May 14, 2017

કોઇ પણ જાતના મુર્હુતને કોઇ કાર્યની સફળતા કે અસફળતા માટે કંઇ લેવા દેવા નથી : વિજય જાદવ

#મુર્હુત

કેમ નવુ વાહન લેવા મુર્હુત જોવામાં આવે છે?
કેમ લગ્ન કરવા શુભ મુર્હુત જોવામાં આવે છે?
કેમ મુર્હુત જોઇને ધંધા રોજગારનુ ઉદ્ઘાટન કરવામાં આવે છે?
શુભ મુર્હુત માં કરેલ ઉદ્દઘાટન ને સફળતાની ચાવી ગણી શકાય?

હુ જ્યાસુંધી જાણુ છુ .... કોઇ પણ સારા કામ ની શરુઆત સારી થાય, એમાં વિઘ્ન ના આવે કે ભવિષ્યમાં પણ કોઇ પણ પ્રકારની મુશ્કેલી ના સર્જાય એના માટે બ્રાહ્મણો દ્વારા શોધ ખોળ કરી અમુક ચોક્કસ સમય નક્કી કરેલ છે. જેમાં અમુક સમયને શુભ મુર્હુત અને અમુક સમયને અશુભ મુર્હુત (કમુરતા) કહેવામાં આવે છે.

શુ માણસ જન્મે છે ત્યારે કોઇ મુર્હુત જોઇને આવે છે? (થોડી વાર ઉભા રહો હુ શુભ મુર્હુત માંજ જન્મીશ!)
અને ક્યારેય કમુરતા માં જન્મેલ બાળકને કોઇ મા-બાપે મારી નાંખેલ છે ખરા?
અને એજ રીતે શુ માણસ મરણ સમયે પણ મુર્હુત જુવે છે?
લગ્ન કરવા સારામાં સારુ મુર્હુત જોવાય છે, તો પછી છુટાછેડા કેમ થાય છે? 


શુ સારા મુર્હુતમાં લીધેલ વાહન નુ ક્યારેય એક્સિડેન્ટ નથી થતુ?
અને એક્સિડન્ટ થાય તો કોઇ હોસ્પિટલમાં દાખલ થવા શુભ મુર્હુત કેમ જોતુ નથી?
અને ડોક્ટરો શુુ મુરત જોઇને ઓપરેશન કરે છે?
અરે શુ સવારે આપણી આંખ શુભ મુર્હુતમાંજ ખુલે છે?

તો પછી નવુ વાહન લેવા, લગ્ન કરવા, ઉદ્દઘાટન કરવા વગેરે વગેરે માટે મુર્હુત કેમ જોવામાં આવે છે?
લગ્ન કરવા સારામાં સારુ મુર્હુત જોવાય તો પછી છુટાછેડા થવાજ ના જોઇએ ને?
શુ કમુરતા માં જન્મેલ વ્યક્તિ કમઅક્કલ, ખોડખાંપણવાળો કે આતંકવાદી બને છે?
અને એક દમ સારા મુર્હુતમાં જન્મેલ બહુ હોંશિયાર અને પ્રગતિશીલ બને છે?
સારામાં સારા મુર્હુતમાં શરુ કરેલ ધંધો ઘણી વાર કેમ અસફળ જાય છે?

ડીસેમ્બર 2nd, 1984 ના રોજ થયેલા ભોપાલ દુર્ઘટના વખતે એ જ દીવસે ભોપાલ મા હજારો લગ્નો હતા, એ બધા ના બંન્ને પક્ષો ના પંડીતો એ લગ્ન માટે શુભ મુહુર્ત જોયુ એમા એ દીવસ શુભ મુહુર્ત મા હતો તેમ છતા સદીઓ સુધી ન ભુલાય એવો ગમખ્વાર અકસ્માત એ જ દીવસે થયો અને લાખો લોકો ને જીવન ભર અસર રહી ગઈ અને હજારો લોકો ના મૃત્યુ થયા. 
જે દીવસ ને શાસ્ત્રો પ્રમાણે નો શુભ દીવસ કહેવામા આવતો હતો એ જ દીવસે હજારો લોકો મોત ને ભેટ્યા હતા...!!!

મતલબ સાફ છે કે કોઇ પણ જાતના મુર્હુતને કોઇ કાર્યની સફળતા કે અસફળતા માટે કંઇ લેવા દેવા નથી.
શુભ - અશુભ મુર્હુત માત્ર અને માત્ર મનના વહેમ/અંધશ્રદ્ધા થી વિશેષ કંઇ જ નથી. અને આ વહેમ બ્રાહ્મણવાદી ગુલામી થી વધુ કંઇ નથી.

તો શુ આ બ્રાહ્મણવાદી ગુલામીના પ્રતિક સમાન મુર્હુતનો આપણે ત્યાગ ના કરી શકીએ?
અને જો આ ગુલામીના પ્રતિક મુર્હુત ને ના ત્યાગી શકીએ તો શુ આપણે બ્રાહ્મણવાદી ગુલામ ના ગણાઇએ?

#વિજય_જાદવ

























Facebook Post :-

No comments:

Post a Comment