિરોધ. હવે આ પાછળ એમની શુ નબળાઈ હશે એ તો એ જાણે.

હવે એમાના કેટલાક દલિત કોમ્યુનિસ્ટો એવા પણ ઉભા થઈ રહ્યા છે જેઓ માર્કસની વાતોને પથ્થરની લકીર સાબીત કરવા મથી રહ્યા છે. ભલે ને મથે આપણને ક્યાં વાંધો પણ આ લોકો માર્કસની લીટી લાંબી કરવા બાબા સાહેબ આંબેડકર પર સવાલો ઉઠાવી રહ્યા છે. આંબેડકરે આમ લખ્યુ... આમ કર્યુ પણ આમ ન કર્યુ એવા સવાલો કરી રહ્યા છે.

હવે મને આ તમામ દલિત કોમ્યુનિસ્ટો પર એટલુ જ હસુ આવે. કારણ આ લોકો એ જ દલિતો છે જે 
  •  ગામના છેવાડે ફાટેલી તુટેલી ઝૂંપડીઓમાં હતા..
  •  એમને કોઈ ગણતુ ન હતુ કોઈ પણ વર્ગ કે વર્ણમાં કારણ આ લોકોનો પડછાયો પણ કોઈ લેતુ ન હતુ.
  •  આ લોકોના બાપદાદાઓ કેવી કાળી મજૂરીઓ કરી કરીને મરી ગયા અને એમની માતાદાદીઓએ લાચારી વશ કેવી કેવી સ્થિતીઓમાં શુ કર્યુ હશે.
  •  આ લોકો ધાતુના વઃસણ વાપરી શકતા ન હતા
  •  આ લોકો સોનુ ચાંદી પણ પહેરી શકતા ન હતા.
  •  આ લોકો જાહેર સ્થળો પર આવ જા કરી શકતા ન હતા.
  •  આ લોકોને કોઈકે આપેલુ વધેલુ ધટેલુ કે એઠવાડમાંથી જે મળે તે ખાઈને દિવસો પસાર કરવાના હતા.
  •  આ લોકોને ભણવાનુ ન હતુ માત્ર ચાકરી કરવાની હતી.
  •  આ લોકોને કોઈ સંપત્તિ પણ ભેગી કરવાની ન હતી.


હવે આવી હાલતમાં સબડી રહેલા દલિતો માટે કોણ આગળ આવેલુ...???
માત્ર બાબા સાહેબ આંબેડકર..

હવે દલિતો માટે આટલો બધો સંધર્ષ કરનાર, દલિતોને અધિકારો અપાવવા એકલપંડે ઝઝૂમનાર, પોતાના પરિવાર, પત્નીની લેશમાત્ર પરવા કર્યા વગર સમગ્ર જીવન દલિતોના હક્ક, અધિકાર અને સન્માન માટે ન્યોછાવર કરનાર બાબા સાહેબ માટે બે ચાર શબ્દો સાચા કહો એટલે આ માર્કસવાદી દલિતો એને આંબેડકર ભક્તી ગણાવવા લાગે છે.

પણ તમે માર્કની વાતોને સાચી ઠરાવવા આંબેડકરે આ અભ્યાસ ન કર્યો ને આ બાબતે આમ ન કર્યુ એવુ બધુ કહી આખેઆખા દંડવત કરી ચરણોમાં આળોટવા માંડો એ વ્યાજબી..

હુ તો એક જ વાત કહીશ બાબા સાહેબ મારા માટે તો માર્કસ કરતાય મહાન છે. હવે આને તમારે મારી આંબેડકર ભક્તિ ગણાવવી હોય કે બીજુ જે કહેવુ હોય મને કોઈ ફરક નથી પડતો.

હુ અછૂત હતો એટલે મારૂ શોષણ થયુ હતુ... હુ ગરીબ હતો એટલે નહી. હુ સતત નીચ જાતિનો હોવાથી હડધુત થયો છુ ગરીબ હોવાના લીધે નહી.

હુ આજે આટલુ બધુ લખી શકુ... મારા વિચારો વ્યક્ત કરી શકુ એ પણ જાહેર મંચ પર મને આ તમામ અધિકારો અપાવવા મારા બાબા સાહેબ લડ્યા હતા કોઈ માર્કસ નહી.

એટલે જો બકા...! મારા સાહેબ એટલે બાબા સાહેબ..

No comments:

Post a Comment