November 27, 2017

અભિપ્રાય અને ધારણા

By Dinesh Makwana  || 14 Nov 2017


Worrying about everyone's opinion will only hold you back.

Don't let other people define what you can and can not accomplish.

જો દરેકના અભિપ્રાય ને લઇને ચિંતા કરતા રહેશો તો તે તમને પાછળ રાખશે. તમે શુ મેળવી શકો છો કે શુ નહી તેની વ્યાખ્યા બીજાને કરવા દેશો નહી.

દરેકનો અભિપ્રાય જુદો જુદો જ હોય છે. કેટલાક તમારી વિશે ખોટી ધારણા ને કારણે તમારા વિશે ખોટો અભિપ્રાય રાખતા હોય છે. કોઇનો અભિપ્રાય તમે બદલી શકતા નથી, કોઇને જે તે અભિપ્રાય રાખવા માટે ફરજ પાડી શકતા નથી, ત્યારે દરેકના અભિપ્રાય ની ચિંતા કરતા રહેશો તો આગળ વધી નહી શકાય તે હકીકત છે. કેટલાકની પાસે તમારી જેટલી ક્ષમતા નથી , તેઓ તમારા જેટલું દોડી શકતા નથી તેથી તમારા વિશે નકારાત્મક અભિપ્રાય રાખતા હોય છે.

મુદ્રા-કચ્છ મા આવેલા HPCL ના પ્લાન્ટ ની દિવાલ પર એક વાક્ય લખ્યુ હતું.

તે વ્યકિતએ ક્યારેય કોઇ ભુલ નહી કરી હોય જેણે કોઇ કાર્ય કર્યુ જ નહી હોય.

ભુલ વિનાનો વ્યકિત શોધવો મુશ્કેલ છે. અને જે કામ કરતો હોય છે તે ભુલ કરવાનો જ. ભુલને સુધારવાની વાત થવી જ જોઇએ.

અનુપમ ખેર કહે છે.

I will make mistake everyday, but I will never repeat any mistake.
હુ રોજ ભુલો કરીશ પણ ક્યારેય તે ભુલ બીજી વાર નહી કરુ.

જુદી જુદી સ્પરધાત્મક પરીક્ષામાં પુર્ણ વિશ્વાસ થી પાસ થતા બીરજુ ઉર્ફ ઉત્કર્ષ અમરાવત જેની ઉંમર હજુ ૨૫ વર્ષ છે. તેણે આપેલી તમામ પરીક્ષામાં તે પાસ થયો છે. તેને પુછતા તેણે કહ્યુ કે દરેક પરીક્ષાની તૈયારી કરતા રહો, ભુલો સુધારતા રહો, એક સમય એવો આવશે જ્યારે ભુલો સૌથી ઓછી હશે અથવા નહિવત્ હશે ત્યારે તમે સફળ થવાના જ. બેન્ક ઓફ બરોડામા ઓફિસર તરીકે કાર્ય કરતા ભાઇ Phd ની લેખિત તેમજ મૌખિક પરીક્ષા પાસ કરીને Phd કરી રહ્યા છે. સફળતા કેવી રીતે મેળવવી તે એક યુવાન મને સમજાવી જાય છે.

પણ પરીક્ષા સિવાય જ્યારે સંગઠનની વાત હોય ત્યારે દોડનાર ઓછા હોય છે, હુ દોડીશ નહી પરંતુ જે દોડીશ તેની ભુલો કાઢીશ તેવો અભિગમ સંગઠનને નબળો પાડે છે. એવા કેટલાય મિત્રો હોય છે જે ખામોશ રહે છે, તમારી ભુલો કે કાર્ય વિશે કશુ કહેતા નથી, પણ અંદરથી તમારા હિતેચ્છુ જ હોય છે તેમ માનજો.

જેને તમારી ઇર્ષ્યા છે તે ખામોશ નહી જ રહે, તે તમારી નાની ભુલોને પણ મોટી કરીને રજુ કરશે. આવા ને તમારે અવગણ્યા સિવાય છુટકો નથી. તમે શુ મેળવી શકો છો કે શુ નહી તેની વ્યાખ્યા આવા લોકોને કરવા દેશો નહી, તમે  તમારું કામ કરતા રહો, જો તમે સાચા હોય તો આવાની ચિંતા કરશો નહી.

જો પોતાને ખુદને તમારું કામ નહી ગમે તો બીજાને નહી જ ગમે. પોતાની નજરથી તમારા કાર્યને ચકાસતા રહો. બાકી દુનિયા દરેક પ્રકારનો અભિપ્રાય આપતી જ રહેવાની.

Do the best, ignore them

દિનેશ મકવાણા
બ્યાવર ૧૪/૧૧/૨૦૧૭

No comments:

Post a Comment