By Jigar Shyamlan || 15 February 2018 at 10:09am
ભારત દેશમાં જો કોઈ મહત્વપૂર્ણ વિશેષતા જો કોઈ હોય તો એ જાતિ છે.
હવે આને ભૂલ ગણો કે હાથે કરી ભુલાવી દેવાની વૃત્તિ પણ માર્કસવાદી આંદોલને આ જાતિ બાબતે ખાસ ધ્યાન આપ્યુ હોવાનું ખાસ નોંધાયું નથી.
ત્યાર પછી કદાચ સમાજવાદી વિચારો દ્વારા ઉભી થયેલ ભરપુર આલોચનાઓ પછી આ માર્કસવાદીઓએ પોતાની ભૂલ સુધારવાનો પ્રયાસ કરતા હોય તેમ માર્કસવાદ અને આંબેડકરવાદને ભેગા કરી એક નવી વિચારધારા બનાવવાનો પ્રયાસ કરી જોયો.
માર્કસવાદીઓએ હંમેશા વર્ગવિહીન સમાજ પર ભાર આપ્યો પરંતુ વર્ણવિહીન સમાજ માટે એમને ઝાઝો રસ દાખવ્યો ન હતો.
ભારતમાં માર્કસવાદ લાવનાર બ્રાહ્મણ જ હતા અને દાયકાઓ સુધી એ મનુવાદી બ્રાહ્મણોના હાથમાં જ રહ્યો.
જેવી રીતે મિસ્ટર ગાંધી અને કોન્ગ્રેસે આઝાદીના આંદોલન માટે વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટા એવા બહુજન સમાજનો ઉપયોગ કર્યો તેવો જ ઉપયોગ કરવાની આ મંશા હોઈ શકે એ વાત નકારી શકાય તેમ નથી.
પ્રસિધ્ધ ઈતિહાસકાર એસ.કે.બિશ્વાસ પોતાના પુસ્તક "માર્કસવાદ કી દુર્દશા" માં લખે છે કે -
"મનુવાદી બ્રાહ્મણ માત્ર એક જ ઉદ્દેશ લઈને માર્કસવાદી બન્યા અને એ ઉદ્દેશ હતો માર્કસવાદનું અપહરણ કરવું તથા સંસ્કૃતિકરણના નામે આખી વિચારધારાનું હિન્દુકરણ કરવું"
આ વાંચીને એક શંકા ખરેખર સાચી પડતી જણાઈ કે મૂળ તો આ બુધ્ધ આંબેડકરની ક્રાન્તિ અને બહુજન આંદોલનને નુકશાન કરવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર જ છે, Nothing else...
No comments:
Post a Comment