June 10, 2017

આંબેડકરવાદ અપનાવ્યા બાદ તમે માત્ર એક ભીમ સૈનિક છો પેટા જાતીઓ ભુલી જાઓ : જિગર શ્યામલન

અનુસૂચિત જાતિની વ્યાખ્યામાં આવતી તમામ જ્ઞાતિઓને લાગું પડે છે.
પહેલી વાત.... એક જ જ્ઞાતિ કેટલા બધા ગોળ.., પરગણાં.., વાડાનાં બંધનોમાં વહેંચાયેલી છે.....?
બીજી વાત બધા જ જુદી જુદી જ્ઞાતિઓ.. સમાજમાં વહેંચાયેલ છે.
એટલે કહેવા પુરતી અનુસૂચિત જાતિ પણ અંદર તો નકરો શંભુમેળો... દરેક પોતાના સમાજને બીજા કરતા સારો.. અને મોટો બતાવવા પોત પોતાના ચોકા વાળી બેસી ગયા છે...
અનુસૂચિત જાતિમાં આ રીતે માનવ શક્તિ વહેંચાયેલી જોઈ એક વિચાર તરત આવે.. આ સંધ કદી કાશી પહોંચી શકે ખરો..?
હકીકતમાં આપણે બાબા સાહેબના સિધ્ધાંતોને સમજી શક્યા જ નથી.
આપણે પહેલા કોણ હતા..? અમુકને બાદ કરતા કોઈનેય ખબર નથી કે કોઈને પડીય નથી.
એકાદ ઉના જેવી ધટના બને એટલે બધા ધેનમાંથી સફાળા જાગી જાય.. પણ પાંચ, દસ દિવસ મહિનો વીત્યા પછી ફરી પાછા ત્યાંના ત્યાં...
આંબેડકરવાદ અપનાવ્યા બાદ તમે વણકર.., ચમાર.., ગરોડા.., નાડીયા.., ભંગી... એમાંના કંઈ નથી રહેતા.. માત્ર એક ભીમ સૈનિક બનો છો.
પણ.. આપણે દુધ અને દહી બેયમાં રહીએ છીએ....
આપણે આજે કોણ છીએ....?
આપણે વણકર છીએ...
આપણે ચમાર છીએ...
આપણે ગરોડા છીએ....
આપણે ભંગી છીએ...
આપણે ફલાણા છીએ...
આપણે ઢીંકણાં છીએ...
આપણે બધા છીએ... પણ આપણે એક નથી...!!!!!
આપણી પર અત્યાચારોના વધતા બનાવ પાછળ આપણી વચ્ચે ચાલી રહેલી ઠંડી યાદવાસ્થળી પણ મુખ્ય કારણ છે.
કારણ વણકરોથી અલગ ચોકો રચી ચમારો મનમાંને મનમાં ફુલાય છે. ચમારોને પછાડવા ગરોડાઓ તત્પર છે.. ભંગીઓ તો આ બધાથી સાવ અલિપ્ત જ છે.
એક કીડીની કોઈ કિંમત નથી.. તેને ચપટીમાં મસળી શકાય છે.. પણ બધી જ કીડીઓ ભેગી થઈ જાય તો મદોન્મત હાથીનેય માથુ પછાડી પછાડીને મરવા મજબુર કરી દે છે...
જો આપણે આપણો પાવર બતાવડો હશે.. તો પહેલા આપણે એક થવું જ પડશે.. અંદરોઅંદરના ભેદ-ભાવ.., વેર-ઝેર.., ગમા-અણગમા.., હુસા-તુસી.., કાવા-દાવા.. બધુજ ભુલીને સમાજમાં એકતા સ્થાપવી પડશે...
પછી જ બાબા સાહેબના વિચારો પર ચાલવાની કોશિશ કરવી જોઈયે...
કારણ આંબેડકરવાદ એ સિંહણના દુધ જેવો છે... એ સોનાના વાસણમાં જ રહી શકે. તાંબા-પિત્તળના વાસણમાં લેવા જાવ તો વાસણ જ ફાડી નાખે..
જિગર શ્યામલનનાં જયભીમ..........


Facebook Post :-

No comments:

Post a Comment