May 24, 2017

શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ - મહત્વતા અને ઉપયોગિતા : દિનેશ મકવાણા

By Dinesh Makwana
૧૯૯૯ ની વાત છે. મારી ઓફિસમા એક ક્લાર્કને સીનીયર ક્લાર્કનું પ્રમોશન મધ્યપ્રદેશ ના જબલપુર શહેરમાંથી અમદાવાદ પોસ્ટિંગ આપવામાં આવ્યું. નરેશ પી નાયક નામના આ કર્મચારી ની શૈક્ષણિક લાયકાત જોઇને હુ અચંબો પામી ગયો.  ત્રણ માસ્ટર ડીગ્રી. પછી થોડા સમયમાં ખબર પડી કે આ માત્ર લીધેલી ડિગ્રીઓ છે જેને શિક્ષણ કે જ્ઞાન સાથે કશી લેવા દેવા નથી. ભાઇ એક દસ લીટીનો ફકરો અંગ્રેજીમાં લખી શકે નહી. આજે ૧૮ વર્ષ પછી હજુ તે સિનિયર ક્લાર્ક છે અને હુ કમિશ્નર ના પદે પહોંચી ગયો. આવા કેટલાય ઉદાહરણો હશે.


મને યાદ છે ૧૯૯૫ મા IAS ટોપરમા એક વિધ્યાર્થીની શૈક્ષણિક લાયકાત માત્ર BA with History હતી. વિરમગામના એક ગામમાંથી IAS બનેલ એક રોહિત ની ડીગ્રી માત્ર ગ્રેજ્યુએટ હતી તે MBA મા ભણતા હતા પણ પુરુ કર્યુ નહોતુ. આ વર્ષે IAS ટોપરની શૈક્ષણિક લાયકાત સૌથી વધુ છે. 

એક નિવૃત પ્રાથમિક શિક્ષક સાથે વાત કરતા તેમણે મને પુછયુ એન્જીન્યરીંગમા એડમીશન લેવા માટે ધો ૧૨ ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પાસ કરવી પડે ? આ શિક્ષકને આટલી સામાન્ય વાતની જાણકારી નહોતી.

એક વૃદ્ધ સાથે વાત કરતા બહુ દુખી સ્વરે મને કહ્યું કે મારા દીકરાનો દીકરો MA સુધી ભણ્યો છે પણ કોઇ નોકરી મળતી નથી. મે તેમને કહ્યું કે મારી પાસે મોકલજો. મારી પાસે આવીને કહે કે તે એકલો જ નહી તેના બધા મિત્રો માસ્ટર ડીગ્રી મેળવેલા છે પણ કોઇની પાસે સરકારી નોકરી નથી. મે તેમને પુછયુ કે તમે લોકોએ અત્યાર સુધી કેટલી સ્પરધાત્મક પરીક્ષા આપી છે, તેના માટે કેટલી તૈયારી કરી છે? કોઇ સંતોષકારક જવાબ નહોતો. કેટલાક ને SSC નું ફુલ ફોર્મ ખબર નહોતી. બહુ નિરાશ થઇ જેવી વાત હતી.

રાજસ્થાનમાં હુ અજમેરમાં રહુ છુ. એક બહેનના ઘેર જમવા જાઉં છુ, ક્યારેક તેમની ગ્રૅજ્યુએટ દીકરીને મળવા આવેલી તેની બીજી સહેલીઓની હુ ચર્ચા સાંભળું છુ ત્યારે મને ખરેખર નવાઇ અને આઘાત લાગે છે. કોઇ ફાલતુ વાત નહી. બધી જ ચર્ચા જુદી જુદી પરીક્ષાની અને તેની તૈયારી કેવી રીતે કરવી. આપણે ત્યાં આવું કેટલું વાતાવરણ છે? કેટલી છોકરીઓ ભેગી થઇને આવી ચર્ચા કરે છે? કદાચ બિલકુલ નહી. હા શહેરમાં નવી પેઢી જે હાલમાં સ્નાતક થઇ છે તે ખરેખર આવી જાણકારી રાખે છે અને ચર્ચા પણ કરે છે. ગયા જાન્યુઆરીમાં આવી એક ચર્ચાનું આયોજન અમે નડીયાદમા રાખ્યું હતું.

કેતન વાલા અને અમીત મકવાણાએ સારી જાણકારી આપી હતી. નડીયાદમા અમીત અને અલ્પેશે આવી પરીક્ષામાં કેવી રીતે પાસ થવું તેના કલાસ પણ ચાલુ કર્યા હતા.

મુળ વિષય પર આવું કે આપણું શિક્ષણ શેને માટે છે. ગમે તેવી વાતો કરો પણ આપણું શિક્ષણ પ્રથમ રોજગાર લક્ષી હોવું જોઇએ. માત્ર ડિગ્રીઓ ભેગી કરવાના બદલે કોઇ પરીક્ષામાં પાસ થઇને નોકરી મેળવીને તમે ઇચ્છો તો આગળ ભણી શકો, કારણ કે આત્મનિર્ભર થવું પડશે, બીજું તમારી પર બહુ મોટી આશા રાખીને તમારા કુટુંબીઓ બેઠા હોય છે. આપણું વલણ સરકારી નોકરી તરફ વધારે છે અને તે તરફ ગળાકાપ હરીફાઈ છે. તેથી સખત મહેનત કરવી પડશે. 

ધો ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં સારા ટકા માટે દીકરા પણ દબાણ કરતા પિતાને મારે કહેવુ પડ્યું કે તેના ૯૦ ટકા આવશે તોય સરકાર તેને કોઇ નોકરીનો ઓડર નથી આપવાની. તેને બીજી પરીક્ષા આપવી જ પડશે. 

આખી વાતનો સારાંશ એટલો છે કે માત્ર ડીગ્રી ભેગી કરવા માટે ના ભણો. MA ની ડીગ્રી પાસ કલાસ સાથેની હશે તો કોઇ કિંમત નથી. અત્યારે દરેક પરીક્ષામાં અંગ્રેજી ભાષાનું મહત્વ ખુબ વધી ગયું છે તેના વિશે પણ સતત પ્રેકટીસ કરતા રહો અને જ્ઞાન મેળવતા રહો. જુદી જુદી પરીક્ષાની માહિતિ મેળવતા રહો તેની તૈયારી ગંભીરતાથી કરો. બાકી ડિગ્રીના લટકણિયાથી કશુ નહી વળે, ગુરુતાગ્રંથી માથી બહાર આવો અને લાગી જાઓ. 

All the best. સમજે તેના માટે.

દિનેશ મકવાણા
વડોદરા 
૨૧/૫/૨૦૧૭


No comments:

Post a Comment