February 26, 2018

બાબા સાહેબનું અધુરૂ મિશન હજીય અધુરૂ જ પડ્યું છે...

By Jigar Shyamlan ||  3 February 2018 at 9:16am


બાબા સાહેબ જ્યારે કાલેલકર કમિશન(1953) ના અધ્યક્ષ કાલેલકરને મળવા ગયા ત્યારની વાત છે.

કાલેલકર કમિશનનો સવાલ હતો કે...- '' તમે આખી જિંદગી પછાત સમાજોનાં ઉત્થાન માટે ખરચી કાઢી..,તમારા મતે પછાતો માટે શું કરવું જોઈયે....?

બાબા સાહેબે જવાબ આપ્યો કે- ''જો પછાત સમાજોનો ઉધ્ધાર કરવો હોય તો તેમાં મોટા માણસો પેદા કરવા જોઈયે..''

કાલેલકર આ વાત સમજી શક્યા નહી.... એમણે ફરી પુછ્યું.. '' મોટા માણસો પેદા કરવા એનો મતલબ...?

બાબા સાહેબે જવાબ આપતા કહ્યું...- '' જો કોઈ સમાજમાં 10 ડોક્ટર.., 15 વકીલ.. અને 20 ઈજનેરો પેદા થઈ જાય...તો એ સમાજની સામે આંખ ઉઠાવીને જોવાની કોઈની હિંમત નથી...''

આ ઘટનાના 3 વરસ બાદ 1956ની 18મી માર્ચ ના દિવસે આગરા ખાતે એક સભામાં બાબા સાહેબે બોલતા જણાવ્યું કે...- '' મને ભણેલા ગણેલા લોકોએ દગો દીધો છે. હું એમ માનતો હતો કે આ લોકો ભણી ગણી પોતાના સમાજની આગેવાની કરશે. પણ હું જોઈ રહ્યો છું મારી આજુબાજુ સાહેબોની ભીડ ઉભી થઈ રહી છે. જે પોતાનું પેટ ભરવામાં વ્યસ્ત છે.
કોઈને સમાજની પડી નથી.બધા જ પોતપોતાનો સ્વાર્થ સાધી રહ્યા છે."

મિત્રો.... આજે પછાત સમાજમાં 10 ના બદલે 10 હજાર ડોક્ટરો...., 15 ના બદલે 15 હજાર વકીલો તથા 20 ના બદલે 20 હજાર ઈજનેરો પેદા થઈ ગયા છે.

આપણાં પરદાદા આવીને ગયા.. આપણાં દાદા ય ગયા... આપણાં બાપા પણ જશે.... અને આપણેય જતા રહીશું.

છતાં બાબા સાહેબનું અધુરૂ મિશન હજીય અધુરૂ જ પડ્યું છે.

No comments:

Post a Comment