February 24, 2018

રાજનિતિક ક્રાન્તિ હંમેશા સામાજિક અને ધાર્મીક ક્રાન્તિ પછી જ થઈ છે : આંબેડકર

By Jigar Shyamlan ||  23 January 2018



આજે ચૌરેને ચૌટે રાજનિતિક ક્રાન્તિની વાતો સંભળાતી જોવા મળી રહી છે. બાબા સાહેબે પણ આ રાજનિતિક ક્રાન્તિની રજુઆત કરી હતી. કેટલાય લોકો બાબા સાહેબે પણ સંસદ તરફ આંગળી ચિન્ધી હતી એ વાત રજૂ કરીને રાજનિતિક ક્રાન્તિ પર જબરજસ્ત ભાર મૂકે છે.

બાબા સાહેબે રાજનિતિક ક્રાન્તિ કરવાનું કહ્યુ હતુ એ સાચુ પણ સામાજિક અને ધામિઁક ક્રાન્તિ પછી.. એ પહેલા તો નહી જ.

આપણે બાબા સાહેબને પુરા વાંચતા તો નથી જ. બસ બાબા સાહેબે રાજનિતિક ક્રાન્તિ કરવાનું કહ્યું હતું એટલે એમની વાતને અડધી પડધી સાંભળી આપણે પણ ઝંડા લઈને નિકળી પડ્યા રાજનિતિક ક્રાન્તિ કરવા માટે.

કારણ માહોલ એવો છે દરેકને ઈન્કલાબ જિંદાબાદ કહીને, ક્રાન્તિ કરીને વિધાનસભા કે લોકસભામાં ચુંટાઈ આવવું છે. રાજનિતિક સત્તા પ્રાપ્ત કરવી છે.

રાજનિતિક ક્રાન્તિ કેટલો મોટો ભારે ભરખમ શબ્દ છે..?? આ શબ્દ અથઁપૂણઁ પણ છે.

આ બાબતે બાબા સાહેબ આંબેડકર શું કહેલા માંગતા હતા જરીક વિસ્તારથી સમજવાનો પ્રયાસ કરીએ... હવે પછીના શબ્દો એ બાબા સાહેબના જ શબ્દો છે એટલે ધ્યાનથી સમજવા પ્રયાસ કરવો.

"સામાન્યત: ઈતિહાસ એ પ્રસ્તાવને સમથઁન આપે છે કે રાજનિતિક ક્રાન્તિ હંમેશા સામાજિક અને ધામિઁક ક્રાન્તિ પછી જ થઈ છે.
લૂથર દ્વારા શરૂ કરેલ ધામિઁક સુધાર યૂરોપના લોકોની રાજનિતિક મુક્તિ માટે અગ્રદૂત હતું. 
ઈગ્લેંન્ડમાં પ્યૂરિટનવાદના લીધે રાજનિતિક સ્વતંત્રતાની સ્થાપના થઈ. પ્યૂરિટનવાદે નવા વિશ્વની સ્થાપના કરી હતી. પ્યૂરિટનવાદથી જ અમેરિકાનો સ્વાતંત્ર સંગ્રામ વિજયી બન્યો હતો. પ્યૂરિટનવાદ એક ધામિઁક આંદોલન હતું.
આ વાત મુસ્લિમ સામ્રાજ્યના સબંધમાં પણ તેટલી જ સાચી છે, આરબોની રાજનિતિક સત્તા બની એ પહેલા તેઓ પયગંબર મોહમ્મદ સાહેબ દ્વારા આરંભેલી સંપુણઁ ધામિઁક ક્રાન્તિમાંથી પસાર થયા હતા. 
ત્યાં સુધી કે ભારતીય ઈતિહાસ પણ એ જ નિષ્કષઁને સમથઁન આપે છે. 
ચંદ્રગુપ્ત દ્વારા સંચાલિત રાજનિતિક ક્રાન્તિથી પહેલા તથાગત બુધ્ધની ધામિઁક અને સામાજિક ક્રાન્તિ થઈ હતી. 
શિવાજીનાં નેતૃત્વમાં રાજનિતિક ક્રાન્તિ પણ મહારાષ્ટ્રના સંતો દ્વારા કરવામાં આવેલ ધામિઁક, સામાજિક સુધારા પછી થયેલી.
શીખોની રાજનિતિક ક્રાન્તિ પહેલા ગુરૂ નાનક દ્વારા આપેલ ધામિઁક, સામાજિક ક્રાન્તિ થઈ હતી. 
અહીં વધુ દ્રષ્ટાંત આપવા જરુરી છે, આ દ્રષ્ટાંતોથી એક વાત સ્પષ્ટ થઈ જશે કે મન અને આત્માની મુક્તિ જનતાના રાજનિતિક વિસ્તાર માટેની પહેલી જરૂરિયાત છે." 
(Dr. B.R. Aambedkar, Writing & Speeches, Volume-1, Page-61 & 62)

આશા છે રાજનિતિક ક્રાન્તિની વાત કરતા પહેલા બાબા સાહેબ શું કહેવા માંગતા હતા, શું સમજાવવા માંગતા હતા એની સૌને સમજણ પડી હશે.

No comments:

Post a Comment