June 10, 2017

ભીમક્રાન્તિ આવનારા ભીમયુગનો આગાઝ : જિગર શ્યામલન



દુનિયાનાં વિવિધ દેશોમાં થયેલ ક્રાન્તિ અને સંધષઁ ઈતિહાસના પાનાઓમાં દફન છે. મોટાભાગની ક્રાન્તિઓ પાછળ શોષણ.., અત્યાચાર.., ગરીબી.., અને ભુખમરો મુખ્ય પરિબળો છે.

જ્યારે પણ અત્યાચાર અને શોષણ પોતાની મયાઁદા વળોટી નાખે છે ત્યારે ક્રાન્તિની ચિનગારી પેદા થાય છે. દુનિયામાં જ્યા પણ ક્રાન્તિઓ થઈ છે તે તમામ અંતે તો લોહીયાળ જ બની છે. પરંતુ કલમ અને વિચારના માધ્યમથી બાબા સાહેબ દ્રારા અશ્પૃશ્યો માટે સામાજિક સમરસતા અને માનવીય અધિકારો માટે કરવામાં આવેલી બધા કરતા સાવ નોખી અને બેજોડ છે.

કારણ દુનિયાના દેશોમાં થયેલી બધી ક્રાન્તિઓ મોટા ભાગે વિદેશની કે પોતાના દેશની સરમુખત્યાર સત્તાશાહી અને આમ પ્રજાના લોકો વચ્ચેનો જ સંઘષઁ હતો, જેમાં શારીરીક બળનો ઉપયોગ થયેલો હતો અને મોટાભાગે હિંસક અને લોહીયાળ બની રહી હતી.

બાબા સાહેબની ક્રાન્તિ કોઈ વિદેશી સત્તા સામે નહી પરંતુ આમ પ્રજાજનો સામે જ હતી. સદીઓથી કચડાયેલ પ્રજાના અધિકારો માટે હતી. સમાજમાં પ્રવઁતતા સામાજિક ભેદભાવ સામે હતી.

પરંપરાગત ભેદભાવવાળી ધામિઁક માન્યતાઓના કારણે રૂપરંગે અને જન્મે માનવ હોવા છતાં માનવની ઓળખ ગુમાવી ચુકેલા સમાજના એક બહુમતી વગઁના લોકોના અસ્તિત્વનો સંઘષઁ હતો. બાબા સાહેબે શરુ કરેલી ક્રાન્તિ કલમ અને માનસિક બળ એટલે કે વિચારધારા પર આધારીત હતી.

આજે બાબા સાહેબ તો નથી પણ તેમને આદરેલ વિચારધારાની લડાઈ એક ચિનગારીની જેમ સદા સળગતી રહી છે. આ ક્રાન્તિ હવે ભીમક્રાન્તિની ઓળખ પામી ચુકી છે.

સમાજમાં પ્રવઁતી રહેલ જાતિવાદનો ખાતમો એટલે જ ભીમ ક્રાન્તિ.....

આપસના ભેદ ભુલી અન્યાય સામે એકજુટ બની સામનો કરવાની રણનિતી એટલે જ ભીમ ક્રાન્તિ.....

અંઘવિશ્વાસ, પાખંડ અને ધમઁમાં રૂઢ બની ગયેલ અંધશ્રધ્ધા સામે તકઁની લડાઈ એટલે જ ભીમ ક્રાન્તિ.....

આપણે જ્યાં પણ છીએ ત્યાં યથા શક્તિ ભીમ ક્રાન્તિનો મોટો કે નાનો હિસ્સો બની આવનારા ભીમયુગને વધાવીએ.....

આ ભીમક્રાન્તિ એ આવનારા ભીમયુગનો આગાઝ છે.

જિગર શ્યામલનનાં જયભીમ......



Facebook Post :-

No comments:

Post a Comment