May 07, 2017

ટ્રક કે બસ રીક્ષા ચલાવવા લાયકાત ધોરણ 8 પાસ અને દેશ ચલાવવા માટે??? : પ્રગ્નેશ લેઉવા

ધોરણ 8 પાસ હોય તો જ તમે રીક્ષા , બસ , ટ્રક ચલાવી શકો . નહિ તો સરકારી મજૂરી નથી .એટલે કે તમે લાયસન્સ બેઝ મેળવવા યોગ્યતા ધરાવતા નથી . એટલે મજૂરી કરો ચાલશે પણ આ ડ્રાયવર બનવાનું ભૂલી જવું ભલે વાહન ચલાવતા આવડતું હોય .. મતલબ કે હાલ આ દેશમાં પટાવાળા કે ડ્રાયવર બનવા પણ ન્યૂનતમ લાયકાત ધોરણ 8 પાસ છેઃ  અને તર્ક છે કે ડ્રાયવર ને વાંચતા આવડતું હશે તો રોડ પર ના સિગ્નલ , લખાણ , સૂચનાઓ , માઈલ સ્ટોન વાંચી શકે તો અકસ્માત ના થાય કે ઓછા થાય .. ચાલો બરાબર છે તો ...પણ ..
આજ વાત દેશના રાજકીય નેતાઓ ને લાગુ પડતી નથી . દેશની સર્વોચ્ચ ખુરશી પ્રધાનમંત્રી બનવા પણ કોઈ લાયકાત (શૈક્ષણિક) ના હોય તો પણ ચાલે .. જો વડા પ્રધાન બનવા શૈક્ષણિક લાયકાત જરૂર નથીઃ તો સાંસદ , ધારા સભ્ય , કોર્પોરેટર નું તો ગજું જ શુ ગમેં તેવો ડફોળ ચાલી જાય ..
ટ્રક કે બસ , રીક્ષા ચલાવવા ધોરણ 8 પાસ અને દેશ ચલાવવા અભણ .. વાહ રે વાહ ..
અકસ્માત ના થાય રોડ પર તેનું ધ્યાન રાખવું અને
દેશ ને બરબાદ કરવા માટે આવા ડફોળ આવકાર્ય આ કેવું ???
મિનિસ્ટર પણ જે બને છે તેને તે ખાતાં સાથે લાગતું વળગતું હોતું નથી ને બની બેસે છે પાર્ટી ની જીહુજુરી કરીને.. હેલ્થ મિનિસ્ટર ની ડીગ્રી વિવાદ મા છે અહીં .
પ્રધાન મંત્રી ની ડીગ્રી પણ .. આ પેહલા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થા ના મંત્રી ની ડીગ્રી પણ વિવાદમાં ..
અહીં ગુજરાતમાં પાછા ખુદ વાહન વ્યવહાર મંત્રી ધોરણ 8 પાસ નથી . તો એમને સત્તા જ નથી લાયસન્સ બેઝની ને એ વાહન વ્યવહાર ખાતું ચાલવવની રાજકીય ફૂલ સત્તા .. શુ મજાક છે આ ???
રાજકારણ માં હોદ્દા માટે મિનિસ્ટર બનવા માટે ન્યૂનતમ લાયકાત રાખવી જરૂરી છે . એવું મારું સ્પષ્ટ માનવું છે
 અને જે તે ડિપાર્ટમેન્ટની સરખી સમજ હોય તેને જ મંત્રી બનાવો તે પણ મારું માનવું છે .


-- પ્રગ્નેશ લેઉવા અમદાવાદ ::



No comments:

Post a Comment