June 06, 2017

આંબેડકર V/S સામ્યવાદ


By Rushang Borisa


આંબેડકર V/S સામ્યવાદ (ભારતના પરિપ્રેક્ષ્યમાં ડાબેરી પણ કહી શકાય) :-

આમ્બેડકરીટ્સ અને ડાબેરીઓ વચ્ચે શરૂઆતથી જ અંતર રહ્યું છે. ગાંધીની વાટે ડાબેરીઓ પણ દલિતો-પછાતોને ખેંચવામાં વ્યસ્ત રહ્યા હતા.(આઈ મીન "છે".) ગાંધીનો મુદ્દો અસ્પૃસ્યતા નિવારણ અને સમરસતા સુધી સીમિત હતો.(યાદ રહે ગાંધી સમાનતાની તરફેણમાં બિલકુલ નહતા.)જયારે માર્ક્સવાદી વિચારધારાનું મૂળ આર્થિક ક્રાંતિ છે. મજૂરો શોષણના સીધા શિકાર હોય તેઓ આજીવન મૂડીવાદી તંત્રની ગુલામી કરે છે. જે અમીરી-ગરીબી રૂપે સ્પષ્ટ વિષમતામાં પરિણમે છે.
હિન્દૂ સમાજમાં આ અસમાનતાના મૂળ સામાજિક-ધાર્મિક શિક્ષાઓ વડે શદીઓ પહેલા જ રોપવામાં આવ્યા હતા. એટલે "આર્થિક ક્રાંતિ" ગૌણ બને અને સામાજિક ક્રાંતિ પ્રાથમિક રહે.છતાં અહીં ડાબેરી વિચારધારા અસરકારક રહે તેવો પૂરતો અવકાશ છે જ.
આંબેડકર મુજબ ભારતીય સમાજમાં સામાજિક-ધાર્મિક દુષણો વધુ હોય તેને મહત્વ આપવું રહ્યું. નો ડાઉટ...આંબેડકર ઉપર માર્ક્સનો કેટલાક અંશે પ્રભાવ હોય શકે,પણ તેમણે આખરે માર્ક્સવાદને અવગણ્યા છે. તેના ઘણા કારણો હોય શકે....અહીં એક મહત્વનું કારણ મારી સમજ મુજબ જણાવું.
➤ ડાબેરીઓ "ધર્મ" ના ખ્યાલ નો સ્પષ્ટ ઇન્કાર કરે છે. ધર્મ લોકોને ભ્રમિત કરતુ પરિબળ હોય લોકો પોતાની મૂળભૂત સમસ્યાઓથી વિચલિત થઇ સ્થાપિત હિતોની નીતિઓના ગુલામ બને છે.જે આખરે કોઈ પણ ક્રાંતિ માટે અવરોધ પેદા કરે.કાર્લ માર્કસે ધર્મને અફીણની ઉપમા આપી છે. માર્ક્સિસ્ટ ચળવળોમાં શુદ્ધ સેક્યુલારિઝમ નજરે ચડે.આ વાટે ઘણા ખૂન-ખરાબા પણ છુપા નથી. ડાબેરી વિચારધારાનો મુખ્ય વિષય ઈકોનોમી હોય તે ધર્મથી બિલકુલ અલિપ્ત રહે.
➤ જયારે આંબેડકરની ક્રાંતિ સામાજિક-ધાર્મિક-રાજકીય ક્રાંતિ(મુખયત્વે સામાજિક) હતી. કોઈ પણ સમાજ પોતાના ઉત્થાન માટે ધર્મના ખ્યાલનો સંપૂર્ણ અનાદર ના કરી શકે.નો ડાઉટ...આંબેડકર નાસ્તિક હતા, પણ તેમણે ધર્મગ્રંથો અને સામાજિક રહેણીકરણી-સમસ્યા વિષે ઊંડો અભ્યાસ કરેલો હતો. લોકો નાસ્તિક બને તે આત્મસ્ફૂરણાનો વિષય છે; તેને સામાજિક જીવન સાથે નિસબત નથી. પણ લોકો સારું જીવન જીવે,શિક્ષિત બને વગેરે પાસાઓ માટે ધર્મને લાકડી બનાવવી પડે. ધર્મ લોકોને સાંકળી રાખે છે, જેથી યોગ્ય ધર્મને અનુસરી સમાજને સંગઠિત કરી શકાય. સામાજિક ક્રાંતિમાં ધર્મની બાદબાકી કરીયે તો ઓવર-ઇન્ડ્યુવિલ્સેશન થાય જે આખરે ઉદાસીન અભિગમ તરફ પ્રેરે. વળી,દુનિયામાં જે કોઈ રાજકીય ફેરફારો આવ્યા છે તે ધાર્મિક સંઘર્ષના સોપાન વડે આવ્યા છે. માટે એક નાસ્તીકના ધર્માંતરનું એક કારણ લોકોને ઉમદા-તર્કપૂર્ણ ધર્મ તરફ પ્રેરી લોકોને જાગૃત કરવાનું પણ હોય શકે.
આ દ્રષ્ટિએ ડાબેરીઓ માટે ધર્મ બિલકુલ બિનજરૂરી છે , જયારે સમાજ સુધારકો તે હદે અંતિમવાદી ના બની શકે.
મુખ્ય ભેદ અહીં સ્પષ્ટ થયો હશે તેવી આશા સાથે વધુ વિસ્તાર ટાળું છું..
આ ફોટા વડે પણ તફાવત સમજી શકાય છે:
૧) "પ્રજાના ખુશી માટે ધર્મનો નાશ કરવો તે પ્રથમ જરૂરિયાત છે." -કાર્લ માર્ક્સ
૨) "ધર્મ(નું અસ્તિવત) માણસ માટે છે ,માણસ(નું અસ્તિત્વ) ધર્મ માટે નથી."
 - ભીમરાવ આંબેડકર
- Rushang Borisa

No comments:

Post a Comment