June 10, 2017

કબીરનું બ્રાહ્મણીકરણ



🌟કબીર અને બ્રાહ્મણવાદ :-

કબીર મારા મતે એક મહાન વિચારક રહ્યા છે; તેઓ "સંત" કે "સ્વામી" જેવા ક્યારેય લાગ્યા નથી. તરુણાવસ્થાથી તેમના દોહા વાંચવાનો ચસ્કો હતો પણ ત્યારે દોહા સમજી શકું તેવું મગજ નહતું. મેં તેમના ઘણા દોહા વાંચ્યા છે અને તે ઉપરથી કહું તો તેઓ વિચારકથી પણ આગળ ક્રિટીક કહી શકાય તેવી પ્રતિભા હતા.તેમની વાણીમાં અંધશ્રદ્ધા અને કુરિવાજો ઉપર કરેલ પ્રહારો તેમજ સાચા-ખોટું શું છે તેની સમજ સ્પષ્ટ સાંભળી શકાય.

પણ જેવું બુદ્ધ સાથે રમાયું તેવું કબીર સાથે પણ કર્યું જ છે. બ્રાહ્મણવાદીઓ પાસે પોતે એક્સપોઝ ના થાય તેની એક થી એક ચડિયાતી દુરંદર્શી યોજનાઓ હોય જ છે.

✴ કબીરનું બ્રાહ્મણીકરણ....

સામાન્ય રીતે એવો પ્રચાર કરવામાં આવે છે કે કબીરના ગુરુ એક બ્રાહ્મણ હતા- સંત રામાનંદ.(જે ભક્તિ-માર્ગના મુખ્યગુરુ તરીકે પ્રખ્યાત છે) કબીર તેમના શિષ્ય કેવી રીતે બન્યા તેની મનઘડત વાર્તા પણ બ્રાહ્મણવાદીઓએ બનાવી છે.(જેમાં તેઓ બેશક નિપુણ છે.)

⟹ એક વાર કબીર અનાથવસ્થામાં ગંગા કિનારે વિશ્રામ કરતા હતા. ત્યારે સંત રામાનંદ ત્યાંથી પસાર થતા હતા ; દરમ્યાન રામાનંદનો પગ કબીરના માથાને અડ્યો. તેથી અચાનક કબીરને આત્મસ્ફૂર્ણા થઇ અને કબીરે રામાનંદને પોતાના ગુરુ બનાવવા જીદ કરી. આખરે રામાનંદે કબીરને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યા.

⟹ હવે કબીરના જીવનનો જ એક પ્રેરણાદાયક કિસ્સો જણાવું (મને જેટલું યાદ છે તે ઉપર થી): એક વાર કબીર આરામમાં હોય છે. તેમના પગની દિશા મંદિર/મસ્જિદ તરફ હોય છે; આ દ્રશ્ય દેખી એક પંડિત/મુલ્લા તેમને ટકોર કરે છે કે તમારા પગ બીજી દિશા તરફ વાળો,અહીં રામનું મંદિર છે...ત્યારે કબીર મુલ્લા/પંડિતને જવાબ આપે છે કે જે દિશામાં તમારા અલ્લાહ/રામ ના હોય તે મને જણાવો ; હું તે તરફ મારા પગ કરીશ.

હવે આ ગુરુ-શિષ્ય વાળી વાર્તા કેટલી બકવાસ છે તે સમજદારો તો સમજી જ ગયા હશે. કબીર કે જે અંધશ્રદ્ધા-વાહિયાત વાતોની કટ્ટર વિરોધી હતા, તે જ માત્ર પગનો સ્પર્શ થતા ગુરુની ભીખ માંગે??!!! રામાનંદ એક ભક્તિ રસ થી પ્રભાવિત કવિ-કમ-સંત હતા ,જેઓ વેદો-વેદાંતોથી પ્રભાવિત હતા. જયારે કબીરના દોહામાં વર્તમાન પરિસ્થતિનું વર્ણન હોય તેઓ એક ઉપદેશકની સાથે ક્રિટીક પણ હતા; જેમણે વેદો ઉપર પણ કટાક્ષ કરેલા.આ આખું જુઠાણું એક્સપોઝ કોઈ પણ તર્કપૂર્ણ વ્યક્તિ સરળતાથી કરી શકે- રામાનંદ ૧૪મી સદીના સંત હતા ,જયારે કબીર ૧૫ મી સદીના વિચારક.રામાનંદનો જન્મ ૧૩૩૦-૧૩૫૦ ની અંદર થયો હતો તેવું ખુદ બ્રાહ્મણ ઇતિહાસકારો કહે છે ;જયારે કબીર તો ૧૪૪૦ ની આસપાસ જન્મેલા! કબીર જેવા મહાન વિચારકને પચાવવી પાડવા "સુપરમેનો" કેવી હદ સુધી જઈ શકે!!! વળી, કબીર એક બ્રાહ્મણ પુરુષના નાજાયઝ સંતાન હતા તેવો પ્રચાર પણ બ્રાહ્મણવાદીઓ કરતા આવ્યા છે.તેની વાર્તા પણ બેતૂકી જ છે.

દલિત-પછાતોના પતનનું મુખ્ય કારણ શિક્ષાથી વંચિત રાખવામાં આવ્યા હતા તે જ છે.કદાચ સામાજિક બહિષ્કાર થી તેઓ શરૂઆતના ગાળામાં નબળા રહે પણ જો બહિષ્કૃતોને શિક્ષાનો અધિકાર મળ્યો હોત તો સમય જતા જાગૃકતા પણ કેળવાય.પણ માનવજાતિની બદનસીબી કે આ દેશમાં તેવું ના બન્યું. અશિક્ષિત દલિતો-પછાતો કબીરવાણીને સમજી શકે તે માટે પ્રચાર અને શિક્ષાનું માધ્યમ તેમની પાસે હતું જ નહિ. જેથી કબીરવાણીને સમય જતા બ્રાહ્મણવાદીઓ કેટલાક અંશે વિકૃત કરી શક્યા. જો કે કબીરવાણી દલિત-પછાતોમાં લોકપ્રિય તો હતી જ ;જેથી તેનો સઘળો ભાગ સચવાય રહ્યો.પણ તેનો વ્યાપક સ્તરે પ્રચાર થાય તે સ્થતિમાં સંગ્રાહકો નહતા.જેથી કેટલાક કુતત્વોએ કબીરની સાથે ચમત્કારો સાંકળી કબીરની મૂળ-વિચારધારાનું જ સત્યાનાશ કરવાના પ્રયત્નો કર્યા. આજ-કાલ જાપ-માલા-ભગવાધારી કબીરના ફોટા દેખતા હસવું કે રડવું તેની ગતાગમ ના પડે.

કેટલાક આશાવાદીઓ કહે છે કે દેશ સુધર્યો છે;લોકો શિક્ષિત થયા હોય જાગૃત થયા છે; લોકો હવે સાચું-ખોટું પારખી શકે છે; બ્રાહ્મણવાદ હવે પહેલા જેવો નથી રહ્યો....પણ જે હદે હું બ્રાહ્મણવાદને જાણું છું, ૧૦૦% વિશ્વાસ સાથે કહું કે જો ૨ પેઢી સુધી દલિતો-પછાતોને પાછા શિક્ષાથી વંચિત રાખવામાં આવે તો આધુનિકતા-સુધારાવાદનો ઢોંગ કરતા "સુપરમેનો" આંબેડકરનું પણ બ્રાહ્મણીકરણ કરવામાં સફળતા મેળવી લે. જેમ કે આંબેડકરની બ્રાહ્મણસૂચક અટકનો ફાયદો ઉઠાવી એવો પ્રચાર કરે કે આંબેડકર બ્રાહ્મણ હતા ..પણ અનાથ હોય દલિત પરિવારે દત્તક લીધા હતા વગેરે વગેરે.(એક અનુમાન)...
- રુશાંગ બોરીસા
Kabir implies that by dividing men into castes, clans and creeds encourage quarrels and feads. Better than the Brahmin is a donkey who does useful service to man, a dog is better than a low caste as it guards the house, a cock is better than a Mullah who wakes up a man from his sleep.

No comments:

Post a Comment