બજારમાંથી ખરીદી કરી લાવેલી કોઈ પ્લાસ્ટર ઓફ પેરીસ કે માટીની મુર્તિ તમને કે તમારા કુટુમ્બને સુખ, સમૃધ્ધી અને શાંતિ કેવી રીતે આપી શકે...??
મને તો આ વાત કદીય સમજાઈ નથી, હું લગભગ દર વરસે જોઉ છું.
કેટલાક પછાત જાતિના લોકો ચોથના દિવસે બજારમાં જશે,
મોંધામાં મોઘી મુર્તિ પસંદ કરશે,
વાજતે ગાજતે અબિલ ગુલાલની છોળો ઉડાવતા ગણપતિની મુર્તિ લાવશે,
પછી અસ્ટમ પસ્ટમ ન સમજાય તેવા શાસ્ત્રોની વિધી કરી ઘરમાં ગણપતિનું સ્થાપન કરશે,
રોજ સવાર અને સાંજ બે ટાઈમ પુજાની થાળીમાં પાંચ દિવેટનો દિવો કરીને જય ગણેશ... જય ગણેશ... જય ગણેશ દેવા આરતી કરશે,
આરતી પુરી થયા પછી મોદકનો પ્રસાદ ધરાવશે,
કોક દસ દિવસ, કોઈ પાંચ તો કોઈ બે દિવસ આ મુર્તિ પોતાના ઘરમાં રાખી મુકશે અને પછી નદી, તળાવ કે દરીયામાં અથવા નગરપાલિકાએ બનાવેલ વિસર્જન કૂંડોમાં જઈ ડૂબાડી આવશે.
જે મુર્તિને તમે વેચાતી લાવ્યા, પોતે જ ઘરમાં મુકી વળી પાછા એને પોતે લઈ જઈ ડુબાડી.. એ મુર્તિ સામે દસ દિવસમાં સુખ શાંતિ, સુખાકારી માંગો...!!!
મુર્તિ બનાવનાર,વેચનાર માણસ.. ખરીદનાર,પુજનાર માણસ.. પછી એને વિસર્જન કરનાર પણ માણસ.
આમાં મુર્તિની ની ભૂમિકા કેટલી..???
માત્ર અને માત્ર બાળક રમતો હોય એ રમકડા જેટલી..
પહેલા તો ગણેશનું માથુ ઉડાવી દેવાની અને પછી હાથીનું માથુ ચોંટાડવાની વાત જ હજમ કરી શકાય તેવી નથી. પણ એમ કહીએ તો લોકોની શ્રધ્ધાને ઠેસ પહોંચે છે. એટલે એ વાતનુ બહુ એનાલિસીસ કરવાનું રહેવા દઈએ.. મુળ મુદ્દાની વાત કરીએ વરસોથી આટ આટલી શ્રધ્ધાથી સ્થાપન, પુજન કરવા છતાં પણ તેઓ અછુતના અછુત જ રહે છે. કેમ ગણેશ એમના અછુતપણાંનુ નિવારણ કરી શકતા નથી.
કારણ આ ગણેશ ઉત્સવ અછુતો સદાય માટે અછુતો જ બની રહે તે માટે તો શરૂ કરવામાં આવ્યો હતો મનુવાદીઓ દ્વારા......... !!!!!
હવે એક સામાન્ય કોમન સેન્સની તર્કવાળી વાત સમજીએ..
ગણેશ એટલે કોણ....?? હિમાલયવાળા કૈલાસવાળા શંકરના પુત્ર..!!
એટલે કૈલાશ....હિમાલયવાસી મતલબ ઉત્તર ભારતનો વિસ્તાર ...!!!
વિચારવા જેવી વાત એ છે કે ગણેશ અને તેનો પિતૃક વિસ્તાર ઉત્તર ભારત હોય તો સ્વાભાવિક રીતે જ ઉત્સવ ઉત્તર ભારતનાં વિસ્તારોમાં જ વધુ ઉજવાવો જોઈયે... પણ અહીં તો ઉત્તર ભારતને બદલે મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવની ધામધુમપુર્વકની ઉજવણી શરૂ થયેલી હોવાનું જોવામાં આવ્યું છે. આ શરૂઆત મહારાષ્ટ્રથી થઈ હતી હવે તો લગભગ તમામ જગ્યાએ ઉજવણીઓ થવા લાગી છે.
તો પછી આપણી ખોપરીમાં મગજ જેવું કોઈ અંગ હોય અને જરીક પણ કામ કરતુ હોય તો સવાલ થવો જોઈયે કે ઉત્તર ભારતના બદલે ગણેશ ઉત્સવની આટલી બધી ધુમધામ મહારાષ્ટ્રમાં શા માટે થઈ હતી..????????
તેની પાછળનું કારણ છે... બહુજન મહાનાયક રાષ્ટ્રપિતા જ્યોતિબા ફુલ દ્વારા શિવાજી મહારાજની યાદમાં બહુજન પછાત સમાજને જાગ્રત કરવા ઉજવવી શરૂ કરેલી શિવાજી જયંતિ!!!!!!!
શિવાજી મહારાજના ના મૃત્યુ બાદ જ્યોતિબા ફુલેએ રાયપુરમાં તેમની સમાઘી શોધી કાઢી હતી અને શિવાજીની પ્રશસ્તિ રૂપે પેવાડા લખ્યું હતુ. બાદમાં મહારાષ્ટ્રમાં પછાતોમાં પોતાના ઈતિહાસ બાબતે લોકજાગૃતિ ફેલાવવા જ્યોતિબા ફુલે દ્વારા 1874માં શિવાજી ના ઈતિહાસથી પછાત સમાજના લોકોને વાકેફ કરવા શિવાજી જયંતિ ઉત્સવ મનાવવો શરૂ કયોઁ હતો. 1874થી આ ઉત્સવ દર વરસ ઉજવાતો રહ્યો હતો અને તેમાં પછાતો મોટી સંખ્યામાં ભાગ લેતા ગયા. અહીં પછાાતો ધીમે ધીમે પોતાના ઈતિહાસથી વાકેફ થતા ગયા અને બ્રાહ્મણવાદીઓ દ્વારા રચવામાં આવેલ મનુવાદી ષડયંત્રને સમજવા લાગ્યા હતા. આનાથી કટ્ટર મનુવાદીઓ ડરી ગયા. કારણ ડરવું પડે તેમ હતુ... આ મહોત્સવથી પછાતો જાગ્રત બની રહ્યા હતા.
આ ઉત્સવને રોકવા માટે અને પછાતોનું ધ્યાન બીજે દોરવા માટે કટ્ટર મનુવાદીઓના ઈશારે કટ્ટર બ્રાહ્મણ લોકમાન્ય ટિળક દ્વારા 1893-94 થી જાહેર સાવઁજનિક ગણપતિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી. (યાદ રાખો...1893-94 પહેલા ગણેશ મહોત્સવ ઉજવાતો હોય તેના પ્રમાણ ઈતિહાસમાં ક્યાય નથી..) આ એક રીતે તો જ્યોતિબા ફુલેએ શરૂ કરેલ ક્રાન્તિ સામેની પ્રતિક્રાન્તિ જ હતી.
ટિળકનો ગણેશ મહોત્સવ અંગ્રેજો વિરૂધ્ધ ભારતીય પ્રજામાં લોકજાગ્રતિ ફેલાવવા માટે કરવામાં આવેલો એવું કહેવામાં આવતુ હતુ પણ હકીકતમાં આ મહોત્સવ પછાતોમાં મનુવાદ વિરૂધ્ધ વધતી જતી લોકજાગ્રતિ રોકવા માટે જ શરૂ કરવામાં આવેલો. બસ પછી ગણપતિ મહોત્સવે એવું ઘેલુ લગાડ્યું કે ધીરે ધીરે એનો વ્યાપ વધતો ગયો. મહારાષ્ટ્રથી ગુજરાત... હવે તો ગણપતિ મહોત્સવ બધાય ઉજવે છે. પછાતો પણ ધામધૂમથી દર વરસે ઉજવે છે.
પહેલા ગણપતિનો ફાળો ઉઘરાવશે, પછી વાજતે ગાજતે નાચતા નાચતા ગણપતિની મુર્તિ ખરીદવા જશે, બાદ સોસાયટી, મહોલ્લાઓ કે શેરીઓમાં તેનું સ્થાપન કરી દસ દિવસ સુધી મંડ્યા રહેશે..
આવા ભક્ત એવા પછાત મિત્રોને એક જ સવાલ છે... તમે જેટલી શ્રધ્ધા અને આસ્થાથી ગણપતિ ઉત્સવમાં રસ લઈ રહ્યા છો તેટલો રસ કદીય ચૌદમી એપ્રિલ આંબેડકર જયંતિના દિવસે લીધો છે..???????
જેટલી શ્રધ્ધાથી ગણપતિનું ઘરમાં સ્થાપન કરો છો..? તેટલી શ્રધ્ધાથી કદી ઘરમાં બાબા સાહેબનો ફોટો લગાવ્યો છે...ખરો.????????
દર વરસે ગણપતિને મોંધા ભાવે ખરીદી લાવે છે... દસ દિવસ પુજા, અર્ચન, પ્રસાદ ધરાવે છે. દસ દિવસ પછી પાણીમાં ડુબાડી આવે છે. આવું દર વરસે કરવામાં આવે છે.... ગણપતિ આવે છે અને જાય છે.... પણ આપણે હજીય ત્યાંને ત્યાં જ ઉભા છીએ.
- જિગર શ્યામલન
29/08/2017