November 27, 2017

સમયપાલન - આળસ કે ઇગો

By Dinesh Makwana  || 31 Oct 2017


સ્વામી સચ્ચિદાનંદ ના પુસ્તકો હુ ૧૯૮૭ થી વાંચતો આવ્યો છે. કેટલાય કાર્યક્રમમાં તેમને રુબરુ સાંભળવાનો મોકો મળ્યો છે. તે કહે છે હુ રાતે આઠ વાગ્યે સુઇ જઇને સવારે ચાર વાગે ઉઠી જાઉં છુ. છેલ્લા ત્રીસ વર્ષથી આ નિત્યકર્મ ચાલે છે. તેમને કોઇ પણ પ્રસંગમાં બોલાવવા હોય તો તેમની પહેલી શરત એ હોય છે તેમનો કાર્યક્રમ સમયસર શરુ થશે પછી તેમાં બે પ્રેક્ષકો હોય કે આખો હોલ ભરેલો હોય.

નડીયાદમાં વેકેશન દરમિયાન ત્યાની બે ત્રણ ક્લબો જુદા જુદા કાર્યક્રમ ગોઠવતી હોય છે. તેમાં એકવાર જુદી જુદી હસ્તીઓ જીવન અનુભવ વિશે કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. અરવિંદ જોષી ( ૩ ઇડીયટ ના સરમન જોષીના પિતા), જાદુગર કે લાલ ( મુળ નામ કાન્તિલાલ) અને સ્વામી સચ્ચિદાનંદ ( મુળ નામ લક્ષમી શંકર ત્રિવેદી) જેવા મહાનુભાવોને સાંભળવાનો લહાવો મળ્યો હતો. તેમાં મોરારી બાપુ પણ હતા. બીજા બધાને છોડીને સ્વામી નો કાર્યક્રમ ચોક્કસ આઠના ટકોરે જ ચાલુ થયા હતો. બીજા દસ કે પંદર મિનિટ મોડા પડ્યા હતા. તેનાથી પણ જયાં પણ સ્વામીનો કાર્યક્રમ હોય ત્યાં તે હંમેશા સમયસર શરુ થયો જ છે.

ટી ટી રંગરાજન તામિલનાડુના પ્રખ્યાત મેન્ટર છે. જુદા જુદા વિષયો પર તેમનુ લેકચર ખરેખર સાંભળવા જેવું છે. અંગ્રેજીમાં  કેવી રીતે બોલવું અને તેના ઉચ્ચાર માટે તેમને સાંભળો. ૧૯૮૪ થી સતત કાર્યક્રમ આપે છે. તેઓ કહે છે તેમનો એક પણ કાર્યક્રમ એક મિનિટ પણ લેટ નથી થયો. પોલિસ ખાતાના કાર્યક્રમ મા ખુદ પોલિસ કમિશ્નર જેઓ મુખ્યમંત્રીની સુરક્ષાની મીટીગમા હતા તેઓ માત્ર પાંચ મિનિટ આ રંગરાજન ના કાર્યક્રમમાં લેટ થયા અને તેમને કહી દેવામાં આવ્યુ તેમને આજે પ્રવેશ નહી મળે.

અક્ષયકુમાર અભિનેતા એક પણ પાર્ટીમા જતો નથી સાંજે આઠ વાગે સુઇ જઇને સવારે ચાર વાગ્યે ઉઠીને કસરત કરવા જિમમા જાય છે.

આપણા કાર્યક્રમો ક્યારેય સમયસર શરુ થતા નથી. કેમ? આપણામાં શુ ખામી છે જેને સુધારવાની જરુર છે. કેટલાય વર્ષોથી આ ચાલતુ રહ્યું પણ કોઇ તો પહેલ કરો કે આ હવે નહી ચાલે. કાર્યક્રમ તો સમયે જ શરુ થશે. પણ કેટલીક જાતિવાચક ખામીઓ છે તેને દુર કરવી પડશે.

મને બોલાવ્યો નહી

આમંત્રણ પત્રિકા મોકલાવી પણ મને રુબરુ કહ્યુ નહી.

આમના સિવાય કાર્યક્રમ શરુ જ ના થાય

હુ આનો પ્રમુખ છુ હુ જે  કહુ તે પ્રમાણે જ થશે.

આપણા સિવાય કાર્યક્રમ ચાલુ થાય તો...

જેઓ પ્રેક્ષકો છે તેમને ખબર છે કે આ કાર્યક્રમ મોડેથી જ શરુ થવાનો છે

તમારે આ બદલવું પડશે. સવારના દસ વાગ્યાનો કાર્યક્રમ ૧૨ વાગે શરુ થાય તો આયોજકો બહુ મોટી મુઝવણમાં આવતા હોય છે, આયોજન ચાર કલાકનું છે અને હવે માત્ર બે કલાકમાં આટોપવાનું છે. પછી ઉતાવળમાં ભુલો થાય ત્યારે તેને આપણે બિલોરી કાચથી જોઇએ છે. શુ સારુ હતું તેની બદલે શુ ખરાબ હતું તેની તરફ નજર અને પછી તેના વિશે જ ચર્ચા થતી રહે છે. આના માટે સંયુક્ત પ્રયાસો જરુરી છે. એવી એક ઇમેજ બનવી જ જોઇએ કે ફલાણા સંગઠન કે ટ્રસ્ટ નો કાર્યક્રમ હશે તો સમયસર શરુ થશે જ. તેના કારણે પ્રેક્ષકો અને મહેમાનોને પણ સંદેશો પહોંચશે કે તેમણે સમયસર પહોંચવું પડશે. પણ પહેલા આપણે આપણી જવાબદારી સમજવી પડશે.

આ કરી શકાય, અઘરું નથી. માત્ર શિસ્ત અને ઇચ્છાશક્તિની વાત છે

દિનેશ મકવાણા
અજમેર ૩૧/૧૦/૨૦૧૭
સરદાર પટેલ જન્મજયંતિ

No comments:

Post a Comment