February 28, 2018

એક્ષક્યુઝ મી એથેઇસ્ટ...

By Rushang Borisa   || 27 February 2018



ન્યાય અને નૈતિકતા ની સ્થાપના માટે સમાનતા,બંધુતા અને સ્વતંત્રતાના પાયાઓ જરૂરી છે. જે-તે ધર્મની સ્થાપના માનવસમાજ ને અરાજકતામાંથી બહાર નીકાળી એક વ્યવસ્થાનું માળખું ઉભું કરવા જરૂરી હતી .એક્ચ્યુઅલી હતી નહીં ;છે...કારણ કે આ માનવમગજની કુદરતી ભેટ છે.

આંબેડકરે ધર્મ,સંસ્કૃતિ અને સમાજ ઉપર સૈકડ઼ોં પુસ્તકો વાંચ્યા હતા, માત્ર વાંચ્યા નહીં સમજ્યા હતા ; તલસ્પર્શી બુધ્ધિપહોચ વડે પોતાના લખાણોમાં આ વિષયે અનેક વખત ધ્યાન દોરવાના પ્રયત્નો પણ કર્યા. જે-તે ધર્મ ની શરૂઆત ચાલે પુરાતન હોય કહેવાતા નાસ્તિકો કે સેક્યુલર્સ અત્યારના સમયમાં ધર્મનો છેદ ઉડાવે ;છતાં ધર્મનું જે મિશન-વિઝન હોય છે તે તત્વજ્ઞાન પ્રેરિત હોય છે; પુરી રીતે જર્જરિત નથી હોતું. તેથી વિપરીત આ વિઝન જે-તે ધર્મને પરિસ્થિતિ મુજબ સ્થિતિસ્થાપક બનાવી સનાતન કરે છે.

તત્વજ્ઞાન જયારે મનુષ્ય અને સમાજ ઉપર મંતવ્યો રજૂ કરે ત્યારે એક ય બીજી રીતે "સમાનતા,બંધુતા અને સ્વતંત્રતા" ને ક્યારેય અવગણી ના શકે. આંબેડકરે વિશ્વના તમામ પ્રચલિત ધર્મોનો ગહન અભ્યાસ કર્યો હતો. ખામીઓ-ખૂબીઓ જણાવી ધર્મો ઉપર ટિપ્પણીઓ કરી હતી. તમે જેટલી આંબેડકરની રચનાઓ વાંચવાનું રિપીટ કરો તમને એક નાનું પણ નવું પાસું જાણવા મળશે; જે પહેલા ચુકી જવાયું હોય.

આંબેકરે વિશ્વના બિગ ફોર કહેવાતા ૪ ધર્મો ને "સમાનતા,બંધુતા અને સ્વતંત્રતા" ની સાપેક્ષે વિભાજીત કર્યા હતા; અને પોતાના નિષ્કર્ષ ઉપર વિશ્લેષણાત્મક રજુઆત કરી હતી. ચાલો આ વિભાજનને જાણીયે...

ઈસાઈ ધર્મ :- અહીં સમાનતા અને બંધુતા છે ;પણ સ્વતંત્રતા નથી.
ઇસ્લામ ધર્મ :- અહીં પણ સમાનતા અને બંધુતા છે; પણ સ્વતંત્રતા નથી.
હિન્દૂ ધર્મ:- અહીં સમાનતા,સ્વતંત્રતા અને બંધુતાની સ્પષ્ટ ગેરહાજરી છે.
બૌદ્ધ ધર્મ:- અહીં સમાનતા,બંધુતા અને સ્વતંત્રતાનો સમન્વય છે.

સામ્યવાદીઓ ધર્મને માનવજીવનના દુશ્મન કહે છે. આંબેડકરે સામ્યવાદીઓ ઉપર ફિલોસોફિકલ પ્રહારો કર્યા હતા. જેમ કે સામ્યવાદ કહે છે કે રાજ્ય/રાષ્ટ્રનું અસ્તિત્વ નાશ પામવું જોઈએ અને સત્તાનું કેન્દ્રીકરણ શ્રમિકોના હાથમાં જવું જોઈએ. આંબેડકર કહે છે કે જો રાજ્યનું અસ્તિત્વ ના રહે તો તેની જગ્યા કોણ લેશે? કોઈ પણ વ્યવસ્થા જયારે તૂટે છે ત્યારે અરાજકતા ફેલાય છે; તે અરાજકતા માત્ર રાજકીય સત્તાના કેન્દ્રીકરણ વડે અંકુશમાં ના આવી શકે. અરાજકતાનો અંકુશમાં રાખવા ધર્મ ની સ્થાપના જરૂરી છે.

ધીરે ધીરે મારી નાસ્તિકતા(?) પણ લિબરલ બની રહી છે. જેમ જેમ મનોવિજ્ઞાન ઉપર વાંચન વધારું છું તેમ તેમ ધર્મનું મહત્વ પુનઃ સમજાતું જાય છે.

એક્ષક્યુઝ મી એથેઇસ્ટ...

No comments:

Post a Comment