February 28, 2018

કોમ્યુનિસ્ટરૂપી ખતરાને સમજો

By Jigar Shyamlan ||  27 February 2018 at 11:36 


કોમ્યુનિસ્ટરૂપી ખતરાને સમજો અને એ વાત પણ સમજો પોતાની મધ દરીયે ડૂબી રહેલી નાવડીને બચાવવાની કવાયતમાં વામપંથીઓનું ઝૂંડ માત્ર અનુ.જાતિઓનો ઉપયોગ જ કરી રહ્યુ છે.

ઉપરનુ વિધાન સમજવા પહેલા તો દિલ અને દિમાગ બેય ખુલ્લા રાખવા પડશે. આ વિધાન ડો. આંબેડકર દ્વારા વામપંથીઓનો વિરોધ જોતા સ્પષ્ટ સમજી શકાય તેમ છે.

ડો. આંબેડકરે શરૂઆતથી જ વામપંથીઓથી દેશને શુ ખતરો થઈ શકે એ વાત પારખી ગયા હતા. એટલા માટે જ એમણે વામપંથ તરફ પોતાની ના-પસંદગી શરૂથી જ વામપંથનો એકદમ ખુલ્લમ ખુલ્લા વિરોધ કરીને પ્રદઁશિત કરેલી. એમણે સમાજને અને ખાસ કરીને વંચિતોને વામપંથ અંગે ચેતવ્યા પણ હતા.

  • પોતાના પક્ષ "શિડ્યૂલ્ડ કાસ્ટ ફેડરેશન"ના ઘોષણા પત્રમાં આંબેડકર લખે છે કે -
    "મારૂ સંગઠન કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે કોઈપણ પ્રકારનુ ગઠબંધન નહી કરે, કારણ કે એમનો ઉદ્દેશ્ય વ્યક્તિગત સ્વતંત્રતા અને સંસદીય લોકતંત્રને નષ્ટ કરી તેના બદલે તાનાશાહી સ્થાપિત કરવાનો છે"
  • પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડીયાને 7 નવેમ્બર 1951 માં આપેલ એક ઈન્ટરવ્યુમાં પણ આંબેડકરે એ સ્પષ્ટ કરેલું કે એમનો પક્ષ કોમ્યુનિસ્ટો સાથે કોઈપણ જોડાણ નહી કરે, કારણ કે
    "હું કોમ્યુનિઝમમાં વિશ્વાસ ધરાવતો નથી, મારા પક્ષનો પણ આ જ અભિપ્રાય છે"
  • સંવિધાન સભામાં કોમ્યુનિસ્ટોની કુત્સિત મંશા પર બોલતા આંબેડકરે કહ્યુ હતુ કે -
    "કોમ્યુનિસ્ટ સંવિધાનમાં અસિમીત મૌલિક અધિકારો એટલા માટે માંગી રહ્યા છે જેથી એ લોકો સત્તા પર ન આવી શકે તો એમની પાસે અસિમીત અધિકારો હોય, જેથી એ લોકો ન ફક્ત ટીકાઓ કરી શકે પણ સરકારને પણ પલટી શકે"
  • 1937માં મસુર જિલ્લા ખાતેના એક સંમેલનમાં કોમ્યુનિસ્ટો દ્વારા કરવામાં આવતા મજુરોના શોષણ પર આંબેડકરે કહ્યું હતુ કે - "હુ કોમ્યુનિસ્ટોનો શાપિત દુશ્મન છું, કોમ્યુનિસ્ટો રાજનૈતિક લાભ મેળવવા માટે મજુરોનું શોષણ કરે છે"
  • કદાચ લોકોને એ વાતની ખબર નહી હોય પણ કોમ્યુનિસ્ટ શ્રી ડાંગેએ ખુલ્લમ ખુલ્લા લોકોને એવી અપિલ કરી હતી કે તમારો વોટ ભલે બરબાદ કરી દો પણ આંબેડકરને તો વોટ ન જ આપો.
  • આંબેડકર એમ પણ લખે છે કે -"કોમ્યુનિઝમ એક મોટા તગડા ડુકકર અને માણસ વચ્ચેનો ફરક નથી સમજતો. જ્યારે એ વાત સાચી છે માણસની જરુરીયાત માત્ર ભૌતિક સમૃધ્ધિ પુરતી સિમીત નથી, આધ્યાત્મિક સમૃધ્ધિ પણ હોય છે"
  • કોમ્યુનિસ્ટો દ્વારા વારંવાર થતી હિંસાઓ પર આંબેડકર લખે છે કે -
    "કેટલી હત્યાઓ કરી આ લોકોએ..?? શું માણસના જીવનની કોઈ કિંમત જ નથી હોતી..??"


વામપંથનુ ચરિત્ર જોતા એક વાત સ્પષ્ટ થાય છે કે આંબેડકરે વામપંથીઓ પ્રત્યે જે પણ આશંકાઓ વ્યક્ત કરી હતી એ કેટલી બધી સાચી હતી.

માટે દરેક મિત્રોને એક વિનંતી કે આંબેડકરે ખુદ બતાવેલ કોમ્યુનિસ્ટરૂપી ખતરાને સમજો અને એ વાત પણ સમજો કે પોતાની મધ દરીયે ડૂબી રહેલી નાવડીને બચાવવાની કવાયતમાં વામપંથીઓનું ઝૂંડ માત્ર અનુ.જાતિઓનો ઉપયોગ જ કરી રહ્યુ છે.

(પ્રેરણાબીજ -પારીજાતજી સિંહાની એક જુની પોસ્ટ)

સંદભઁ : (1) Dr Babasaheb Ambedkar Writing & Speech (Government of India) – (a) Page 402, Vol 17, Part 1, (b) Page 406, Vol 17, Part 1, (2) Parliamentary speech (Parliament of India) – volume 11, page 11; (3) P Radhakrishnan’s book “India, Perfidies of Power (page 54); (4) Election Manifesto of “The Scheduled cast Federation” prepared by Babsaheb Ambedkar ; (5) Election petition filed by Dr Ambedkar (BAWS – page 409 and 422 , vol 17, opart 1), (6) Dr Babasaheb Ambedkar Writing & Speech (Government of India) page 460, 462, 452 of vol 3; )

No comments:

Post a Comment