ભીમરાવ આંબેડકર વડોદરા રાજ્ય તરફથી નાણાંકીય મદદ મેળવી વિદેશ અભ્યાસ અથેઁ ગયા હતા. જો કે તેમાં 10 વર્ષ સુધી રાજ્યની સેવા કરવા કરારબધ્ધ હોવાથી સ્વદેશ આવ્યા બાદ તરત જ રાજ્યની સેવામાં જોડાઇ ગયા હતા.
વડોદરા રાજ્યની સેવામાં થોડોક વહીવટી અનુભવ મળે એ આશયથી તેમની નિમણુંક લશ્કરી સચિવ તરીકે કરવામાં આવી હતી. એ વખતે લશ્કરી સચિવનો હોદ્દો એક રીતે જોતા ભારે માન મરતબાવાળો ગણાતો હતો પણ આ મોભો ભીમરાવ આંબેડકરને ક્યારેય ન મળ્યો હતો.
મિત્રો......આંબેડકરને અહીં પણ અશ્પૃશ્યતાના કડવા અનુભવ સહન કરવા પડ્યા હતા.
તેમનાથી ઘણા જ જૂનિયર ગણાય તેવા મદદનિશો અને તેમના હાથ નીચે કામ કરનાર લોકો સાવ જ બેહુદો વર્તાવ કરતા હતા. કારણ તેમના મતે આંબેડકર ભલે લશ્કરી સચિવ તો હતા પણ જાતે એક અશ્પૃશ્ય સમાજના હતા. ઉડીને આંખે વળગે તેવી વાત તો એ હતી કે આંબેડકરને પીવાનું પાણી પણ આપવામાં આવતુ ન હતુ. સમગ્ર કચેરીના માણસો પોતાને આંબેડકરનો સ્પર્શ ન થાય એ વાતનું ધ્યાન સતત રાખતા હતા.
ફાઇલોની સીધી આપ-લે કરવાને બદલે આંબેડકરના ટેબલ પર દૂરથી જ ફેંકવામાં આવતી હતી.
સૌથી મોટા દુખની વાત તો એ હતી કે આવડા મોટા લશ્કરી સચિવનો હોદ્દો ધરાવતા અધિકારીને માત્ર અશ્પૃશ્ય હોવાના લીધે આખા વડોદરા શહેરમાં કોઇ પોતાનું ઘર આપવા તૈયાર ન હતુ.
આ બાબતે આંબેડકરે વડોદરાના મહારાજને પત્ર દ્વારા જાણ કરી હતી, મહારાજે રાજ્યના દિવાન પાસે મોકલી આપ્યા. દિવાન પોતે પણ આ બાબતે કંઇ કરી શકે તેમ ન હોવાથી આ અંગે અશક્તિ દર્શાવી હતી.
આખરે લાચારીવશ આંબેડકર એક પારસીના ઘરમા અજાણ્યા બનીને રહ્યા હતા. પણ થોડા જ દિવસ બાદ આંબેડકર અશ્પૃશ્ય હોવાની વાત ખબર પડતા પારસી ઘર માલિકે આંબેડકરને ઘરની બહાર કાઢી મૂકાતા તેઓ રસ્તા પર આવી ગયા હતા.
થાકેલા, ભૂખ્યા અને રસ્તા પર આવી ગયેલા આંબેડકર માટે આ અપમાનનો કડવો અનુભવ ભારે વસમો હતો. આખા શહેરમાં રખડ્યા પણ કોઈ ઠેકાણું મળતુ ન હતુ. આંબેડકરને મનોમન ભારે વેદના થઈ. પોતે એક લશ્કરી સચિવ જેવો મરતબાવાળો હોદ્દો ધરાવતા હતા તોય... આટલી હદે હડધૂત થયા.??
સાવ હતાશ અને નાસીપાસ આંબેડકરે વડોદરાના કમાટી બાગમાં એક ઝાડ નીચે વિશ્રામ લીધો હતો અને ત્યાં પોતાને થયેલ અશ્પૃશ્યતાનો કડવો અનુભવ યાદ કરી આંબેડકર રીતસર ચોધાર આંસુએ રડી પડ્યા હતા.
''જો... આટલુ બધુ શિક્ષણ......આટલો મરતબાવાળો હોદ્દો હોવા છતાં.... આ લોકો મારી આટલી આભડછેટ રાખતા હોય.... તો મારા સમાજના ગરીબ.. અભણ.... સામાન્ય માણસની દશા કેવી હશે......?''- એક તરફ આંખોમાં આંસુ વહેતા રહ્યા આંબેડકરના મનમાં સતત આ વિચારો ચાલતા રહ્યા.
આખરે મનોમંથન બાદ આંબેડકરે મનોમન એક સંકલ્પ લીધો કે ''હવે હું મારા અશ્પૃશ્ય સમાજને અધિકાર મળે એ માટે મારાથી બનતુ કરી છુટીશ.''
અને ત્યારથી એજ ઘડીએ ભીમરાવ આંબેડકર મટી પછાતોના અધિકાર માટે આજિવન લડત આપનાર મહા નાયક, મહામાનવ અને યુગપુરૂષ એવા બાબા સાહેબ બન્યા.
કમાટીબાગમાં જ્યાં બાબા સાહેબ ચોધાર આંસુએ રડ્યા હતા અને પોતાનાં બાંધવોના હક્ક માટે લડવા સંકલ્પ કયોઁ હતો. તે જગ્યા આજે સંકલ્પ ભૂમી તરીકે ઓળખાય છે. આંબેડકરવાદી ચળવળની જન્મભૂમિ કહીએ તો પણ અતિશયોક્તિ નથી.
મિત્રો... કદીક વડોદરા જાઓ.. તો કમાટીબાગની સંકલ્પ ભુમીની મુલાકાત ચોક્કસ લેજો. કારણ ત્યાં.. બાબા સાહેબનાં આંસુ પડેલા છે. સંકલ્પભૂમીએ પળભર બેસજો અને બની શકે તો બાબા સાહેબની વિચારધારા પર ચાલવાની કોશિશ કરવાનો સંકલ્પ લેજો...
કારણ બાબા સાહેબના એ સંકલ્પના પ્રતાપે આજે હુ અને તમે આપણે બધા શાંતિથી, આઝાદીથી જીવી રહ્યા છીએ. ભણી ગણીને આગળ વધી શક્યા છીએ.
આજે તમે તમારા મોંધાદાટ સ્માટઁફોનમાં ફેસબુક પર જે પોસ્ટ વાંચી રહ્યા છો. તે બાબા સાહેબના સંધષઁનો પ્રતાપ છે.
જિગર શ્યામલનના જયભીમ.................
Facebook Post :-

No comments:
Post a Comment