February 28, 2018

હવે સુધરજો મીડીયાના ટોપાઓ

By Raju Solanki  || 24 February 2018 




28 ફેબ્રુઆરી.
આ તારીખ છે 2002ના ધર્મોત્સવ, વિજયોત્સવ, રણોત્સવની. etc etc...
મૂર્ખ, સ્ટુપિડ સેક્યુલરો આ ઘટનાને ‘નરસંહાર’ (અંગ્રેજીમાં genocide) કહે છે.

આ સમય છે મીડીયામાં એક્સક્લુઝિવ સ્ટોરીઝ, ખાસ અહેવાલો, વૃતાંતો લખવાનો. દરેક અહેવાલો ખાસ વાંચજો.

કંપની સેક્રેટરીની પરીક્ષામાં ટોપ કરતી ‘અમદાવાદની દીકરીઓ’ એવું લખનારા લોકો 2002ના લેખો લખતી વખતે દંગામાં ભાગ લેનારા લોકો માટે ‘અમદાવાદના દીકરાઓ’ નહીં લખે. તેઓ લખશે દંગામાં ભાગ લેનારા દલિતો, દેવીપૂજકો, પછાતો, ગરીબો વિષે.

અહેવાલો સાથે તેઓ છાપશે એક સાવ સામાન્ય, મૂફલીસ, નાચીઝ માણસની તસવીર. એના માથે કેસરી રીબન છે, હાથમાં તલવાર છે અને ચહેરા પર છે હિંસ્રતાના ભાવ. એ છે એમનો 2002નો આઇકોન. આઇડલ. આદર્શ. અને તમે પણ ફેસબુક પર એની તસવીર શેર કરીને લખશો એમના જેવી જ સુફીયાણી કોમી એકતાની કાલ્પનિક વાતો.

મારા ભાઈ, 2002ના દંગાનો આતંકી ચહેરો હોઈ શકે કોઈ નરેન્દ્ર મોદી કે પ્રવિણ તોગડીયા કે બાબુ બજરંગી કે માયા કોડનાની કે અશોક ભટ્ટ કે આઈ કે જાડેજા. ફુટપાથ પર જુતા સાંધીને પોતાની વેરણછેરણ જિંદગીને સીવતો અશોક પરમાર કઈ રીતે હોઈ શકે? પણ તમે માની લેશો એમની પોપટ કથાઓ અને કહેશો તમારી ભાવિ પેઢીને તમારા પોતાના કહેવાતા અપરાધોની થ્રીલરો અને પીડાતા રહેશો ઇતિહાસના અપરાધબોધથી.

હવે સુધરજો મીડીયાના ટોપાઓ.

- Raju Solanki

No comments:

Post a Comment