November 15, 2017

who were shudras?

By Raju Solanki  || 11 November 2017 at 17:19


એ છેલ્લે દેખાયો હતો ચલો થાનની રેલીમાં, થાનગઢમાં.
દલિત આંદોલનમાં શુદ્રના આગમનની એ પહેલી નિશાની હતી. વંચિતો, પીડિતો પાંચ હજાર વર્ષ જૂની વર્ણવ્યવસ્થા સાથે પોતાની જાતને જોડે, પોતાના સમાજ પર થતા દમનને એક ઐતિહાસિક સંદર્ભમાં જુએ ત્યારે વંચિતોના આંદોલનની શરૂઆત થાય છે. પારકી વિચારધારાઓ, પારકા પંડિતો, પારકા ઝંડા પકડી લેવાથી વંચિતો, પીડિતો પોતાના ઇતિહાસથી દૂર જાય છે. એક એવી ઓળખ કે જેની સાથે આ દેશના એંસી ટકા લોકો તાદાત્મ્ય અનુભવે તો એનાથી આંદોલનો સશક્ત થાય છે.
ઓબીસી જાતિઓને પોતાના શુદ્રત્વની પહેચાન નથી. ઓબીસી દલિતને પોતાનાથી અલગ સમજે છે. શુદ્ર શબ્દ બંનેને જોડે છે.
થાન હત્યાકાંડ વખતે શુદ્રની ઓળખ સ્થાપિત થઈ હતી, પરંતુ ક્ષણજીવી જ નીવડી. બે વરસ પછી ઉના-કાંડ સર્જાયો, શુદ્રોએ દલિત પર સીતમ કર્યો, દલિત વધારે દલિત થયો, ઓબીસીનો વિરોધી થયો, શુદ્રની ઓળખ પાછી ભૂંસાઈ ગઈ.
આંદોલનના બોધપાઠ મહત્વના છે. દોસ્તો, ચૂટંણી આવે એટલે હત્યાકાંડોના ફોટા છાપીને ફલાણી પાર્ટીને કે ઢીકણી પાર્ટીને હરાવવાના પોપરગંડા તરીકે ભલે એનો ઉપયોગ કરો. વાંધો નથી. પણ, આવા ફોટા પર પણ નજર નાંખજો. તમારી વિચારધારાની સમજ સ્પષ્ટ બનાવશે.
(શુદ્રની ત્રણ વિચક્ષણ મુદ્રાઓ સંવેદનશીલ ફોટો જર્નાલિસ્ટ એવા મારા મિત્ર ઉમેશ સોલંકીએ કેમેરામાં ઝીલી છે. અમે ચલો થાનનો કોલ આપ્યો ત્યારે આગલા દિવસે થાનગઢ જવા નીકળેલા એની સ્મૃિત હજુ મનમાં છે. આભાર ઉમેશ.)

No comments:

Post a Comment