By Raju Solanki || 20 February 2018 at 17:26
છેલ્લા ચાલીસ વર્ષથી ગુજરાતમાં દલિતો પર થતા દરેક અત્યાચારમાંથી રાજકીય ફાયદો ઉઠાવીને ચૂંટણીમાં વોટ મેળવતા બંને મુખ્ય રાજકીય પક્ષોને આપણે અસહાયતાપૂર્ણ લાચારીથી જોઈ રહ્યા છીએ.
એંસીના દાયકામાં કોંગ્રેસ જ્યારે સત્તા પર હતી, ત્યારે બીજેપી તેના દલિત ચમચાઓને દલિતોના આંદોલનો, ધરણા, દેખાવોમાં મોકલીને દલિત આક્રોશને ભૂનાવતી હતી. મોદી લીંબુના શરબતનો ગ્લાસ લઇને તેમના પક્ષના આજ્ઞાંકિત દલિત નેતાઓ, કાર્યકરોને દિવસના ધરણાના અંતે પારણા કરાવતા હતા. 1989ની ઐતિહાસિક સાંબરડા હિજરત દલિત આક્રોશના વરવા ઉપયોગનું સચોટ ઉદાહરણ છે, જ્યારે કેન્દ્રના રાજ્યકક્ષાના નાણામંત્રી બી. કે. ગઢવી ખલનાયકના રૂપમાં ચીતરાયા હતા, કેમ કે તેમની જાતિના લોકોએ સાંબરડામાં દલિતોને પ્રતાડ્યા હતા. સાંબરડાની છ મહિના ચાલેલી હિજરત અને સંઘર્ષ ગુજરાતમાં કોંગ્રેસની હાર માટેના મુખ્ય કારણો પૈકીની એક હતી.
હવે, દલિત આક્રોશના ઝંઝાવાત પર સવાર થયેલી કોંગ્રેસ બીજેપીને એ જ રણનીતિ અને પદ્ધતિથી પજવી રહી છે. બંને પક્ષોની સત્તાની સાઠમારીમાં પ્યાદા બનેલા દલિતો આત્મવિલોપનો કરી રહ્યા છે.
No comments:
Post a Comment