February 26, 2018

કોઈપણ ચળવળ કે આંદોલનને સફળ બનાવવા ના ત્રણ મુખ્ય તત્વો

By Jigar Shyamlan ||  22 February 2018 at 10:24am 


કોઈપણ ચળવળ કે આંદોલનને સફળ બનાવવું હોય તો તેમાં ત્રણ તત્વો મહત્વનાં છે.

આ ત્રણ તત્વો એટલે
  1. ફિલોસોફી (Philosophy)
  2. આઈડીયોલોજી (Ideology) અને
  3. પોલીસી (Policy)


આ ત્રણ તત્વો વગર કોઈપણ ચળવળ કે આંદોલન ઉભુ તો થઈ શકે પણ સફળ નહી થાય. કારણ આ તત્વો પાયાના છે.

આપણાં માટે આ ચળવળ કે આંદોલન એટલે ડો. બાબા સાહેબ આંબેડકરે શરૂ કરેલ ની સમાનતા, સ્વતંત્રતા, બંધુતા અને ન્યાય મેળવવાની ચળવળ કે આંદોલન. આ માનવતાવાદી ક્રાન્તિનુ જ નવુ આંદોલન છે. આપણે માત્ર સમાનતા, સ્વતંત્રતા, બંધુતા અને ન્યાય જ નહી પણ સાથે સાથે વૈજ્ઞાનિક અભિગમની સાથે અંધશ્રધ્ધા સામે પણ લડવાનુ છે.

હવે આગળ વાત કરી એમ દરેક ચળવળ અને આંદોલન સફળ બનાવવા માટે જે મુખ્ય ત્રણ તત્વો હોવા જરૂરી છે તે આપણી પાસે છે કે નહી તે ચકાસવુ મહત્વનુ છે.
અને મજાની વાત તો એ છે કે આ ત્રણેય તત્વો આપણી પાસે છે જ.

આ ચળવળ અને આંદોલનમાં
  •  આપણી ફિલોસોફી એટલે બુધ્ધ,
  •  આપણી આઈડીયોલોજી એટલે ફુલે-શાહુ-આંબેડકરની વિચારધારા અને
  •  આપણી પોલીસી એટલે બાબા સાહેબે પોતાના પુસ્તકોમાં બતાવેલ રસ્તાઓ અને સંવિધાન.


હવે ચળવળની સફળતા માટે આ ત્રણ તત્વો તો મહત્વપૂર્ણ છે જ પણ તેમાં એક ચોથુ વધારાનુ તત્વ પણ અતિ અગત્યનુ છે અને મારા મતે એ તત્વ છે, નિષ્ઠા કે સમર્પણ ...!! ચળવળ અને આંદોલન સાથે જોડાયેલ પ્રત્યેક માણસની નિષ્ઠા કે સમર્પણ.

બાબા સાહેબ પણ કહેતા હતા-
"मुझे निष्ठावान कार्यकर चाहीए.. बुध्धि की कमी मैं पुरी कर दुंगा.."

No comments:

Post a Comment