March 03, 2018

ક્યા સુધી છેતરાશો?

By Raju Solanki  || 21 February 2018 at 15:21 


જ્યારે જ્યારે સત્તા પરીવર્તન થાય છે ત્યારે ત્યારે રણમેદાનમાં દલિતો મોખરે હોય છે. પેશવાઓ સામેના જંગમાં હજારો મહારોએ કુરબાની આપી હતી. સત્તા પર આવ્યા પછી અંગ્રેજો મહારોની દિલેરી ભૂલી ગયા હતા.

અંગ્રેજો સામે આઝાદીનો જંગ છેડાયો, ત્યારે ચૌરીચૌરામાં સિત્તેર જાટવો ફાંસીના માંચડે લટકી ગયા. ઇતિહાસમાં એમની જાનફેસાનીની નોંધ સુદ્ધા ના લેવાઈ.ગાંધીએ દાંડીકૂચ કાઢી એમાં પણ દલિતો પણ જોડાયા. આજે એમને કોઈ યાદ કરતું નથી.

1947માં સત્તા પરીવર્તન થયું અને કોગ્રેસ સત્તા પર આવી. કોંગ્રેસે અંગ્રેજોથીય બદતર વહેવાર કર્યો દલિતો સાથે. થોડાગણા (0.001 ટકા) દલિતો સૂખી થયા અનામતના લાભો લઇને, પરંતુ બહુમત દલિતો કંગાળ જ રહ્યા.

ગુજરાતમાં ભાજપ પણ સત્તા પર આવી એમાંય બલિદાનની વેદી પર તો દલિતો જ ચડ્યા. ગોધરા કાંડમાં હજારો દલિતો જેલમાં ગયા, કોમવાદીનું લેબલ દલિતો પર મીડીયા અને સેક્યુલર બૌદ્ધિકોએ લગાવ્યું, બદનામ દલિતો થયા અને માલ મલીદા સવર્ણોએ ચાટ્યાં.

આમ, ઇતિહાસમાં વારંવાર દલિતો પરીવર્તનની રણભેરી ફૂંકે છે, મરે છે, શહીદ થાય છે, આત્મવિલોપનો કરે છે. અને જ્યારે સત્તા મળે છે ત્યારે દલિતો ફરી પાછા હાંસિયા પર ધકેલાય છે. વારંવાર દલિતો છેતરાય છે, તોય એમની આંખો ઉઘડતી નથી.

આજે સમગ્ર દેશમાં મોદી અને ભાજપ સામે અસંતોષ વધી રહ્યો છે. દલિતો બલિદાનો આપી રહ્યા છે. સવર્ણ સમાજ માલ્યા, નીરવ મોદી, કોઠારી જેવા લૂંટારાઓને પેદા કરી રહ્યો છે અને દલિતો રોહિત વેમુલા, ભાનુભાઈ વણકર જેવા શહીદોને સર્જી રહ્યો છે. કાલે મોદી સત્તા પરથી ઉતરી જશે અને ભાજપ ઘરે જશે ત્યારે શું દલિતોને સત્તામાં એમનો ન્યાયોચિત હિસ્સો મળશે? શું કોંગ્રેસ ફરી સત્તા પર આવશે તો અસમાનતામૂલક, અન્યાયી સમાજવ્યવસ્થા બદલાશે? તમારી જાતને આ સવાલ પૂછો.

No comments:

Post a Comment