અજમેર મારા ઘરની નજીક મુખ્ય રોડના ખુણે શંકર ભગવાન નું મંદિર છે. ત્યાં મોટે ભાગે કોઇ ને કોઇ પુજા અર્ચના ચાલતી હોય છે. મહિનામાં બે કે ત્રણ વાર મોટું હવન હોય છે. મારો બીજો ઓફિસર મિત્ર થોડોક શ્રદ્ધાળુ છે ક્યારેક તે હાજરી આપે. મને કહે મારે પણ આવવું જોઇએ, પણ હવે હુ બધુ છોડી ચુક્યો છે. આપણે જેવી વાત કરતા હોય તેવા અંદરથી પણ તેવા જ હોવા જોઇએ.
સચીન તેડુંલકરે વિમાનની મુસાફરી દરમ્યાન એર હોસ્ટેસ ને ઠંડું પીણું લાવવાનું કહ્યું ત્યારે એર હોસ્ટેસે તેમને કોક આપ્યું. સચીને સવિનય ના પાડી અને કહ્યું કે જો હુ પેપ્સીની જાહેરાત કરતો હોય તો મારે તેજ પીવું જોઇએ. તમે મને પેપ્સી જ આપો. પાછળની સીટ પર પેપ્સી કંપનનીનો જનરલ મેનેજર બેઠો હતો. તેણે આ વાત કરી હતી. મુળ દોગલાપન ન હોવું જોઇએ જીવન મા.
પણ કેમ આપણે ભગવાનને માનીયે છે. કેટલાયને મે આ પ્રશ્ન પુછયો છે તેમાંના કેટલાક જવાબો.
૧. ઇશ્વર સર્વશક્તિમાન છે.
૨. ઈશ્વરની શરણમાં જવાથી આપણે દુઃખ મુક્ત થઈયે છીયે.
૩. ઈશ્વરની પ્રાથના કરવાથી મનને માનસિક શાંતિ મળે છે.
૪. સુપ્રિમ પાવરનો અહેસાસ ખોટું કામ કરતા રોકે છે.
૫. ભગવાન ની ઇચ્છા વિના પાંદડું પણ હલતું નથી. તો આપણે કોણ ?
૬. કેટલાક કાબુ બહારના સંજોગોમાં મા ભગવાન જ મદદ કરી શકે.
૭. ભગવાનને નામે દાન પુણ્ય કરી શકાય
જેણે પોતાની જાતને ભગવાન તરીકે સ્થાપિત કરી તે રજનીશ પોતે ભગવાન વિશે કહે છે કે ભગવાનની મુર્તિ ફક્ત મનુષ્ય જેવી કેમ છે? કારણ કે પોતાના રહેલા ચહેરાને જ ભગવાન તરીકે જુએ છે. તેથી માણસોએ ભગવાન ની મુર્તિ પોતાના જેવી બનાવી છે.
પણ દરેક વ્યકિત મંદિરમાં જાય છે ત્યારે આંખો બંધ કરીને પ્રાથના કરે છે. તેનો મતલબ એ છે કે તમે મુર્તિને નહી પણ તમારી અંદર રહેલા વ્યક્તિત્વને ને ઓળખો. અને જો ઓળખી શકો તો મંદિરમાં જવાની જરુર નથી.
એસટી ગુજરાત મા આસિસ્ટન્ટ ડિવિજનલ ટ્રાફિક સુપરિન્ટેન્ડેન્ટ તરીકે નિવૃત થયેલા બી ડી રોહિત ના ઘેર હુ જ્યારે 1988 મા ગયો ત્યારે મે તેમને કહેલું અન્કલ આ ભગવાનના ફોટા ફેંકી દો. તમારા ઘરમાં તેની જરુર નથી. જે વ્યકિતએ ૭૦ ડ્રાઈવરો-કંડક્ટરો ની નોકરી બચાવી હોય તેને ભગવાનની પ્રાર્થના કરવાની જરુર શુ છે?? મારી દષ્ટિએ આ બીડી રોહિત આખા ગુજરાત એસટી વિભાગમાં સૌથી વધુ ડિગ્રી ધરાવતા હતા.
હવે ભગવાન હોવાની સંકલ્પના કરો. ભગવાન આવતી કાલથી કહે કે હુ તારી સાથે ચોવીસ કલાક રહીશ. તો શુ થાય?
૧. જુઠ્ઠું બોલી નહી શકાય
૨. ચોરી નહી કરી શકાય
૩. રિશ્વત નહી લઇ શકાય
૪. ધંધો નહી કરી શકાય
૫. નોકરીમાં મોડું નહી ચાલી શકે.
૬. કામમાં હરામખોરી ચાલી નહી શકે
ઘણા બધા બીજા કારણો આપી શકાય. પણ જો ભગવાન આપણી સાથે રહે તો આપણે જ આપણું અસ્તિત્વ ગુમાવી દઇશુ. આપણે ઇચ્છતા નથી કે ભગવાન આપણી સાથે રહે કારણ કે આપણે તે ક્યારેય નહી કરી શકીયે જે આપણે કરવા ઇચ્છીયે છે અને તે શક્ય પણ નથી. કહેવાનો મતલબ ભગવાનની કલ્પના અને સંકલ્પના બંને ખોટી છે.
અને અહીં બાબાના વિચારો શરુ થાય છે. હુ બ્રહ્મા વિષ્ણુ કે મહાદેવને નહી માનું. આની પાછળ કોઇ ગર્વ ની વાત નથી પણ જે ભગવાનને માનવા પાછળના કારણો બતાવ્યા તે તેમની પાસે હતા જ નહી. મારે ચોરી કરવી નથી, મારે જુઠા બોલવું નથી તો પછી મારે ભગવાનના મંદિરમાં જવાની જરુર શું છે?
એક મોટા શેઠ મળ્યા અને કહે કે અમારા ધંધામાં બધુ બે નંબરી જ ચાલતુ હોય છે તેથી તેમાથી કમાયેલા નફામાંથી થોડોક હિસ્સો મંદિરમાં આપીયે તો પુણ્ય મળે અને અમારું પાપ ઓછું થાય. ભારતના તમામ મંદિરો ગરીબોં પર નથી ચાલતા ભલે ગરીબોની સંખ્યા વધુ હોય પણ તેમની ક્ષમતા ઓછી હોય. માત્ર એક નગરશેઠ તે ગામના તમામ ગરીબોં કરતા વધુ પૈસા મંદિરમાં આપી શકે છે અને નવાઇની વાત એ છે તે બધા પૈસા આ ગરીબોં પાસેથી જુઠ્ઠું બોલીને કમાયેલા છે. તેથી મંદિરોના પુજારી કે માલિકોને ખબર છે કે ભારતમાં નીતીમતાથી ધંધો કે રોજગાર ચાલવાનો નથી અને તેથી મંદિરો ચાલવાના જ છે.
બાબા તમને આ જ સમજાવવા માંગે છે કે જો તમારે કશુ ખોટું નહી કરવું હોય તો તમારે આ કાલ્પનિક ભગવાનથી ડરવાની જરુર નથી.
કેટલાક નિવૃત થયેલા વડીલો કહે છે કે અમે બધા મંદિરમાં બેસીને એકબીજાની વાતો કરીયે અને સમય પસર કરીને શાંતિ મેળવીયે તો શુ વાંધો છે? વાંધો એ છે તમે જ્યારે ત્યાં બેસો છો ત્યારે જાણે અજાણે બીજાને પ્રેરણા આપો છો. અમિતામ બચ્ચન ની સોમનાથ ની જાહેરાત પછી સોમનાથની યાત્રા પર જનારા ચાત્રાળુઓમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. કારણ કે સમાજના નીચલા વર્ગ પર આવી જાહેરાતની ઘેરી અસર થતી હોય છે.
હકીકત એ છે કે ભગવાન તમારા પાપ કે પુણ્ય કે જુઠનો સાક્ષી ય નથી કે ભાગીદાર પણ નથી. માત્ર તમારી કલ્પના છે. જે મહાન માણસોની મે આત્મકથા વાંચી છે તેઓ કદાચ થોડાક અંશે ભગવાનને માનતા હતા પણ તેમના માટે તેમનુ કામ જ તેમના માટે ભગવાન હતું. કાલ્પનિક કરતા વાસ્તવિક કાર્યને તેઓ ભગવાન માનતા હતા. Work is worship નામની કહેવત આ પ્રકારની માન્યતામાંથી ઉદ્દભવી હશે તેમ કહી શકાય.
કાલ્પનિક ભગવાન માથી બહાર નીકળવા માટે
૧. શિક્ષણ
૨. વાંચન
૩. તર્ક
૪. નિરિક્ષણ
જરુરી છે. શું વાંચવુ, કેવો તર્ક કરવો અને કેવા પ્રકારનું નિરિક્ષણ કરવું તે વિદ્ધાન મિત્રો પર છોડુ છું.
-- દિનેશ મકવાણા
No comments:
Post a Comment