May 07, 2017

મને વિશ્વાસ છે, મારો સમાજ જરૂર બદલાશે.. - મેહુલ રામકર

આપણા બહુજન સમાજ ના મહાપુરુષો અને માતાઓ એ બતાવેલ માર્ગ અને દિશા, વિષય, ચિંતા, ચિન્તન, અને ચેતના થી સંબંધિત છે. 

બહુજન મહાપુરુષો, માતાઓ અને બાબા સાહેબ ની અથાગ મહેનત, પરિશ્રમ, ત્યાગ અને સંઘર્ષો ના પરિણામ થી સુશિક્ષીત બનેલા આપણા સમાજ ની પરિસ્થિતિ ગંભીર છે, પરંતુ ઉપાય જરૂર છે.  આ ઉપાય ત્યારે જ સાર્થક થઇ શકશે જયારે આપણો સમાજ આંદોલિત અને સંગઠિત થશે. 

સમાજ સંગઠિત ત્યારે જ થશે જયારે આપણે આપણી જાત ને મનુવાદ (અંધવિશ્વાસ, પાખંડ, કુરિવાજો, જાતિવાદ, પરગણાવાદ, વગેરે) માંથી મુક્ત કરીશુ. આપણે મનુવાદ માંથી ત્યારે જ મુક્ત થઇશું જયારે અજ્ઞાન ને આપણી શાન સમજવાનું છોડી દઈશું. અને એ ત્યારે જ શક્ય છે જયારે આપણે આપણા મહાપુરુષો ના બતાવેલા માર્ગ અને દિશા તેમજ તેમના વિચારો ને સમજવાની માનસિકતા વિકસિત કરીશું.

આ માનસિકતા વિકસિત કરવા માટે જરૂરી છે કે, આપણે આપણા મહાપુરુષો એ કીધેલી પર વિશ્વાસ મુકવાનું, એ વાતો  પર વિચારમંથન કરવાનું, અને તર્ક કરવાનું શરુ કરીશું.. 

આપણે આપણા સમાજ ની દિશા અને દશા બન્ને બદલી શકીએ છીએ પરંતુ જયારે આપણે એ મહાપુરુસો એ બતાવેલા માર્ગ અને દિશા તરફ અચકાયા કે ખચકાયા વગર ચાલવાનું શરુ કરીશું. બાબા સાહેબ આંબેડકર એ ચીંધેલી આંગળી નું સાચું મહત્વ અને સાચો અર્થ સમજીશું.

મને વિશ્વાસ છે એક દિવસ મારો સમાજ જરૂર સુશિક્ષિત, આંદોલિત અને સંગઠિત બનશે.. એક દિવસ મારો સમાજ જરૂર બદલાશે. 

જય ભીમ

-- મેહુલ રામકર 


No comments:

Post a Comment