May 22, 2017

ભારતમાં ખરેખર પુન:જાગરણનો પ્રારંભ થયો હોય તો તે જ્યોતિબા અને સાવિત્રીબાઇ ફુલે દ્વારા થયો છે : વિજય મકવાણા


વિચારો અને મનન કરો!
ભારતમાં ખરેખર પુન:જાગરણનો પ્રારંભ થયો હોય તો તે જ્યોતિબા અને સાવિત્રીબાઇ ફુલે દ્વારા થયો છે. આ મહાન દંપતિએ પહેલી કન્યાશાળાની સ્થાપના કરી જેના કારણે દેશની અડધા ભાગની વસ્તી માટે શિક્ષણના દરવાજા ખુલ્યાં. પરંતુ દેશના ધૂર્ત અને મક્કાર ઇતિહાસકારો પુન:જાગરણનું તમામ શ્રેય રાજા રામમોહનરાય નામના વિપ્રદેવને આપે છે. બેશક રાજા રામમોહનરાયનું કાર્ય ઉલ્લેખનીય અને સરાહનીય હતું. પરંતુ સતીપ્રથા તથા વિધવાવિવાહ જેવી ઘૃણાસ્પદ પ્રથાઓ ભારતના 90% સામાન્ય, મહેનતકશ, ગરીબ લોકોની કે તેમની સ્ત્રીઓની સમસ઼્યા ન હતી. તે પ્રથાઓની સમસ્યાઓ તો અમીર, ઉમરાવો, જમીનદારો, અને કેટલીક ખાસ જાતિઓની હતી. બીજી બાજુ જુઓ તો ભારતના પુન:જાગરણમાં એની બેસન્ટ નામની અંગ્રેજ મહિલાનું યોગદાન હતું એવો જોરશોરથી પ્રચાર કરાય છે પણ ખરી હકિકતે વિધી સમક્ષ મતલબ કે કાયદા સમક્ષ તમામને સમાનતાનો અધિકાર આપવાવાળા અને દેશમાં આધુનિક શિક્ષણનો પાયો નાખનાર લોર્ડ મેકોલેનું યોગદાન ભારતના પુન:જાગરણનું પહેલું કદમ હતું. પરંતુ તે સમાનતાવાદી અંગ્રેજની નકારાત્મક છબી ચિતરવાની એકપણ તક ભારતીય બુદ્ધિમાનો ચૂકતાં નથી.

#ફુલેઆંબેડકરવર્લ્ડ
- વિજય મકવાણા




















Facebook Post :- 

No comments:

Post a Comment