February 26, 2018

ભાનુભાઈ અને નાગરિક અધિકાર આંદોલન

By Dr Tarun Chandrikaben Baldevbhai || 26 February 2018



ઈ તારીખ ૧૬ ફેબ્રુઆરી ની મોડી રાત્રે અમદાવાદ એપોલો હોસ્પિટલથી આવેલ એ હ્યદયદ્ભાવક દુઃખદ સમાચાર કે  નાગરિક અધિકાર ની લડાઈ માં આપણા પ્રેરણામૂર્તિ ભાનુભાઈ હવે આપણી વચ્ચે નથી રહ્યા.

           ભાનુભાઈનું નામ અમર થાય, ભાનુભાઈની આ લોકાધિકારમાટે જાત હોમી નાખતી ખામીરવંતી શહાદત ની નોંધ મોટા પાયે લેવાય , તેમની શહીદી એળે ન જાય, અને સર્વ સમાજ ના લોકો તેમની મૃત્યુ નો સરકાર સામે ગુસ્સો બતાવે, એક નિઃસ્વાર્થ સમાજસેવક ની તંત્ર દ્વારા કરવામાં આવેલ નિર્મમ હત્યાનો વિરોધ જતાવે તેના માટે વ્યવસ્થિત આયોજન થાકી એક એવો મુદ્દો ઉજાગર કરવો જોઈએ કે ભાનુભાઈ ની શહાદત તે નાગરિક અધિકારપત્ર માટેની એક મોટી સામાજિક ચળવળ નો પાયો બની જાય.
    
           માંડીને વાત કરું તો આપણને સૌને ખબર છે કે સરકારી કચેરીમાં કામ કઢાવવા માટે કેટલાય ધક્કા ખાવા પડે છે, લાંચ આપવી પડે છે. પાટણ ના સમી તાલુકાના દૂદખા ગામના નાગરિકોને સરકાર દ્વારા ફળવાયેેેલ જમીન ના માલીકીકરણની વરસો જૂની માંગણી હતી. આ સભ્યોએ સરકાર દ્વારા નિયત કરાયેલ નાંણા ભયાઁ હતા તેમ છતાં આ મુદ્દે સરકારી તંત્ર પોતાના સ્વભાવ અને આદત મુજબ ખો આપી રહ્યું હતું.સરકારી કચેરીમાં કામ કઢાવવા માટે દરેક માણસ ચાહે કોઈ સમાજનો હોય કેટલાય ધક્કા ખાવા પડે છે. જુદા જુદા ટેબલો પર કેટલીય લાંચ આપવી પડે છે. ભાનુભાઈનું આત્મદાહ નું પગલું એક ગંભીર ઘટના છે, જે  કોઈ એક જ્ઞાતિ ,સમાજ ,ગામ , શહેર કે જિલ્લા પૂરતી સીમિત ના હોઈ શકે.  ભાનુભાઈ ની લડાઈ એ ફક્ત કોઈ દલિત માત્ર કે ગરીબ માત્ર ને જમીન નો ટુકડો અપાવવા માટેની હતી તેવું મૂલ્યાંકન સાવ કાચું કહી શકાય. ભાનુભાઈનો સંઘર્ષ તે સરકારી કચેરી ઓમાં શોભાના ગાંઠીયાની પેઠે ગોઠવેલા નાગરિક અધિકાર પત્રો સામેની લડાઈ તરીકે પણ ઓછો ન આંકવો જોઈયે.

        તમારા વિસ્તારમાં સર્વ-સમાજના લોકો નાગરિકઅધિકારપત્ર ના અમલીકરણ માટે પ્રયત્નશીલ થાય એના માટે આપણે વાત વહેતી મૂકી શકીયે..અધિકારીઓએ નાગરિકોના કામ કેટલા દિવસમાં કરી આપવા તેની સમય મર્યાદા જણાવતા બોર્ડ દરેક સરકારી કચેરી માં લાગે અને તે સમય મર્યાદામાં લોકોનું કામ થાય તેવું નિશ્ચિત થાય, અને જો સમયમર્યાદામાં કામ થાય નહિ તો જે તે અધિકારી ને દંડ થાય તેવા પ્રાવધાન માટે માંગણી કરીયે અને તે મુજબ ના કાર્યક્રમો સર્વસમાજ ને સાથે લઈને કરીયે, સિટીઝન્સ ચાર્ટર ની માંગણી સાથે કલેક્ટર કચેરીના ઘેરાવ નો, આવેદન નો કાર્યક્રમ કરી શકાય અને ભાનુભાઈનું બલિદાન તેના પાયામાં રહે.

....એક સુચન...
શ્રધ્ધાંજલી

ડો.તરૂણ
(સ્ત્રીરોગ નિષ્ણાત, અમદાવાદ)

No comments:

Post a Comment