February 26, 2018

ભાનુભાઈ ની શહાદત તમામ સમાજ માટે એક સામાજિક ચળવળ નો પાયો છે

By Jigar Shyamlan ||  17 February 2018 at  12:30pm 






જે.પી.દત્તાની ફિલ્મ "ગુલામી"નો એક ડાયલોગ છે, જેમાં ધમેન્દ્ર કહે છે કે - 
"बरसात की पहली बूंद को तपती हूई जमीन पर गिर कर फना होना ही पडता है।"

ભાનુભાઈના આત્મવિલોપન અને બાદમાં થયેલ અવસાનની ધટનાને લોકો ભલે ગમે તે અર્થ માં મૂલવતા હોય. પણ તેને માત્ર પછાત સમાજ પુરતી સિમીત ન બનાવી દેતા તમામ સમાજના લોકોની નાગરિક અધિકારપત્ર માટેની એક લડાઈ તરીકે પણ નિહાળવી જોઈયે.
આપણે તેને સરકારી કચેરીઓમાં શોભાના ગાંઠીયાની પેઠે ગોઠવેલા નાગરિક અધિકાર પત્રો સામેની લડાઈ તરીકે પણ ઓછી ન આંકવી જોઈયે.

આ એક એવી વાત જેના પર કદાચ બહુધા લોકોનું ધ્યાન નથી જઈ રહ્યું.

સમી તાલુકાના દૂદખા ગામે પછાત સમાજનાં લોકોને સરકાર તરફથી ફાળવાયેલ જમીનના માલીકીકરણની વરસો જૂની માંગણી હતી. આ સભ્યોએ સરકાર દ્વારા નિયત કરાયેલ નાંણા ભયાઁ હતા તેમ છતાં આ મુદ્દે સરકારી તંત્ર પોતાના સ્વભાવ અને આદત મુજબ ખો આપી રહ્યું હતું.

છેલ્લે આ મુદ્દે યોગ્ય નિરાકરણ નહી લાવવામાં આવે તે અંતિમ પગલા તરીકે આત્મવિલોપનની વાત કરવામાં આવી હતી અને તેની જાણ કરતા આવેદનપત્ર પણ સબંધિત તંત્રને અગાઉ મોકલી આપેલ હતા.

બનાવના દિવસે પણ કદાચ આ મામલે સબંધિત લોકોને કલેક્ટરને મળી યોગ્ય રજૂઆત કરવાની કે કોઈ હકારાત્મક વાતચીતનો દૌર આગળ વધે તે બાબતની તક આપવામાં આવી ન હતી.

છેવટે વિલંબમાં પડેલ જમીનના મુદ્દે આ ભાનુભાઈએ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં જ આત્મદાહ કરવો પડ્યો.

હવે આપણે ભાનુભાઈ આંબેડકરવાદી હતા અને પછાતોના જમીનનાં પ્રશ્ન બાબતે આ પગલુ ભરવા મજબુર થયા એટલા માત્રથી આ ધટનાને મૂલવવી ન જોઈયે. કારણ જમીન માટેના અરજદારો તો બીજા હતા. જે જમીન માટે ભાનુભાઈ લડ્યા એમાં તેમનુ ખુદનુ કોઈ હિત ન હતું, કોઈ સ્વાથઁ ન હતો.

એટલે એક અથઁમાં ભાનુભાઈના આત્મવિલોપનની આ ધટના નાગરિક અધિકારપત્ર માટેની એક લડાઈ તરીકે નિહાળવી જોઈયે.

સમાજના તમામ વર્ગના લોકો કે જેઓ પોતાના પ્રશ્નો બાબતે સરકારી કચેરીઓના ધક્કા ખાઈ ચૂક્યા છે... ધક્કા ખાઈ રહ્યા છે તેઓના માટે નાગરિક અધિકારપત્રનો અસરકારક અમલ કરવાની દિશામાં સરકાર ગંભીર બને તે દિશામાં એક અનોખા આગાઝના રૂપમાં લેખવો જોઈયે.

જેથી ભાનુભાઈ ની શહાદત માત્ર પછાત સમાજ જ નહી પરંતુ તમામ સમાજ માટે એક સામાજિક ચળવળ નો પાયો બની શકે.

સૌ એ વાત જાણે છે કે સરકારી કચેરીમાં કામ કઢાવવા માટે દરેક માણસ ચાહે કોઈ સમાજનો હોય કેટલાય ધક્કા ખાવા પડે છે. જુદા જુદા ટેબલો પર કેટલીય લાંચ આપવી પડે છે.

દરેક સરકારી કચેરીઓમાં નાગરિક અધિકાર પત્રો (સિટીઝન ચાર્ટર્સ) ના મોટા હોર્ડીંગ લગાવાયેલા છે. જેમાં નાગરિકોના ક્યા પ્રકારના પ્રશ્નો કેટલા દિવસની સમય મયાઁદામાં ઉકેલવાના હોય તે લખવામાં આવે છે, પણ તેમ છતાં આ નાગરિક અધિકાર પત્રોનો અસરકારક અમલ જ નથી થતો.

આ ધટનાને માત્ર પછાત સમાજ સુધી સિમીત ન રાખી સર્વ સમાજના લોકો નાગરિક અધિકાર પત્ર અમલીકરણ બાબતે જાગ્રત બને અને સરકારી તંત્ર પર દબાણ લાવે તે દિશામાં જરુરી પગલા લેવાની શરૂઆત તરીકે આંદોલીત કરવી જોઈયે.
(વિચારબીજ -Dr.Tarun Chandrikaben Baldevbhai)

No comments:

Post a Comment