May 18, 2017

આંબેડકરે હિન્દુત્વના કરેલા મુહખોલ વખાણ : રુશાંગ બોરીસા

Dr. Ambedkar on "Hinduism"

આંબેડકરે હિન્દુત્વના કરેલા મુહખોલ વખાણ...

• હિન્દુત્વની ફિલસુફી સુપરમેન(બ્રાહ્મણ) માટે સ્વર્ગ છે અને સામાન્ય માણસ માટે નકરવાસ છે.
- Dr. Babasaheb Ambedkar Writings and Speeches >volume-3 >page 78 

• અંતઃકરણ,તર્ક અને સ્વતંત્ર વિચારોના વિકાસ માટે હિંદુત્વમાં કોઈ અવકાશ નથી.

• વેદો મૂલ્યહીન પુસ્તકોનો સમૂહ છે;તેમને પવિત્ર કે પરિપૂર્ણ કહેવા માટેનું કોઈ કારણ નથી.
-Dr. Babasaheb Ambedkar Writings and Speeches >volume-4 >page 8

• હિંદુત્વમાં તમે સામાજિક અસમાનતા અને ધાર્મિક અસમાનતા દેખી શકશો;જે તેની ફિલસૂફીમાં ગૂંથવામાં આવેલ છે.
- Dr. Babasaheb Ambedkar Writings and Speeches >volume-3 >page 36

• જયારે અન્ય ધર્મો બીજે બધે માનવપ્રજાતિના ઉત્થાન અને ઉદાત્તીકરણના કાર્યોમાં વ્યસ્ત હતા ,ત્યારે હિન્દુત્વ માનવજાતિના ભ્રષ્ટાચાર અને અવમાનમાં વ્યસ્ત હતું.
- Dr. Babasaheb Ambedkar Writings and Speeches >volume-3 >page37

• હિંદુત્વમાં સ્વતંત્રતાની પ્રથમ પૂર્વશરત સ્પષ્ટ દેખી શકાય છે,તેની ગેરહાજરીના રૂપે.
-Dr. Babasaheb Ambedkar Writings and Speeches >volume-3 >page39

• ક્રમ અને વર્ગીકરણની વ્યવસ્થા બીજું કઈ નહીં પણ અસમાનતાના સિદ્ધાંતને રજૂ કરવાની એક પદ્ધતિ છે;માટે ખરી રીતે કહીયે તો હિન્દુત્વ સમાનતાને માન્યતા આપતું નથી.
-Dr. Babasaheb Ambedkar Writings and Speeches >volume-3 >page25

• અસમાનતા એ ખરેખર તો હિન્દુત્વનો આત્મા છે.
-Dr. Babasaheb Ambedkar Writings and Speeches >volume-3 >page 66

• હિંદુઓમાં બંધુત્વની ભાવનાની ઉણપના કારણ માટે જો કોઈ સફાઈ આપી શકાય તો તે હિન્દુત્વ અને તેની ફિલસુફી જ છે.
-Dr. Babasaheb Ambedkar Writings and Speeches >volume-3 >page 64

• ધર્મ વિષે એવું કહેવાય છે કે તે માણસનો ઉદ્ધાર કરે છે,અવમાન નહીં. પરંતુ હિન્દુત્વ તેમાં અપવાદ છે.
-Dr. Babasaheb Ambedkar Writings and Speeches >volume-5 >page 93

• હિંદુત્વમાં અછુતો માટે કોઈ આશા નહીં.
-Dr. Babasaheb Ambedkar Writings and Speeches >volume-5 >page 412

• હિન્દુત્વની આંતરિક પ્રકિયા વડે નિરક્ષરતા એ હિન્દુત્વનો વારસાગત હિસ્સો બની.
-Dr. Babasaheb Ambedkar Writings and Speeches >volume-3 >page 42

• જો હિન્દૂ રાજ હકીકત બન્યું તો બેશક તે દેશની સૈથી મોટી આફત બનશે.ભલે હિંદુઓ જે કઈ કહે; પણ સ્વતંત્રતા,સમાનતા અને ભાઈચારા માટે હિન્દુત્વ હાનિકારક છે.
-Dr. Babasaheb Ambedkar Writings and Speeches >volume-8 >page 358

• હિંદુત્વને સામાન્ય માણસમાં કોઈ રસ નથી.હિંદુત્વને સમાજમાં પણ કોઈ રસ નથી.હિંદુત્વના હિતનું કેન્દ્રસ્થાન ચોક્કસ વર્ગ (બ્રાહ્મણ) ઉપર અવલંબે છે.હિન્દુત્વની ફિલસુફી પણ તે ચોક્કસ વર્ગના હકોને સમર્થન અને તેને જીવિત રાખવા માટે ચિંતિત છે.માટે હિન્દુત્વની ફિલસૂફીમાં સામાન્ય માણસ અને સમાજના હિતો નકારવામાં આવે છે,તેમનું બલિદાન અપાય છે-દમન થાય છે; માત્ર તે ચોક્કસ વર્ગ (બ્રાહ્મણ) ના હિતોને જાળવી રાખવા.
-Dr. Babasaheb Ambedkar Writings and Speeches >volume-3>page 77

• હિન્દુત્વ આત્મ-સન્માન માટે બાધારૂપ છે.અછૂતોનું અન્ય ઉદાર આસ્થામાં ધર્માન્તર કરવા માટેનું સૌથી મજબૂત કારણ "અછૂતોનું માન" છે.
-Dr. Babasaheb Ambedkar Writings and Speeches >volume-5>page 412

• હિન્દુત્વ એક એવો ધર્મ છે જેનો આધાર નૈતિકતા નથી.હિંદુત્વમાં જે કઈ નૈતિકતા જોવા મળે છે તે તેનો આંતરિક ભાગ નથી.હિંદુઓમાં દેખાતી નૈતિકતા હકીકતે ભિન્ન પરિબળ છે ,જે સામાજિક જરૂરિયાતોને કારણે જળવાઈ છે;હિન્દૂ ધર્મને કારણે નહીં.
-Dr. Babasaheb Ambedkar Writings and Speeches >volume-17(2)>page 98

• હિન્દુત્વ એક રાજકીય વિચારધારા છે જેના લક્ષણો ફાસીવાદ કે નાઝી વિચારધારા સમાન છે.હિન્દુત્વ સંપૂર્ણપણે લોકશાહી વિરોધી છે.
-Dr. Babasaheb Ambedkar Writings and Speeches >volume-17(2)>page 321

• હિન્દુત્વ એકતાને બદલે અલગાવ શીખવે છે.હિન્દૂ બનવું એટલે ભળવું નહીં પણ દરેક બાબતોમાં અલગ રહેવું...હિન્દુત્વની ખરી પ્રતિભા ભાગલા પાડવાની છે.
-Dr. Babasaheb Ambedkar Writings and Speeches >volume-9>page 186

• જો હું હિંદુઓ અને હિન્દુત્વથી ખુબ અક્ળાયેલ હોય તો તેનું કારણ એટલું જ છે કે હિંદુઓ ખોટા વિચારોથી અંજાયેલા છે અને ખોટું સામાજિક જીવન જીવે છે.હિન્દુત્વ સામેની મારી લડાઈ માત્ર સામાજિક આચરણ પૂરતી સીમિત નથી.તે ઘણી મૂળભૂત છે.મારી લડાઈ હિંદુઓમાં આદર્શો સામે છે.
-Dr. Babasaheb Ambedkar Writings and Speeches >volume-1>page 96

અહીં અટકીએ...

આંબેડકરે આ તમામ હકીકતો પાછળ ઊંડાણમાં અર્થઘટન-વિશ્લેષણ સહીત સાબિતીઓ આપેલ છે.જો કે તેમણે હિંદુત્વના રિયલ "ડેમેજ ફેક્ટર" બ્રાહ્મણવાદને જ ગણાવ્યા હતા ;જે બ્રાહ્મણોંના સ્વાર્થ માટેની નીતિઓ છે.આંબેડકરે સાફ કહ્યું હતું "બ્રાહ્મણવાદે હિંદુત્વને પુરી રીતે બરબાદ કર્યું છે;જો હિંદુત્વને બચાવવું હોય તો બ્રાહ્મણવાદનું મારણ કરવું ફરજીયાત છે."

બિન-બ્રાહ્મણોને બ્રિટિશકાળ બાદ જે અધિકારો મળ્યા તેમાં શિક્ષણનો અધિકાર મહત્વનો છે...જો કે રાજકીય-પ્રચારની બાબતોમાં બ્રાહ્મણવાદ ફૂંફાડા મારતો હોય ત્યારે લોકો તેના શિકાર બની આખરે શિક્ષિત ગુલામો બને છે અને મૂળભૂત સમસ્યાઓ પ્રત્યે ઉદાસીન રહે છે.માટે હિન્દુઓએ દેશની સામાજિક,આર્થિક અને ધાર્મિક સમસ્યાઓના મૂળને સમજવા આંબેડકરને ખાસ વાંચવા રહ્યા. જો સઘળા હિંદુઓ(ખાસ શુદ્ર-દલિતો-મહિલાઓ) આંબેડકરને વાંચે તો દેશમાં ક્રાંતિ સર્જાય તેવી મહત્તમ શક્યતાઓ રહેલી છે.

આમ્બેડકરથી તો વર્તમાન સરકાર એ હદે ડરી ગયી છે કે પોતાની સરકારી વેબસાઈટમાંથી ફ્રીમાં વાંચવા મળતા આંબેડકર લેખિત ગ્રંથોને દૂર કર્યા! અગાઉ નેશનલ બુક ફેરમાંથી પણ આંબેડકરના મહત્વના પુસ્તકોની બાદબાકી જોવા મળી હતી.દલિતોને ભ્રમિત કરવા માટે દેશના મુખ્ય ૨ બ્રાહ્મણવાદી પક્ષો-કોંગ્રેસ અને ભાજપ બનતા તમામ કાવાદાવાઓ કરી રહ્યા છે.

…પણ જે હું દેખી રહ્યો તે એક ઐતિહાસિક સંઘર્ષ છે જેમાં બેશક બ્રાહ્મણવાદ અંતિમ શ્વાસ લઇ રહ્યો છે.

-- રુશાંગ બોરીસા



ફોટોલાઇન : "આંબેડકર હિન્દુત્વ સામેનો પડકાર છે."-મોહનદાસ ગાંધી


No comments:

Post a Comment