May 09, 2017

મોહનદાસ કરમચંદ ગાંધીને ખરેખર શું કહેવું..?? મહાત્મા કે રાજકારણી..!! : જિગર શ્યામલન


મોહનદાસ કરમચંદ ગાંધી ઉફેઁ મહાત્મા ગાંધી ઉફેઁ રાષ્ટ્રપિતા... બધા એમને મહાત્મા ગાંધી ગણાવતા હોય પણ તે મહાત્માથીય વિશેષ એક રાજકારણી જ હતા..
દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પરત આવ્યા બાદ ગાંધીજીનું લક્ષ્ય અંગ્રેજ સત્તાને દુર કરી આઝાદી હાંસલ કરવાનું હતું. અહીં એક વાત સ્પષ્ટ કહેવી પડશે કે ગાંધીજી ભારતના લોકોને અંગ્રેજોની અન્યાયી સત્તાથી આઝાદ કરવાનું લક્ષ્ય ભલે રાખતા હતા પરંતુ ભારતમાં જ હિન્દુ ધમઁમાં સદીઓથી વણઁવ્યવસ્થાના ઓઠા હેઠળ અમાનવીય, પાશવી વ્યવસ્થામાં પિડાતા અશ્પૃશ્યોને આ હાલતમાંથી મુક્તિ આપવા તરફ એમનુ કોઈ ખાસ લક્ષ્ય ન હતું. 
કેટલાક આ વાત સાથે સંમત નહી થાય અને તરત જ ગાંધીજીની અશ્પૃશ્યતા નિવારણની વિવિધ પ્રવૃત્તિઓ ગણાવવા માંગશે.
પરંતુ આ બાબતે એટલું જ કહેવાનું કે અસ્પૃશ્યોને હરિજન ઓળખ આપી ગાંધીજીની હરિજન બંધુ બની હરિજનોની સેવા અને હરિજન ઉધ્ધાર કરવા માટે જે પણ વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી એ સ્વરાજની લડાઈ માટે વિશાળ જનસંખ્યામાં ફેલાયેલ અશ્પૃશ્યોનો સહકાર મેળવવા માટેનો એક માત્ર સફળ રાજકીય દાવ હતો વિશેષ કંઈ નહી..
જ્યારે ગાંધીજી સ્વદેશ પરત ફયાઁ અને લોકોનો મુડ સમજવા ભારત ભ્રમણ કરવું શરૂ કયુઁ આ દરમિયાન એક સનાતન સત્ય ગાંધીજીને ખુદને સમજાઈ ગયું હતુ કે વિશાળ જનસંખ્યામાં ફેલાયેલ અસ્પૃશ્ય સમાજના સહકાર, સહયોગ વિના આઝાદીની લડતને અસરકારક બનાવી નિધાઁરીત પરિણામ મેળવી શકાય તેમ નથી જ.
અસ્પૃશ્ય સમાજ હિન્દુ ધમઁનો જ એક ભાગ હોવા છતાં પણ સદીઓથી લાચાર અને દયનીય અવસ્થામાં જીવી રહ્યો હતો. અસ્પૃશ્યોની હાલત જાનવરો કરતા પણ ખરાબ હતી, કારણ એક આમ હિન્દુ સમાજનો માણસ અસ્પૃશ્યના સ્પશઁ તો ઠીક પણ પડછાયાથીય અભડાઈ અપવિત્ર બની જતો હતો. હિન્દુઓ તેમને માણસ ગણવાય તૈયાર ન હતા.
આવા સમયે આભડછેટ સાથે જીવતો સમાજ આઝાદીની લડતથી વિમુખ રહે તે સ્વાભાવિક હતુ. કારણ અસ્પૃશ્યોને વિદેશી અંગ્રેજોથી જેટલી પીડા ન હતી તેનાથીય વધુ પીડા પોતાના જ દેશના, પોતાના જ ધમઁના લોકોથી મળી રહી હતી.. એટલે અસ્પૃશ્યો આઝાદીની લડાઈથી વિમુખ રહે તો તેનો સીધો જ લાભ અંગ્રેજ સત્તાને મળે આ વાત ગાંધીજી સારી રીતે જાણતા હતા.. સમજતા હતા. ભારતમાં ફેલાયેલ 1/5 ભાગનાં અસ્પૃશ્યોને દુર રાખીને આઝાદીની લડત લડી શકાય તેમ ન હતી, લડવામાં આવે તો પણ સફળ બની શકે કે કેમ તે પણ એક સવાલ હતો. 
અસ્પૃશ્યોને પોતાની સાથે જોડી તેમનુ વિશાળ સમઁથન મળી રહે તે માટે ગાંધીજીને હરિજનબંધુ બનવું પડ્યું.
શું ગાંધીજી ખરેખર અસ્પૃશ્યતા નાબુદી કરી અસ્પૃશ્યોનો ખરા અથઁમાં ઉધ્ધાર થાય તેવું ઈચ્છતા હતા..????
ઈતિહાસને તપાસીએ તો જવાબ કદાચ નકારમાં જ હોઈ શકે. અસ્પૃશ્યતા વણઁવ્યવસ્થાની નિપજ હતી. ખરેખર અસ્પૃશ્યતા નાબુદ કરવા માટે પહેલા વણઁવ્યવસ્થાને નાબુદ કરવી પડે. એ સિવાય અસ્પૃશ્યતા નાબુદી કરવાની વાત હવામાં કિલ્લા બાંઘવા જેવી હતી. તેમ છતાં મહાત્માજી પોતે પણ વણઁવ્યવસ્થાને સહેજ પણ છેડ્યા વિના તેને ઈશ્વરીય વ્યવસ્થા અને ધમઁની દેન ગણાવીને તે ચાલુ રહે તેવી તરફદારી જ કરતા હતા..
માની લો તમે તાળુ લગાવેલ પાંજરામા પુરાયેલ માણસને આઝાદ કરવા માંગો છો..?? તમારી પાસે તાળાની ચાવી પણ નથી.. તો તમે શું કરશો..??? 
સ્વાભાવિક રીતે જ તમે પાંજરા પર પ્રહાર કરી પાંજરૂ તોડવાનો પ્રયાસ કરશો.. અને પાંજરૂ તોડીને પુરાયેલ માણસને આઝાદ કરવાનો પ્રયાસ કરશો. પણ..!!!! ગાંધીજી પાંજરાને તોડ્યા વગર જ માણસને પાંજરાની બહાર કાઢવાની વાતો અને પ્રવૃત્તિઓ કરતા હતા.
ગાંધીજી ખરેખર અસ્પૃશ્યોના હિતેચ્છુ હતા..??? એ વાત સમજવા ગોળમેજી પરિષદમાં ડો.આંબેડકર અને આર.શ્રીનિવાસન જેવા અસ્પૃશ્ય પ્રતિનિધીઓની મહેનત અને રજુઆતોથી અસ્પૃશ્યોને મળેલ અલગ મતાધિકારના મુદ્દે ગાંધીજીનું અક્કડ, જક્કી વલણ પુરતુ છે.
ગોળમેજી પરિષદમાં ખ્રિસ્તી, મુસ્લિમો અને શીખોને આપવામાં આવેલ અલગ મતાધિકાર માન્ય રાખનારા ગાંધીજી અસ્પૃશ્યોને મળેલ અલગ મતાધિકારનો કટ્ટરતાથી વિરોધ કરે.. અને અસ્પૃશ્યોને આ અલગ મતાધિકાર ન મળે તે માટે પોતાની તમામ તાકાત કામે લગાવી દે... તો હરિજનબંધુ ગણાવતા ગાંધીજીનું આ વલણ એક તટસ્થ અભ્યાસુ તરીકે કેવી રીતે મુલવવું..????
વળી સીધો વિરોધ કરી ઓછુ ખપતુ ન હોય તેમ જ્યારે પ્રયાસો વિફળ થતા જણાયા ત્યારે અસ્પૃશ્યોને અલગ મતાધિકાર ન મળે એ માટે સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઈન્ડીયા સર સેમ્યુઅલ હોરને બ્લેકમેઈલ કરવા " I should resist with my life the grant of seperate electorates to the depressed classes (શુધ્ધ ગુજરાતીમાં... દલિતોને આપેલ અલગ મતાધિકારનો વિરોધ હું મારા જીવનના ભોગે કરીશ) આવો શુધ્ધ ધમકીભયોઁ પત્ર લખી ગાંધીજી શું સાબિત કરવા માંગતા હતા...???
આ બધા સવાલોના જવાબ તમે જાતે જ નક્કી કરો.. 
@ જિગર શ્યામલન










































Facebook Post :-




No comments:

Post a Comment