By Dinesh Makwana || 14 Nov 2017
તમે તમારા ભવિષ્યને બદલી શકતા નથી પરંતુ તમારી ટેવોને બદલી શકો છો. જો ટેવોને બદલી શકતા હોય તો ચોક્કસ માનજો કે તે તમારા ભવિષ્યને બદલી નાંખશે.
- જી બી શો ( જ્યોર્જ બર્નાડ શો)
ગુટકા કે મિરાજ તમાકુ ખાનારા મોટે ભાગે કોઇને આપીને ખાતા હોય છે. બસમાં કે ગાડીમાં મા જો કોઇ ખાતું હોય અને તમે તેની સામે લાચારી ભરી નજર નાંખી હશે તો પેલો તરત જ તમને મિરાજ આપી જ દેશે.
સિગારેટ પીનારા પાસે મોટે ભાગે માચીસ કે લાઇટર હોતા નથી. હુ બહુ હાઇ કલાસ લોકોની વાત નથી કરતો. મધ્યમ વર્ગના લોકોની વાત છે. સિગારેટ માચીસની ભીખ માંગવા મજબુર કરે છે. કોઇ બીડી પીતો હોય અને તેની પાસે સિગારેટ સળગાવવા માચિસ માંગશો તો પેલો તમારી સામે પ્રશ્નાર્થ રીતે જોઇને આપશે. કેટલાક કહી પણ દેતા હોય છે. સિગારેટ પીવાનો શોખ પાળવો હોય તો માચીસ રાખતા શાખો. બીડી તો રીતસરની ભીખ જ મંગાવે.
સૌરાષ્ટ્ર મા માવા બહુ ચાલે. પ્લાસ્ટિક ના કાગળમાં સોપારી અને સુગંધીદાર તમાકુ સાથે ચુનો મિક્સ થાય ત્યાં સુધી તેને મસળતા રહેવું અને તેનો અવાજ બધાને સંભળાય તે રીતે ઉભા રહેવું મર્દાના નિશાની છે. ભડના દીકરાઓ ના પાસે તમે એક સોપારીનો ટુકડો માંગશો તો આખો માવો આપી દેશે. એ અલગ વાત છે ત્યાં કોઇ માંગતુ નથી પણ ગુજરાતમાં મસાલો અડધો અડધો ખાવાની ટેવ છે. મજબુરી બંનેની, સ્વમાન અડધું
જેને શરાબ પીવાનો શોખ છે તે ક્યારેય એકલો નહી પીવે. તમારી પાસે પૈસા ના હોય તો તેના પૈસે શરાબ પીવડાવશે. પોતે ખુવાર થશે અને બીજાને ખુવાર કરશે. પહેલા એક પેગમા અસર થાય, થોડા સમય પછી બે, પછી ત્રણ એમ કરતા વધતા જ રહે. અમારા એક ઓફિસર મિત્રને શરાબ પીવો એનો અર્થ એજ કે પીને બેભાન થઇ જવુ.
આ તમામ ટેવોના ગેરફાયદા છે અને છે જ. કેટલાય પિતાઓના મૃત્યુ ઉપરની આદતોને કારણે થયા પરંતુ તેમના દીકરા તે ટેવોને છોડી શકતા નથી.
જીવન બદલાઇ જાય જો આ નકામી ટેવો છુટે તો. મારે જમ્યા પછી બીડી કે સિગારેટ પીવી જ પડે આ બહાના છે. જો તમારે ભિખારી ના બનવુ હોય, તમારું સન્માન સાચવવું હોય કે મજબુર કે આકુળ વ્યાકુળ ના થવુ હોય તો આ ટેવોને છોડો.
ઉપરની દરેક બાબત મારા અનુભવમાંથી પસાર થઇ ચુકી છે. છોડવા માટે તમારી પાસે ૫૦૦ બહાના હોવા જોઇએ. ૧૯૮૮ થી સિગારેટ પીવાની શરુ કરી હતી. ૨૦૧૩ માં છોડી દીધી. બક્ષી કહે છે તમે મનના એટલા તો મજબુત હોવા જ જોઇએ કે નકામી ટેવોને તમે ઇચ્છો ત્યારે છોડી શકો.
દિનેશ મકવાણા
અજમેર ૧/૧૧/૨૦૧૭
No comments:
Post a Comment