February 24, 2018

સ્ત્રીઓ અને સેનેટરી નેપકીન....!!!!

By Jigar Shyamlan ||  23 January 2018



One nation one tax એ મુજબ દેશભરમાં GST લાગુ કરવામાં આવ્યો. સરકારની આ એક સારી શરૂઆત કહી શકાય કારણ દેશમાં કરવેરાનું એક સવઁ સામાન્ય માળખું હોવું જરૂરી છે. સરકાર દ્વારા વેરા બાબતે કેટલાક સ્લેબ નક્કી કયાઁ, તે મુજબ વિવિધ વસ્તુઓનું વગીઁકરણ કરી જી.એસ.ટી.ના દર લાગુ કયાઁ. જોકે તેમાં સુધારાવધારા કરવામાં આવતા રહ્યા.

સ્ત્રીઓની પ્રાથમિક જરૂરીયાત સમાન સેનેટરી પેડ હાલ તેની પર લાગુ જી.એસ.ટી.ના દરને કારણે ચચાઁમાં છે.

મહત્વપૂણઁ વાત કહો કે દુ:ખદ વાત કહો હાલમાં દેશભરમાં સેનેટરી પેડ પર 14% કર લાગુ છે અને સરકાર તેની પર 12% જી.એસ.ટી. લગાવવા માંગે છે. ખબર નહી પણ કેમ સરકારને સેનેટરી પેડમાં એવું તો શું લક્ઝરી લાગે છે કે આટલો જી.એસ.ટી. લગાવવો પડ્યો.

સરકારે સેનેટરી પેડને સંપૂણઁ કરમુક્ત કે પછી સાવ વિનામૂલ્યે કરી દેવા જોઈયે અને દેશની તમામ મહીલાઓને સાવ સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈયે.
આ મુદ્દો ખરેખર મહીલાઓ માટે પાયાનો છે. પણ નજર અંદાજ છે.

દેશના મોટાભાગની ગ્રામીણ અને ગરીબ સ્ત્રીઓએ સેનેટરી પેડ શબ્દ પણ કદાચ સાંભળ્યો નહી હોય.

દેશના ગ્રામીણ વિસ્તારોમાં સ્ત્રીઓ હજી પણ પિરીયડ દરમિયાન સેનેટરી પેડના વપરાશ બાબતે સભાન નથી જ. આજે પણ મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં સ્ત્રીઓ કપડાના ટુકડાનો જ વપરાશ કરે છે. આની પાછળ સેનેટરી પેડની ઉંચી કિંમત અને અપ્રાપ્યતા તેમજ જાગૃતિનો અભાવ પણ કારણભૂત હોઈ શકે.

સાવ જ ગરીબ પરિવારો જ્યાં તન ઢાંકવા માટે માંડ એકાદ બે જોડી કપડાં હોય ત્યાં સ્ત્રીઓ આ સમયગાળામાં કેવા કેવા ઉપાય અજમાવતી હશે તે જાણીએ તો ખરેખર આપણને પળભર કંપારી છૂટી જાય. ગૂંજ નામની સંસ્થાના ડાયરેક્ટર અંશુ ગુપ્તાએ મિડીયા સાથે કરેલ ચચાઁમાં કહ્યા મુજબ "પિરીયડ વખતે સ્ત્રીઓ સુકા પાંદડા અને છાણાં પણ વાપરી લે છે"

સામાન્ય સંજોગોમાં પિરીયડ દરમિયાન રક્તસ્ત્રાવને રોકવા કપડાના ટુકડાનો ઉપયોગ વાંધાજનક નથી, કારણ આ સસ્તો અને હાથવગો ઉપાય છે.પરંતુ એકના એક કપડાનો વારંવાર થતો ઉપયોગ હાનિકારક સાબિત થાય છે. તેનાથી ઈન્ફેક્શન થવાની સંભાવનાઓ વધી જાય છે.

દુનિયાભરમાં સરવાઈકલ કેન્સરને કારણે મૌતને ભેટતી સ્ત્રીઓમાં 27% સ્ત્રીઓ ભારતની છે. જે પાછળ પિરીયડ દરમિયાન અયોગ્ય ચીજોનો વપરાશ એક કારણ ગણાવી શકાય.

પિરીયડ દરમિયાન યોગ્ય જરૂરી વ્યવસ્થાના અભાવને કારણે 12 થી 18 વષઁના વયજૂથની બાળાઓ મહીનામાં 5 દિવસ શાળાએ નથી જઈ શકતી અને સ્ત્રીઓ પોતાના કામમાં ખાસ ધ્યાન નથી આપી શકતી.

સરકારે સ્વચ્છતા અભિયાન શરૂ કરી દેશને 2020 સુધી સંપૂણઁ સ્વચ્છ બનાવવાનુ બિડુ ઝડપ્યું છે, જેમાં ઘર ઘર શૌચાલયનો મુદ્દો આવરી લઈ શૌચાલય નિમાઁણ પર ભાર મૂક્યો પણ સ્વચ્છતા ઝૂંબેશમાં માસિકસ્ત્રાવ દરમિયાનની આ સ્થિતીને સ્વચ્છતાના મુદ્દામાં આવરી લેવાનુ કેમ ભૂલી ગઈ...????

શૌચાલય બનાવવામાં સબસીડી આપવામાં આવે તેવી વ્યવસ્થા સેનેટરી પેડ માટે લાગુ પાડવી જોઈયે વિનામૂલ્યે ન આપી શકાય તો વાંધો નહી પણ એકદમ સાવ ટોકન ભાવે સેનેટરી પેડ પુરા પાડવા જોઈયે જેથી દેશની તમામ સ્ત્રીઓ ઉપયોગ કરી શકે.

જો હું પ્રધાનમંત્રી હોઉ તો સેનેટરી પેડને સંપૂણઁ કરમુક્ત કે પછી સાવ વિનામૂલ્યે કરી દઉ. અને દેશની તમામ મહીલાઓને સાવ સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવાના કામને અગ્રતા આપુ.

આ મુદ્દો ખરેખર મહીલાઓ માટે પાયાનો છે. પણ નજર અંદાજ છે.
લોહી પર લગાન...

- જિગર શ્યામલન


No comments:

Post a Comment