By Vishal Sonara || 27 Aug 2017 at 10:29
આપણા ગુજરાત ના પ્રખ્યાત તરણેતર ના મેળા મા આ વખતે એક ગુજરાત ના ગૌ ચાહકો માટે આયનો દેખાડતો એક સ્ટોલ જો કદાચ કોઇ મેળા મા ગયુ હોય તો એ જોયો હશે.
આ સ્ટોલ ની ખાસીયત હતી "એક ગાય નુ દર્દ"
જ્યારે નજર સામે ગાય કચરો ખાતી હોય ત્યારે કચરા મા આપણે જ નાખેલુ પ્લાસ્ટીક પણ એના પેટ મા જતુ હોય એ જો દેખાતુ ન હોય તો કયા મોઢે ગાય ને પુજનીય માનવાનો ઢોંગ થઈ રહ્યો છે?
ગાયો ને ચરવા માટે ની ગૌચર ની સુવીધા કાયદા દ્વારા આપવામા આવે છે પણ એ ગૌચર અત્યારે ક્યા છે એ પ્રશ્ન કોઇ પણ ગૌસેવા વાળા કે ગાય પ્રેમી જનતા એ ઉઠાવ્યો નથી.
પણ જો ગાય ના મુદ્દા પર મુસલમાન કે દલિત પર અત્યાચાર કરવાનો મોકો મળે તો કહેવાતા ગૌરક્ષકો એક પણ મુદ્દો છોડવા તૈયાર નથી.
આ કહેવાતા ગૌરક્ષકો અને ગાય પ્રેમી જનતા ને સાચુ ચીત્ર દેખાડવાના એક પ્રયાસ સ્વરુપે આપણા કર્મનીષ્ઠ વ્યક્તિ નટુ ભાઈ પરમાર અને એમની ટીમ દ્વારા ગુજરાત ના ઐતીહાસીક કહેવાતા એવા તરણેતર ના મેળા મા ફક્ત ગાય માટે જ એક સ્ટોલ નાખવામા આવ્યો હતો.
જેમા ફોટા મા જોઇ શકાય છે એમ એક ગાય ની પ્રતીકૃતી રાખવામા આવેલ હતી અને એના પેટ મા મૃત ગાય ના પેટ માથી નીકળેલ પ્લાસ્ટીક ની થેલીઓ અને પ્લાસ્ટીક નો કચરો કે જે ગાયો માટે મરણતોલ બની રહે છે. એ રાખવામા આવેલ. તથા એ જ પ્લાસ્ટીક ને ડીસ્પ્લે મા લોકો જોઇ શકે એ માટે રાખવામા આવેલ હતુ.
અમુક કહેવાતા ગૌસેવકો મોઢુ મચકોડી ને કદાચ એ સ્ટોલ આગળ થી પસાર થઈ શકે છે પણ જે લોકો ને સાચે જ ગાય ની પડી છે એ લોકો માટે આ એક વિચારવા માટે નો તણખો પુરો પાડે એવુ પ્રદર્શન નટુ ભાઈ અને એમની ટીમ દ્વારા કરવામા આવેલુ હતુ.
No comments:
Post a Comment