June 06, 2017

ઈશ્વર એ ઘુતારાઓનું સજઁન છે, ઠગોએ એનો ફેલાવો કયોઁ અને મુરખાઓ તેની પર વિશ્વાસ કરે છે

''ઈશ્વર એ ઘુતારાઓનું સજઁન છે, ઠગોએ એનો ફેલાવો કયોઁ અને મુરખાઓ તેની પર વિશ્વાસ કરે છે''.- રામાસ્વામી પેરિયાર
😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁
નાસ્તિક હોવું એ કોઈ સરળ અવસ્થા નથી.. કોઈ પણ મુરખ પોતાની જાતને આસ્તિક કહી શકે છે.. કારણ ભગવાન કે ઈશ્વરની સત્તા સ્વિકારવામાં કોઈ પણ જાતની બુધ્ધિની જરૂર નથી પડતી....
જ્યારે નાસ્તિકતા માટે ખુબ જ મોટા સાહસ અને દ્રઢ વિશ્વાસની જરૂરત પડે છે...
આ અવસ્થા એવા લોકો માટે જ સંભવ છે... જેમની પાસે તકઁ તથા બુધ્ધિની શક્તિ હોય...
સામાન્ય રીતે આપણે જે જોઈએ.... એને સત્ય માનીયે છીએ.. પણ ઈશ્વરની બાબતમાં આપણે તેમ કરતા નથી.. કોઈએ ક્યાંક કહેલી કે કોઈનાં દ્વારા સાંભળેલી વાતો કોઈ જાતનાં પરિક્ષણ વગર માની લેવી એ આપણી પરમ નબળાઈ છે... અને આ નબળાઈને બરાબર પારખી ગયેલા લોકો જ મજબૂરીનો લાભ ઉઠાવવા એક કાલ્પનિક ભયસ્થાન પેદા કરી દીધું.... ઈશ્વર કે ભગવાન...
ઈશ્વર છે કે નથી એનાથી ફુટપાથ પર ભુખ્યા સુઈ જતા કરોડો બાળકોને કંઈ ફેર પડવાનો નથી..
ઈશ્વર છે કે નથી એનાંથી રોજ બળાત્કારમાં ઈજ્જત ગુમાવતી સ્ત્રીના પાછલા જીવનમાં કોઈ ફેર પડવાનો નથી..
ઈશ્વર છે કે નથી તેનાથી જાતિના કારણે વારંવાર હડધૂત થતા પછાતને કોઈ ફેર પડવાનો નથી..
ઈશ્વર છે કે નથી તેનાથી ગરીબ મજબુરના લાચાર, નિરાધાર જીવનમાં કોઈ ફરક પડવાનો નથી...
હા.... ઈશ્વર છે એનો ફરક પડે છે પણ કોને...?
ઠેરઠેર ઈશ્વરના નિવાસસ્થાન એવા મંદિરરૂપી બ્રાન્ચ બનાવી બેસી ગયેલા એજન્ટોને.....
પોતે ઈશ્વરનો અવતાર છે એવો દેખાડો કરતા બાબા... માતાઓને...
આ આખુ એવુ ચક્ર છે જેમાં ઈશ્વરમાં શ્રધ્ધા રાખનાર લોકો સિવાય બીજા બધાયને લાભ થાય છે.....

''ઈશ્વર એ ઘુતારાઓનું સજઁન છે.... ઠગોએ એનો ફેલાવો કયોઁ... અને મુરખાઓ તેની પર વિશ્વાસ કરે છે''.- રામાસ્વામી પેરિયાર
# જિગર શ્યામલન


Facebook Post :-

No comments:

Post a Comment